એક અફવા ફેલાઈ અને આ શહેરમાં ઉમટી પડ્યા લોકો કોન્ડમ ખરીદવા

કોરોના વાયરસથી દુનિયામાં અત્યાર સુધી 1500થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. લોકોમાં ડર એટલી હદે વ્યાપી ગયો છે કે લોકો વસ્તુને અડવાથી પણ ડરે છે. ચીન બાદ સિંગાપુરમાં કોરોના વાયરસએ પોતાનો અડ્ડો બનાવ્યો છે. અહીંની સરકારે કોરોના ઉપર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સિંગાપુરમાં કોરોના વાયરસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર થયા બાદ અહીંયાના માર્કેટમાં માસ્ક ખરીદવા માટે ભીડ ઉમટી પડી છે અને જ્યારે ખતમ થઈ ગયા તો લોકોએ કોન્ડોમ ની ખરીદી શરૂ કરી દીધી છે. હવે પરિસ્થિતિ એવી છે કે સિંગાપુરની મેડિકલ દુકાનોમાં કોન્ડોમ પણ ખલાસ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર લોકો કોન્ડોમથી કોરોનાવાયરસ દ્વારા બચવાના સૌથી સફળ તુક્કાઓ જણાવી રહ્યા છે.લિફ્ટ નું બટન હોય કે બિલ્ડીંગનો દરવાજો ખોલવા હોય તો લોકો હાથમાં કોન્ડમ પહેરી તેને ખોલી રહ્યા છે.
સિંગાપુરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગાપુરમાં કોરોનાને લઈને ભાય એટલો બધો વધી ગયો છે કે ત્યાંના પ્રધાનમંત્રી લી હિસેનએ 9 મિનિટનો રાષ્ટ્રને નામ સંદેશો આપતા વાયરસથી સતર્ક રહેવાની અપીલ કરી છે.
પછી શું હતું કોરોના ને લઈને આખા સિંગાપુરમાં ડર ફેલાયો કે મેડિકલની દુકાનો પર ખૂબ ભીડ આવવા લાગી અને લોકો સેનેટાઈઝર, માસ્ક મોટી સંખ્યામાં ખરીદી પોતાના ઘરે લઈ ગયા.
સેનેટાઈઝર અને માસ્કની અછત હોવાથી લોકોએ કોન્ડોમ ની ખરીદી ચાલુ કરી અને જોતજોતામાં જ ઘણા મેડિકલ સ્ટોર ખાલી થઈ ગયા.
જણાવી દઈએ કે આ વાયરસના કારણે ચીન બાદ સિંગાપુર માં સૌથી વધારે લોકો સંક્રમિત મળી આવ્યા છે. અહીંયા અત્યાર સુધી 58 લોકો કરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……