ગુજરાત: કપાસ-મગફળીના ગોડાઉનમાં આગ લગાડી ખેડૂતને મોતને ઘાટ ઉતારી દીધો? જાણો કયાની છે ઘટના

Share post

મોદી સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ 3 નવાં કૃષિ કાયદાને લઈ દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન દરમિયાન 20 થી પણ વધારે ખેડૂતોના મોત થઈ ચુક્યા છે. આવા સમયની વચ્ચે હાલમાં રાજ્યમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલ ગરણી ગામમાં એક ખેતરમાં મોડી રાત્રે કપાસ તથા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી.

વહેલી સવારમાં સ્થાનિક લોકોને જાણ થતાંની સાથે જ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દરમિયાન ફાયર વિભાગની ટીમને વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને કારણે ગોડાઉન સળગાવી ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાની આશંકા રહેલી છે. જેને લીધે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી :
મળી રહેલ જાણકારી પ્રમાણે ગત મોડી રાત્રે બાબરા તાલુકાના ગરણી ગામમાં એક ખેડૂતના ખેતરમાં કોઈપણ કારણસર આગ લાગી હતી. આ આગ કપાસ તથા મગફળીથી ભરેલ ગોડાઉનમાં લાગી હતી. જે આગની જાણ સ્થાનિકોને વહેલી સવારમાં થતાંની સાથે જ ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતા તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ગોડાઉન સળગાવી ખેડૂતની હત્યા થઈ હોવાની આશંકા :
ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન ફાયર વિભાગની ટીમને ખેડૂતનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જેને કારણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. ગોડાઉન સળગાવીને ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાની આશંકા રહેલી છે. જેથી કોઈ હત્યા કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે. તે સમગ્ર મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પછી જ સમગ્ર હકિકત સામે આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post