એક માતા પોતાના નવજાત શિશુ માટે છેક લદાખથી રાજધાની દિલ્હી સુધી રોજ પોતાનું ધાવણ મોકલી રહી છે

Share post

‘માં તે માં, બીજા બધા વગડાના વા’ કહેવત મુજબ આ કિસ્સાની સામે ટુંકી પડે છે. કોરોનાની ભયકર મહામારીની વચ્ચે લદાખમાં એક માતા પોતાના નવજાત શિશુ માટે છેક લદ્દાખથી રાજધાની દિલ્હી સુધી રોજ પોતાનું ધાવણ  મોકલી રહી છે. અને એ પણ વિમાન મારફતે.

પોતાના નવજાત બાળકને રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે, જેના માટે એક એરલાઇન્સની સહાયથી તેની માતા લદાખથી દૂધ મોકલી રહી છે. લદાખથી દિલ્હી દૂધ મોકલવાનું આવું છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યું છે. નવજાત શિશુના પિતા જિકમેટ વાંગડુ દરરોજ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દૂધ લેવા માટે પહોચી જાય છે.

દૂધનો આ ડબ્બો લદાખથી દિલ્હી પહોંચાડવામાં આવે છે. દિલ્હીમાં આ બાળકનું એક મોટુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ બાળકની માતા હાલ લદાખમાં છે, તેના પિતા હોસ્પિટલમાં બાળકનું ધ્યાન રાખી રહ્યા છે. લેહના એક હોસ્પિટલમા 16 જુનનાં રોજ બાળકનો જન્મ થયો છે. બાળકની અન્નનળીમાં સમસ્યા થઇ રહી હતી, ત્યારપછી લેહના ડોક્ટરોએ તેની સારવાર કરવા માટે દિલ્હી લઈ ગયા હતાં.

બાળકના પિતા તે વખતે મૈસુરમાં હતા અને માતા પણ લેહમાં ત્યારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેથી તેને દિલ્હી લઇ જઇ શકાય તેવુ શક્ય નહોતુ. માતા-પિતાની ગેર હાજરીમાં પણ બાળકના મામા તેને સારવાર માટે દિલ્હી લઈને આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતા જ બાળકના પિતા પણ દિલ્હી આવી પહોંચ્યા હતાં.

ઓપરેશન પછી બાળકને તેની માતાના દૂધની જરૂરીયાત હતી. જેથી છેક લેહથી દિલ્હી એરલાઇન્સની મદદથી દરરોજ માતાનું દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે. લેહ અને દિલ્હીની વચ્ચે કુલ 1,000 કિલોમીટરનું અંતર છે. સીધુ ફલાઇટમાં જ દૂધ પહોંચાડવામાં લગભગ સવા કલાકનો સમય લાગે છે.

બાળકના પિતા વાંગડુએ જણાવતાં કહ્યું હતું કે, હું જ્યારે કર્ણાટકથી દિલ્હી આવ્યો ત્યારે તેને અડવાથી પણ મને ડર લાગતો હતો, કારણ કે કોરોનાની બિમારી ફેલાયેલી છે, અને હું ફ્લાઇટમા દિલ્હી આવ્યો હતો. બાળકનો દિલ્હીના શાલીમાર બાગની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહેલ છે. બાળકની અન્નનળી એ શ્વાસ નળીની સાથે જોડાયેલી હોવાને લીધે તે કંઇ પણ ખાઈ શકતુ નહીં.

તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે, અને ડોક્ટરએ બાળકને માતાનુ દૂધ જ પીવડાવવાની સુચના આપી હતી. બાળકની માતાનુ પણ ઓપરેશન કરાવ્યું હતું. જેથી દરરોજ એરલાઇન્સ મારફતે કુલ 1,000 કિલોમીટરથી માતાનુ દૂધ દિલ્હી મોકલવામાં આવતુ હોવાની ઘટનાએ  વિશ્વમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post