પાક નિષ્ફળ જતા જગતના તાતે દિનરાત કરેલી મહેનતને જીવતી સળગાવી દીધી

Share post

આ વર્ષે ગુજરાતમાં ભારેથી-અતિભારે વરસાદ પડ્યો છે જેના કારણે મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય ગયા હતા. અને પાક નિષ્ફળ ગયો હતો. જેના કારણે રાજ્યમાં કેટલાક ખેડૂતોએ તો આપઘાત કરી લીધો છે. પરંતુ, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પાણીધરા ગામે એક ખેડૂતે મગફળીનો પાક નિષ્ફળ જતા 30 વીંઘા જમીન પર આગ લગાવી દીધી હતી. ખેડૂત ગીરીરાજસિંહ લખમણભાઈ સિસોદિયાએ પોતાના ખેતરમાં 30 વીંઘાના પાકમાં મગફળી વાવી હતી. જે પાક નિષ્ફળ જતા ખેડૂતે પોતાના આખે-આખો પાક સળગાવી દીધો હતો.

ગુજરાત રાજ્યમાં થોડા સમય પહેલા જ ભારેથી-અતિભારે વરસાદ પડતા જૂનાગઢ-સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. ગુજરાતમાં આવેલ ગીરની તળેટીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80 ટકા વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે અતિભારે વરસાદને કારણે મગફળી અને કપાસના ઉભા પાકોમાં પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ રોપેલા બિયારણ, ખરીદેલી દવા અને મજૂરીની રકમના રૂપિયા પણ ઉપજી શક્યા નથી.

ગુજરાતમાં આવેલ જુનાગઢમાં વસવાટ કરતા ખેડૂત ગીરીરાજસિંહ લખમણભાઈ સિસોદિયાએ પોતાના ખેતરમાં 30 વીંઘાનો પાક સળગાવીને કહ્યું હતું કે, ખેતરના પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. પણ છેલ્લા એક અઠવાડિયાથી તડકો નીકળતા મગફળી કાઢી નાંખી હતી. પાથરામાં મગફળીના બિયા નીકળ્યા ન હતા. તેથી મૂળિયા સહિત મગફળીનો પાક બાળી નાંખ્યો છે. જેના કારણે 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ બાબતે ખેડૂતોને શું મદદ કરશે?

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા પંજાબના ખેડૂતે પૂર્વ મુખ્યમંત્રીના ઘરની સામે જ ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત, આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢૂકી ગામના ખેડૂત પ્રતાપબાઈ વેગડે પણ પાક નિષ્ફળ જતા દવા પી લીધી હતી. ડૉક્ટરે તપાસના અંતે એમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ જામનગરમાં કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ગરીબોની કસ્તુરી એવી ડુંગળી પર સરકારે નિકાસ પ્રતિબંધ જાહેર કરી ખેડૂતોને અન્યાય કર્યો છે. જેના કારણે જથ્થાબંધ માર્કેટમાં પણ ડુંગળીના ભાવ મળતા નથી. જ્યારે મોટાં જથ્થામાં ડુંગળીની આવક થતી હતી ત્યારે સરકારે કેમ કોઈ ખેડૂતના હિતલક્ષી નિર્ણય ન લીધા. આ જ સ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે.

ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરના ખેડૂતો અત્યારે ભારે વરસાદના કારણે હતાશાનો સામનો કરી રહ્યા છે. લોકસભામાં ખેતી સંબંધી ત્રણ બિલ પાસ થતા ખેડૂતોને ખબર નથી કે, બિલ ફાયદો કરાવશે કે ખોટ. પણ આ મુદ્દે વિપક્ષોનો વિરોધ ધીમે ધીમે આગ સામે ગરમી પકડી રહ્યો છે. આ બિલનો સૌ પ્રથમ વિરોધ પંજાબથી શરૂ થયો હતો. જેને લઈને અકાલીદળના હરસિમરત કૌરે મોદી સરકારમાંથી રાજીનામું ધરી દીધું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post