દિવેલાનું વાવેતર કરતા ખેડૂતો આ લેખ ખાસ વાંચે- આ હકીકત જાણી લાગી શકે છે આંચકો

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. આ મહામારીને કારણે તમામ લોકો તથા ખેડૂતોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સરકાર પણ યોજનાઓ બહાર પાડીને ખેડૂતોની મદદ કરી રહી છે. હાલમાં જ આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

પાટણ જિલ્લામાં પણ ચાલુ વર્ષે દરમિયાન વરસાદ ઓછો તથા દિવેલાનાં બજાર ભાવ ઓછા મળતાં જ ખેડૂતોએ દિવેલાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ઓછું વાવેતર કર્યું છે. બીજી બાજુ દિવેલાનાં બિયારણનાં ઊંચા ભાવ હોવાંથી ખેડૂતોને મોંઘું પડે છે, પણ જો પાટણમાં આગળ વરસાદ સારો એવો થશે તો દિવેલાનું વાવેતર વધવાની સંભાવના સેવાઈ રહી છે.

આ વિશે મળતી જાણકારી મુજબ પાટણ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન શરૂઆતનો વરસાદ સારો એવો થતાં જ ખેડૂતોએ કુલ 1.90 લાખ હેકટરમાં ખરીફ વાવેતર કર્યું છે. પણ ગયાં વર્ષની સરખામણીએ રોકડીયા પાકમાં દિવેલાનું વાવેતરમાં ઘણો ઘટાડો આવ્યો છે. એનું મુખ્ય કારણ ખેડૂતો જણાવી રહ્યા છે, કે દિવેલાનું બિયારણ ખુબ જ મોંઘું છે તથા વેચવા માટે જઈએ તો બજાર ભાવ પોષણક્ષમ નથી મળતો એટલે કે દિવેલાનું વાવેતર ઘણાં ખેડૂતોએ તો કર્યું જ નથી.

જેને લીધે દિવેલાનું વાવેતર પણ ઘણું ઘટ્યું છે.તો બીજી બાજુ શરૂઆતમાં વરસાદ પણ ગયાં વર્ષની સરખામણીએ ઘણો ઓછો પડ્યો હતો. પાટણ જીલ્લામાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં ખરીફ વાવેતરમાં સૌથી ઓછું વાવેતર તો દિવેલાનું જ થયું છે. જિલ્લામાં દિવેલાનું વાવેતર 12 ઓગસ્ટ સુધીમાં વધીને કુલ 18,000 હેકટરમાં નોંધાયું છે.

જે ગયાં વર્ષની 12 ઓગસ્ટ સુધીમાં કુલ 35,000 હેકટર જમીનમાં દિવેલાનું વાવેતર થયું હતું. ગત વર્ષની સરખામણીએ કુલ 15,000-16,000 હેકટર જેટલું ઓછું થઈ ગયું છે.ઓગષ્ટ મહિનામાં સારો વરસાદ સમગ્ર જિલ્લામાં પડી રહ્યો છે, એટલે કે જિલ્લામાં પાછોતરું વાવેતર ઘણું વધી શકે છે.

જીલ્લામાં ગયાં વર્ષ કરતા ચાલુ વર્ષમાં ખરીફ પાકમાં દિવેલાનાં વાવેતરમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતો જણાવતાં કહે છે, કે દિવેલાનું બિયારણ લેવા માટે જઈએ છીએ તો માત્ર 1 કિલોનાં કુલ 400-500 રૂપિયા પણ ચૂકવવા પડે છે. ખેડ ખાતર ઘણું મોંઘું થઈ ગયું છે.

આની સામે ઉત્પાદન થયેલ દિવેલાને માર્કેટમાં વેચવા માટે જઇએ છીએ તો કુલ 700-800 રૂપિયા જ મળે છે. ખર્ચ પણ ઘણો વધારે થાય છે ,એટલે ચાલુ વર્ષે પહેલાં વરસાદ ખેંચાયો તેમજ બીજી બાજુ માર્કેટમાં દિવેલાનાં સારાં ભાવ ન મળતાં ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં દિવેલાનાં વાવેતરમાં ઘણો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post