બિલ્ડરે જમીનનાં 2 કરોડ રૂપિયા પડાવી, જગતનાં તાતને હિચકારૂં કૃત્ય કરવાં માટે કર્યો મજબુર -સ્યુસાઈડ નોટમાં લખ્યું…

Share post

રાજ્યમાંથી ઘણીવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે. કોરોના મહામારીની સાથે જ સમગ્ર રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓમાં પણ સતત વધારો જ થતો જાય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરત શહેરમાં આવેલ રાંદેર-દાંડી રોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતાં ખેડૂતે જમીનનાં ‌વિવાદમાં આપઘાત કરી લેતાં હોબાળો મચી જવા પામ્યો છે. ખેડૂતે સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

કિરીટ પટેલ નામનાં ખેડૂતે અચાનક આત્મહત્યા કરી લેતાં ઘણાં પ્રશ્નો ઉભા થયા છે. જેનું કારણ છે કે, કિરીટ પટેલે આત્મહત્યા કરી એની પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. મોટી વેડ ગામની એક ‌કિંમતી જમીન મૃતક ખેડૂતે મગન દેસાઇ નામનાં ‌બિલ્ડર ગ્રુપને કુલ 2 વર્ષ અગાઉ વહેચી દેવામાં આવી હતી. જો કે, આ જમીનનાં પૈસા ચુકવવામાં આવ્યા ન હોવાંથી આ‌‌ર્થિક ‌સંકડામળમાં મુકાયેલ ‌કિરીટ પટેલે ગુરૂવારની રાત્રે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.

કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં જણાવતાં કહ્યું હતું કે, મારા પર લેણદારોનું દબાણ ખુબ વધી ગયું છે તથા મગન દેસાઈએ મને મારા પૈસા આપ્યા નથી. જેને કારણે હું આ પગલું ભરી રહ્યો છું. આપઘાત કરતાં પહેલા ‌કિરીટ ધીરજભાઇ પટેલે પોલીસને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું. મારી પાસે વ્યાજવાળા દબાણ કરી રહ્યાં છે. આવી મંદીમાં હું ક્યાંથી રૂપિયા લાઉં. મારે મગન દેસાઇની પાસેથી રૂપિયા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે.

ગુરુકૂળ ચોકી પર પણ મે તમામ સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે પણ તમે સાંભળજો. વ્યાજવાળાનાં નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઇ હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો. ઘણુ લખવાનું છે પરંતુ મારી પાસે સમય નથી. તમે તપાસ કરી લેજો, મને તમારી પર સંપૂર્ણ ભરોસો છે, હવે જહાંગીરપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વર્ષ 2018માં મોટી વેડ ગામની અંદાજે કુલ 2 કરોડની જમીન મૃતક ‌કિરીટ ડી. પટેલે ‌બિલ્ડર મગન દેસાઇને વહેંચી હતી. આ જમીનનાં પૈસા ‌કિરીટ ડી. પટેલે લેવાનાં બાકી ‌નિકળતાં હતાં. ‌કિરીટ પટેલને જમીનનાં પૈસા ચુકવવા વાયદા કરવામાં આવતાં હતા. બીજી બાજુ ‌કિરીટ પટેલને કુલ 2 સંતાન સ‌હિતના પ‌રિવારનું ભરણપોષણ કરવાનું હોય એમની માથે પણ ખુબ જ દેવું વધી ગયું હતું. જેને કારણે વ્યાજવાળા એમની પાસે ઉઘરાણી કરી રહ્યા હતાં. આ સમગ્ર ઘટના બાબતે પોલીસે સ્યુસાઈડ નોટ સહિત મૃતકનો મોબાઈલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post