પેન્શનની મામુલી રકમ મેળવવા માટે 90 વર્ષના ભાભા પત્નીની હત્યા કરી પાપમાં પડ્યા, સમગ્ર ઘટના જાણી હ્રદય કંપી ઉઠશે

Share post

સમગ્ર દેશમાં જે રીતે કોરોનાનાં વ્યાપમાં સતત વધારો થતો જઈ રહ્યો છે એમ ચોરી,લુંટફાટ, હત્યાની ઘટનાઓમાં પણ વાયુવેગે વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. આંધ્રપ્રદેશમાં આવેલ ગુંટૂર જીલ્લામાંથી ચોકાવનાર ઘટના સામે આવી રહી છે.

અહીં પેન્શનના ફક્ત 2,250 રૂપિયા માટે 92 વર્ષનાં વૃદ્ધે પોતાની 90 વર્ષની પત્નીની હત્યા કરી નાંખી હતી. બંનેના લગ્ન 25 વર્ષ અગાઉ થયા હતા. હત્યાના આરોપી વ્યક્તીનું નામ સૈમુઅલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે વૃદ્ધ મહિલાનું નામ અપ્રાયમ્મા જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકારની તમામ પરિવારની પેન્શન સ્કીમ હેઠળ અપ્રામ્માને દર મહિને રૂપિયા મળી રહ્યા હતા.

પોલીસ પાસેથી મળેલ જાણકારી મુજબ સૈમુઅલ તથા અપ્રાયમ્માની વચ્ચે પેન્શનના રૂપિયાને લઈ ઝઘડો થયો હતો. ત્યારપછી સૈમુઅલને પોતાની લાકડીથી એની હત્યા કરી નાંખી હતી. ત્યારપછી આરોપીએ પોતાના પુત્રો તથા પૌત્રોને આ હત્યા અંગે જાણ કરી હતી. ત્યારપછી જ્યારે પાડોશીને જાણ થઈ કે, અપ્રાયમ્મા મૃત પડી છે તો આખા ગામમાં હોબાળો મચી ગયો.

એમના પુત્રોએ દાખલ કરેલ ફરિયાદને આધારે પોલીસે સૈમુઅલની અટકાયત કરી હતી. એને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલાને લઈ સોંદરુ પોલીસ નિરિક્ષક બી રમેશ બાબુના જણાવ્યા મુજબ સેમુઅલ છેલ્લા 10 વર્ષથી પોતાની પત્ની સાથે ગામમાં રહેતો હતો. દંપતીને કુલ 3 પુત્રીઓ તેમજ કુલ 3 પુત્રો તથા પૌત્રો છે. 3 નવેમ્બરનાં રોજ વહેલી સવારમાં 3.30 વાગ્યે એણે પોતાની પાસે રાખતી લાકડીથી પત્નીની હત્યા કરી નાંખી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post