સૌરાષ્ટ્રના આ ખેડૂતભાઈએ પોતાની કોઠાસૂઝથી મોંઘા ટ્રેક્ટરોને પણ ટક્કર આપે એવું ઇલેક્ટ્રિક હળ નજીવી કિંમતમાં બનાવ્યું
એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીરે- ધીરે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતોની માટે સહજ ખર્ચાળ હોય ત્યારે આ ખેતીને સસ્તી કરવા માટે અવનવા સાધનોની શોધ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કરતા રહેતાં હોય છે. આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતનાં ભાવનગર જીલ્લામાં આવેલ સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આની માટે એક જુગાડ બાઈક બનાવી છે.
જુગાડ બાઈકમાં વિઘાદીઠ 35 રૂપિયાનો ખર્ચ :
આ જુગાડ બાઈકનો વિવિધ કામમાં આસાનીથી ઉપયોગ કરી શકાય છે. તે ટ્રેકટર અથવા તો મિનિ ટ્રેક્ટર જેવા સાધનો કરતા 80% સસ્તું તથા આસાન બની રહે છે. ટ્રેક્ટરથી વિઘાદીઠ માત્ર 300નો ખર્ચ થાય છે. આ જુગાડ બાઈકમાં વિઘાદીઠ માત્ર 35 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાઈકની અંદર કારનું ડિફ્રેશન સહિતનું ગીયર બોક્સ ફિટ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે તાકાતમાં ખૂબ વધારો થાય છે.
જુગાડ બાઈક બનાવી ખેડૂતે ખેતીનું કામ સરળ કરી દીધું :
આ અંગે જયેશભાઈએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ખેતીમાં બળદ, ટ્રેક્ટર અથવા તો મિનિ ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. આજના સમયમાં કાયમી બળદની જોડી પોતાના ઘરમાં રાખવી સામાન્ય ખેડૂતને પોષાય તેમ નથી. બળદોની દેખરેખ રાખવા પાછળ જ સમય જતો રહે છે. જે દિવસે ખેતી કરવી હોય તે દિવસે વહેલી સવારમાં જાગીને બળદોને નીરણ નાખી ધરાવવા પડે છે તેમજ ખેતરમાં પણ સમયાંતરે બળદો થાકી જાય ત્યારે સાતી ઉભું રાખી દેવું પડે છે. આથી સામાન્ય ખેડૂતો બળદ રાખવાની જગ્યાએ સાતી ભાડે કરીને ખેતી કરતા હોય છે.
મોંઘાદાટ ટ્રેક્ટર લેવા સામાન્ય ખેડૂતોને પોષાતા નથી :
જયેશભાઈએ કહ્યું હતું કે, આવું જ ટ્રેક્ટરનું છે કે, જેને પણ ખેડૂતો ભાડે કરીને વાવણી, નિંદામણના કામો કરતા હોય છે પરંતુ નાના ગામમાં અમુક ખેડૂતોની પાસે જ બળદ અથવા ટ્રેક્ટર હોવાંથી ભાડે રાખીને ખેતી કામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર અથવા તો બળદના માલિકોના સમય પ્રમાણે તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે.
આ બધી જ બાબતોનો તોડ મેં શોધી કાઢ્યો તથા મારી કોઠાસૂઝને આધારે જુગાડ બાઈક બનાવ્યું છે. મેં મારા જૂના ડિસ્કવર બાઈકમાં કારનું ડિફ્રેશન તથા ગીયર બોક્સને જુગાડ બાઈકમાં ફીટ કરાવ્યું છે. આ જુગાડ બાઈક બનાવવા પાછળ મારે કુલ 30,000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ જુગાડ બાઈક નિંદામણ સહિતના વિવિધ ખેતી કામોના ઉપયોગમાં આવી શકે છે.
જુગાડ બાઈકની પાછળ ટ્રોલી જોડી શકાય તેવી સુવિધા :
આ જુગાડ બાઈકને માટીના ઢેફાની વચ્ચે પણ સરળતાથી ચાલી શકે છે તેમજ વળાંક સહિતની કામગીરી સરળ બની જાય છે. ફક્ત 30,000 રૂપિયાની કિંમતમાં તૈયાર થતું આ જુગાડ બાઈક કે જેમાં વાવણીની સાથે જ નિંદામણના કામો જેમાં કળીયુ, ચાહણો, બેલી, બેલો, દોઢીયો ચાલી શકે છે તથા પાછળ હળને બદલે ટ્રોલી લગાવી નીરણ વગેરે વાડીએથી ઘરે તેમજ ઘરેથી વાડીએ પણ લઇ જઈ શકાય છે.
વરસાદ પછી 2 દિવસ બાદ જુગાડ બાઈક ખેતરમાં ચાલી શકે છે :
વરસાદની સિઝનમાં વરસાદ પડી ગયા પછી 5 દિવસ પછી ખેતરોમાં નિંદામણ વગેરેની કામગીરી સાતી અથવા ટ્રેક્ટર દ્વારા થઇ શકે છે પરંતુ આ જુગાડ બાઈક દ્વારા 2 દિવસ બાદ પણ કામગીરી કરી શકાય છે. આની ઉપરાંત આ બાઈકમાં મુકવામાં આવેલ સેટિંગને લીધે કોઈપણ પ્રકારની જમીન પર તેની ક્ષમતા પ્રમાણે કામગીરી કરી શકાય છે. પોચી જમીનમાં જુગાડ બાઈક સરળતાથી ચલાવીને ઈંધણનો પણ ખુબ ઓછો વપરાશ થાય છે. કઠણ જમીનમાં પણ જુગાડ બાઈક ચલાવી શકાય છે પણ પોચી જમીનની તુલનાએ ઈંધણનો વપરાશ વધુ થાય છે.
જુગાડ બાઈકમાં સાતી ચલાવવા એક વ્યક્તિને પાછળ રહેવું પડે છે :
જયેશભાઈએ કહ્યું હતું કે, જુગાડ બાઈક ખેતરમાં ચલાવતી વખતે એક વ્યક્તિએ સાતી પાછળ રહેવું પડે છે. પાછળ રહેતી વ્યક્તિ જરૂર પ્રમાણે જમીનમાં સાતી પર ભાર રાખે છે તથા નિંદામણ કામ સરળ કરે છે. જુગાડ બાઈક ટ્રેક્ટરની જેમ રિવર્સમાં પણ ચલાવી શકાય છે. જેથી શેઢા પાસે જઈ નિંદામણ કામ કરી શકે છે. સસ્તી ખેતીનો એકમાત્ર વિકલ્પ આ જુગાડ બાઈક છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…