મહેસાણાના ખેડૂતે વિડીયો જોઈને કરી વિદેશોમાં મળતા કિંમતી ફળોની ખેતી- અત્યારે થઇ રહી છે લાખોની કમાણી

Share post

હાલનો સમય એ ટેકનોલોજીનો સમય છે. હાલનાં સમયમાં તમામ વસ્તુ ઓનલાઈન થઈ જવાથી લોકોને પણ ખુબ જ સરળતા પણ રહે છે.  હાલમાં જ આવી એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂતે ટેકનોલોજીની મદદ લઈને ઘણી આવક માત્ર ખેતીમાંથી જ મેળવી છે.

હવે તો ખેડૂતો પણ ઓનલાઈનથી નવું કઈને કઈક શોધીને ખેતીમાં કેવી રીતે નવીનતા લાવવી તથા ઓછી મહેનતમાં વધારે આવક મેળવવાનાં ઉપાયો શોધતા થઇ ગયા છે. મહેસાણામાં આવેલ નંદાસણનાં ખેડૂતે ઓનલાઈન થાઈલેન્ડનાં ડ્રેગન ફ્રુટની જાણકારી મેળવીને પોતાનાં જ ખેતરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. માત્ર 1 જ વર્ષમાં આ ખેડૂતને લાખોની આવક પણ થઈ થશે.

મહેસાણામાં આવેલ નંદાસણમાં રહેતા વિપુલ પટેલે ડ્રેગન ફ્રુટની આ ખેતી કરી છે. મહેસાણા જિલ્લામાં રૂટિન પાકમાં ખોટ  જવાંને કારણે ખેડૂતો બાગાયતી પાક બાજુ વળ્યા છે. અપૂરતો વરસાદ તેમજ નહેરમાં નિયમિત પાણી ન મળતાં મહેસાણા જિલ્લાનાં ખેડૂતો ખુબ જ પરેશાન છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર આ સૌ પ્રથમ ખેડૂત છે.

ડ્રેગન ફ્રુટની ખેતી કરવાં માટે બળદેવભાઈ તથા એમનાં પુત્રએ ઈન્ટરનેટની મદદ લીધી હતી. કુલ 10-12 મહિના સર્ચ કરીને અભ્યાસ કરીને પોતાના જ વિસ્તાર એવા નંદાસણમાં આવેલ ખેતરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. થાઈલેન્ડમાં થતા ખુબ જ મોઘાદાટ ડ્રેગન ફ્રુટની પ્રતિ કિલોની હાલમાં કિંમત કુલ 200-300 રૂપિયા છે.

વિપુલભાઈએ પોતાના જ ખેતરમાં કરેલ ડ્રેગન ફ્રુટનાં 1 થાંભલે 1 છોડમાંથી પહેલાં જ ઉત્પાદનમાં કુલ 4-5 કિલો ઉત્પાદન થશે. માત્ર 3 વીઘામાં વાવેલ ડ્રેગન ફ્રુટની બીજા વર્ષે ઉત્ત્પાદન પણ બમણું થઇ જાય છે, અને કુલ 12-15 કિલો ઉત્પાદન પણ મળે છે.

ડ્રેગન ફ્રુટ એક બારમાસી ચડતાં ત્રિકોણાકારની સાથે જ માવાવાળું, વેલા પ્રકારનું કેક્ટસ પ્રજાતિનું જ એક ફળનો પાક છે. જે દુનિયામાં પહેલો એક સજાવટી છોડ તરીકે તથા ત્યારપછી ફળપાક તરીકે પણ માન્યતા પ્રાપ્ત કરેલ છે. એનાં ફળ મોટાભાગની લીલા ભીંગડા તેમજ નાના કાળા બીજની સાથે સફેદ અથવા તો લાલ રંગના ફ્લેશની સાથે સંયુક્ત તેજસ્વી લાલ ત્વચાની સાથે સુંદર તથા સ્વાદિષ્ટ પણ લાગે છે.

ફૂલ તો તેનાંથી પણ વધારે સુંદર છે, કે જે ‘નોબલ વુમન’ તથા ‘રાતરાણી’ તરીકે હુલામણા નામથી પણ ઓળખાય છે. ડ્રેગન ફ્રુટને સારી રીતે ઓસ્ટ્રેલિયા, ચાઇના, ઇઝરાયેલ, મલેશિયા, નિકારાગુઆ, તાઇવાન તેમજ વિયેતનામ સહિતમાં એક નવાં જ પાક તરીકે પણ સ્થાપિત થયેલ છે. વિયેતનામમાં એ એક મુખ્ય નિકાસ પાક રહેલો છે. ભારતમાં પણ આ ફળનું વ્યાપારીક ધોરણે વાવેતર ખુબ જ તેજીથી શરૂ થયેલ છે.

બળદેવભાઈ પટેલ તથા તેમનાં પુત્ર વિપુલ પટેલે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે વડોદરા પાસેથી ડ્રેગન ફ્રુટનાં છોડ પણ લાવ્યા હતાં. એમનાં જણાવ્યા પ્રમાણે આ પાકમાં રોગ પણ આવતો નથી. ખાતર પણ ખુબ જ ઓછું જોઈએ છે. પાણી પણ માપનું જ જોઈએ છે. પ્રથમ વર્ષે છાયડો હોવો જ જોઈએ જેનાંથી નરમ છોડ સચવાઈ રહે છે. તેમજ બીજા વર્ષથી એનું કટિંગ પણ કરવું પડે છે. દર વર્ષે 8-9 મહિનામાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન પણ મેળવી શકાય છે.

આ બાબતે બળદેવભાઇએ જણાવતાં કહ્યું કે, મારા પિતાને નેટ પરથી જ આની પ્રેરણા મળી હતી. કુલ 12 મહિના સંશોધન પણ કર્યું હતું. માર્કેટ જોયું. કોને વાવેલું છે એ જોયું. કચ્છ તેમજ ડીસાનાં ખેડૂતોનો અભિપ્રાય પણ લીધો હતો. ફ્રુટનું સર્ચ માર્કેટનું પણ કર્યું હતું. ઉત્પાદન ખર્ચ નેટ પર પણ તપાસ કરી હતી. મેં કુલ 3 વીઘામાં જ વાવ્યા છે. સાહસ કર્યું છે, કે કેવું થાય છે. ગત વર્ષે કુલ 200-300 પ્રતિ કિલોનાં ભાવ હતો.

કુલ ખર્ચ માત્ર 5-6 લાખ જ થયો છે. થાંભલા, ડ્રીપ ઈરીગેશન, સહિતનો ખર્ચ જ થયો છે. 1 વર્ષે ફ્રુટ સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. 1 થાંભલે કુલ 4-5 જ કિલો થાય છે. બીજા વર્ષે તો કુલ 12-15 કિલો પણ થાય છે. ત્રીજા વર્ષથી ફરી રેગ્યુલર જ આવે છે. આ ફ્રુટ કુલ 8  મહિનામાં દર વર્ષે આવે છે. આની ખેતી તમામ વાતાવરણમાં જ થાય છે. આનાથી રોગ પણ આવતો નથી.

ખાતર પણ ખુબ જ ઓછું જોઈએ છે. પાણી પણ માપમાં જ જોઈએ છે. પ્રથમ વર્ષે માત્ર છાયડો જ જોઈએ. નરમ છોડ હોય છે. સુરક્ષા માટે છાયડો કરવાનો હોય છે. બીજા વર્ષથી એનું કટિંગ પણ કરવું પડે છે. લેબર પણ ખુબ જ ઓછું થાય છે. વિકાસ પણ ખુબ જ ઝડપથી થાય છે. ફ્રુટ આવવાની શરુઆત તો નવમાં મહિનાથી થઈ જ જાય છે. બીજા વર્ષે તો દર 8 મહીને આવિ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post