ફાસ્ટફૂડના જમાનામાં ક્યારેય બીમાર નથી પડ્યા આ દંપતી- જાણી લો કામ લાગશે

Share post

બહાર 40 ડિગ્રી જેટલું ઊચું તાપમાન હોવા છતા પણ આ દંપતિ એક એવા ઘરમાં રહે છે, જ્યાં એક પણ પંખો નથી. આ ઘરની જગ્યા એક જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે, જ્યાં કોઈપણ પ્રકારનો શહેરનો અવાજ નથી. આ દંપતીએ પોતાના માટે એક એવું વાતાવરણ બનાવ્યું છે,કે જે પ્રકૃતિની ખૂબ જ નજીક છે અને તેમની આ મહેનતનું ફળ તેમને સારા સ્વાસ્થ્યના રૂપમાં મળી રહ્યું છે. છેલ્લાં 17 વર્ષોમાં આ દંપતિને એકવાર પણ દવા લેવાની જરૂર નથી પડી.

જ્યારે હરી અને આશા બંનેના લગ્ન થવાના હતા, ત્યારે તેમણે એક કાર્યકમમાં ઘણાં અન્ય પર્યાવરણ પ્રેમીઓને પણ બોલાવ્યા. દરેક અતિથીનું સ્વાગત ફળો અને કેરળની પારંપરિક મીઠાઈ પાયસમથી કરવામાં આવ્યું હતું. હરી કન્નૂર સ્થાનિક જલ પ્રાધિકરણમાં એક કર્મચારી છે, જ્યારે આશા ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવાં માટે પ્રોત્સાહન આપતી ટીમ સાથે જોડાયેલી છે. આ બંનેને પ્રકૃતિ સાથે ખૂબ જ પ્રેમ છે અને તેમનો આ પ્રેમ તેમની જીવનશૈલીમાં દેખાય આવે છે.

તેમણે એક એવી જગ્યા બનાવવાનું નક્કી કર્યું જે ઊર્જાથી ભરપૂર હોવાની સાથે-સાથે પ્રકૃતિની ખુબ જ નજીક હોય. આથી તેમનું 960 સ્કે. ફૂટ જગ્યામાં ઘર બનાવવા માટે તેમણે કેરળના આદિવાસીઓના ઘરમાંથી પ્રેરણા લીધી, કે જેઓ આ રીતે માટીના ઘરોમાં રહે છે. દિવસ દરમિયાન ઘર અંદરની હવા સૂર્યની ગરમીથી ગરમ થાય ત્યાં સુધીમાં તો સાંજ પડી જાય છે અને વાતાવરણ પાછું ઠંડુ થઈ જાય છે. ઘરમાં હવા-ઉજાસ રહેતી હોવાથી પંખાની જરૂર પડતી નથી.

આ ઘરમાં લાઈટનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે. તેમના ઘરમાં ફ્રીઝ પણ નથી. મોટાભાગે તેઓ પોતાના ઘરે જ ઉગાડવામાં આવેલા તાજાં શાકભાજી અને ફળો જ ખાય છે. ક્યારેક કોઈ ખાવાની વસ્તુને સાચવીને રાખવી પડે તો તેને માટે રસોડામાં એક ખૂણામાં માટીનો ઘડા માં મુકવાથી તેને સંપૂર્ણરીતે રેતીથી ઢાંકી દેવામાં આવે છે, તેમાં મુકેલી વસ્તુ  7 દિવસ સુધી ખરાબ નથી થતી. સાથે જ તેમણે સોલાર પેનલ પણ લગાવી છે અને તેમનું રસોડું બાયોગેસથી ચાલે છે. ઘરમાંથી જ નીકળતા કચરા અને મળમાંથી આ બાયોગેસ બનાવવામાં આવે છે. તેમણે ઘરની આજુબાજુ ઘણી જાતનાં વૃક્ષો અને છોડ વાવ્યા છે. તેને માટે તેમણે પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કર્યો છે. ઘરની આજુબાજુ બનાવવામાં આવેલ જંગલ હવે ઘણાં પક્ષીઓ અને પ્રાણીઓનું  નિવાસ-સ્થાન બની ગયું છે.

આ દંપતિ આગળ જણાવતાં કહે છે કે, પ્રાકૃતિક જીવન જીવવાથી તેમના શરીરને ઘણો ફાયદો થયો છે. છેલ્લાં 17 વર્ષોથી તેમણે ક્યારેય પણ દવા નથી લેવી પડી. શુદ્ધ ભોજન અને શરીરના પ્રાકૃતિક સ્વભાવની સાથે છેડતી ન કરવાને કારણે આ બંનેના શરીરને કોઈપણ ગંભીર બીમારી નથી થઈ. હરી જણાવતા કહે છે કે, ક્યારેક તેમને શરદી થઈ જાય તો થોડો આરામ લઈ તેઓ ઘણું બધું પ્રવાહી પીવાથી અને ઉપવાસ કરવાથી તેમનું શરીર પાછું સ્વસ્થ થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post