કોરોનાના કાળ વચ્ચે મેમોથી બચવા યુવકે જોરદાર જુગાડ કર્યો પણ એક ભૂલને કારણે…

Share post

ઈ-મેમોથી બચવા માટે લોકો ઘણાં પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. પરંતુ, વલસાડ જિલ્લામાં કમાન્ડ કંટ્રોલની ટીમ દ્વારા એક વાહનચાલકને 3 સવારી કરતા પકડી પાડ્યો હતો. CCTV કેમેરાથી બચવા માટે આ યુવકે વાહનની નંબર પ્લેટ પર પણ માસ્ક લગાડી દીધું હતું. પરંતુ, તેની આ યુક્તિ સફળ પુરવાર થઈ ન હતી. કમાન્ડ કંટ્રોલની ટીમે જિલ્લા ટ્રાફિકની ટીમને પણ જાણ કરી હતી. બુધવારનાં રોજ જિલ્લા ટ્રાફિક ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ રોડ પરથી નંબર પ્લેટ પર માસ્ક લગાવનાર યુવકની પૂછપરછ પણ કરી હતી.

ત્યારપછી યુવકને પણ પકડી પાડ્યો હતો. યુવકને RTOનો દંડ ફટકારીને એનું વાહન પણ પકડી લેવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં એક યુવક 3 સવારીમાં જઈ રહ્યો હતો. ઈ-મેમોથી તેમજ CCTV થી બચવા માટે નંબર પ્લેટ પર પણ માસ્ક લગાવી દીધું હતું. તે મંગળવારે સિવિલ રોડથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ, કંટ્રોલ રૂમની ટીમ દ્વારા  CCTVમાંથી એને પકડી પાડ્યો હતો. જિલ્લા ટ્રાફિક ટીમની મદદથી આ યુવકને પકડી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ કમાન્ડ કંટ્રોલ રૂમની ટીમ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે જૂના CCTV ચેક કરવાની કામગીરી પણ શરૂ કરી હતી. 17 જૂલાઈના રોજ આ યુવક ધરમપુર ચોકડી નજીક બાઈકની સાથે જ ઊભો હતો. એ સમયે બાઈકની નંબર પ્લેટ પર પણ કોઈ માસ્ક ન હતું.જિલ્લા ટ્રાફિકની ટીમે બાઈકનો નંબર લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. બુધવારનાં રોજ સિવિડ રોડ પર જ્યારે આ યુવક 3 સવારી લઈને જતો હતો.

ત્યારે જ જિલ્લા ટ્રાફિક પોલીસે એને પકડી પણ પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળ્યું હતું કે, એનું નામ રાહુલ પ્રકાશ પટેલ છે. તે છીપવાડ, વાવડી ખાતે રહે છે, અને રેલવેમાં પણ તે કોન્ટ્રાક્ટમાં નોકરી કરી રહ્યો છે. સિવિલ રોડ પરથી વાંકી નદી પાસે તેઓ સમોસા ખાવા માટે જતા હતા. 3 સવારી તેમજ ઈ-મેમોથી બચવા માટે આ યુક્તિ અપનાવી હતી.

બાઈક ચાલક એ ગેરકાયદેસર રીતે કામ કરતો હોવાની આશંકાએ જ બુધવારે ખાસ વૉચ ગોઠવીને યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. આવું ટ્રાફિક પોલીસનાં PSI જગદીશ પરમારે જ જણાવ્યું હતું. આમ, આ યુવકને ટ્રાફિકના નિયમનો ભંગ ક્ર્વ્કનુ ભારે પડ્યું હતું. જ્યારે CCTVમાં પકડાયો ત્યારે પાછળ બેઠેલ વ્યક્તિએ પણ માસ્ક ન પહેર્યું હોવાનું રેકોર્ડ થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post