દુધના બાથટબમાં નાહી રહ્યો હતો ડેરીનો કર્મચારી, વિડીયો વાયરલ થતા થયા ખરાખરીના ખેલ

Share post

હાલના મોટા ભાગના લોકો ડેરીનું દૂધ પી રહ્યા છે. ગામડાઓમાં જ આજે કદાચ દેશી ગાય અને ભેંસનું ઓરીજીનલ દૂધ પિતા હશે, પરંતુ શહેરોમાં તો પાવડર અને ભેળસેળ વાળું જ દૂધ પી રહ્યા છે. હાલ સોસીયલ મીડિયામાં એવો વિડીયો વાયરલ થઇ ગયો છે કે, જોનારા દરેક લોકોની આંખો પહોળી થઇ ગઈ છે. સમાન્ય રીતે તમે લોકોને પાણીના બાથમાં નાહતા જોયા હશે, પરંતુ દૂધથી ભરેલા બાથમાં કોઈ વ્યક્તિ નાહતો હોય તો કેવું વિચિત્ર લાગે?

અહિયાં એવી જ એક ઘટના સામે આવી છે. એક ડેરીમાં કામ કરતો કર્મચારી દુધથી ભરેલા બાથમાં બેસીને નહાઈ રહ્યો છે. જેનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો સોસીયલ મીડિયામાં સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અને જેમ જેમ લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે તેમ તેમ આ વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વધારે વેગ પકડી રહ્યો છે.  આ વિડીયો સામે આવતા ડેરીના પ્લાન્ટ સાથે સંકળાયેલા વહીવટીતંત્રે જણાવતા કહ્યું હતું કે, આ વિડીયોમાં દેખાઈ રહેલું દૂધ ખરેખર સફાઈ કરવાનું પાણી અને સાદું પાણી છે. વહીવટીતંત્રના આ નિવેદનને લોકો બચવાનું જુઠ્ઠાણું ગણાવી રહ્યા છે. આ વિડીયો વાયુવેગે વાયરલ થતા ડેરી પ્લાન્ટના વહીવટીતંત્રે બાથમાં નાહી રહેલા વ્યક્તિને કાઢી મુક્યો છે. સાથે-સાથે લોકો એમ પણ કહી રહ્યા છે કે, જો આ કર્મચારી પાણીમાં નાહતો હતો તો, તેને નોકરી માંથી કેમ કાઢી મુક્યો?

ખરેખર આ ઘટના તુર્કી દેશની છે. અહિયાં તાત્કાલિક લોકોએ એક ડેરી પ્લાન્ટને બંધ કરાવી દીધો છે. જેનું એકમાત્ર કારણ એ જ છે કે આ ડેરીમાં કામ કરતો એક કર્મચારી દુધથી ભરેલા બાથમાં સ્નાન કરી રહ્યો હતો. અને આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. આ કારણોસર થયાના લોકોએ આ ડેરીને બંધ કરવાનું ઝુંબેશ ઉઠાવી હતી. ખરેખર આ વિડીયો ટીકટોકમાં વાયરલ થઇ હતી. આ વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘણા વપરાશકર્તાઓ આ વિડીયો જોઇને ખુબ જ ગુસ્સે થયા હતા. વાયરલ થયેલા આ વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે એક ડેરી કર્મચારી દુધથી ભરેલા બાથમાં એવી રીતે સ્નાન કરી રહ્યો છે કે, એ જાણે પાણીથી ભરેલા બાથમાં સ્નાન કરતો હોય… વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક ટબથી આ વ્યક્તિ પોતાના પર દૂધ રેડી રહ્યો હોય…

આ ફૂટેજના પર્દાફાશ બાદ સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સો આવ્યો અને ટૂંક સમયમાં આ વીડિયો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગ્યો. જોકે, ડેરી પ્લાન્ટ સાથે સંકળાયેલા વહીવટીતંત્રે કહ્યું છે કે તે દૂધ નહીં પણ સફાઇ પ્રવાહી અને પાણી હતું. ડેરીનું નામ બચાવવા અથવા પોતાનો ધંધો બચાવવા આ દૂધ અને પણ પાણી છે એવું કહ્યું છે, આવું ત્યાના લોકોનુ કહેવું છે. આ ઘટના બાદ ડેરી વ્યવસ્થાપને આ કર્મચારીને ઘરભેગો કરી દીધો છે.

અહેવાલો અનુસાર, વીડિયો કોન્યાના સેન્ટ્રલ એનાટોલીયનમાં આવેલા એક ડેરી પ્લાન્ટમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં, જે વ્યક્તિ દૂધના પૂલમાં બેઠો જોવા મળે છે તેનું નામ એમ્રે સાયર છે, જે વ્યક્તિએ આ વીડિયો અપલોડ કર્યો છે તેનું નામ યુગુર તુર્ગુત છે. ત્યાના તંત્રએ આ બંને વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

બદનામી કરવાનું કાવતરું: ડેરી પ્લાન્ટ એડમિનિસ્ટ્રેશન
ડેરી પ્લાન્ટના વહીવટનું માનવું છે કે આ વિડિઓ ફક્ત કંપનીની છબીને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવી છે અને આ વિડિઓમાં વપરાતા પ્રવાહી બોઈલરને સાફ કરે છે. આ જ કોન્યા એગ્રિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી મેનેજર અલી એર્ગિને આ ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે અને તેઓએ ફેક્ટરી બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ ડેરી પ્લાન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કારણ કે અહીં કેટલાક આવા સંજોગો જોઇ શકાય છે જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ ઉપરાંત આ ડેરી પ્લાન્ટ ઉપર દંડ પણ લગાવવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post