હવે અમેરિકાને ગીર ગાયનો ફાયદો સમજાતા કરોડો જર્સી ગાય સાથે કરશે આવું કામ

Share post

રાજ્યના ગીરનાં આખલાના વીર્ય અમેરિકા મોકલવામાં આવશે. જેનાં કારણે અમેરીકા ગીર ગાય પેદા કરીને એનું શુદ્ધ દૂધ પીશે. કુલ 4 વેતર બાદ જર્સી ગાયો કે જે A-વન દૂધ આપે છે. એ સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયોમાં બદલાઈ જશે. જે A-2 દૂધ આપે છે. પહેલી જનરેશનમાં કુલ 50% નું પરિવર્તન આવશે ત્યારપછી બીજી વિયાણમાં કુલ 87% સુધી જશે તેમજ ત્રીજી વેતરમાં કુલ 90% ભારતીય ગીર ગાય બની જશે.

અમેરીકાની કુલ 95 મીલીયન ગાયો ભારતીય બની જશે. કુલ 1 મીલીયન બરાબર કુલ 10 લાખ એટલે કે કુલ 9 કરોડ ગાય અમેરીકામાં જર્શી પ્રકારની રહેલી છે. રાજ્યમાં બધી મળીને કુલ 24 લાખ ગાયની વસ્તી રહેલી છે. રાજ્યમાં દર વર્ષે લાખો ગાયોને જર્સી ગાયો કે વર્ણ શંકર ગાય પેદા કરવામાં આવે છે. કુલ 9,73,000 ગાય ક્રોસ બ્રિડની રહેલી છે. રાજ્યની તમામ ગાયોની વસ્તી કુલ 13,55,000 રહેલી છે. અગાઉ રાજ્યની કુલ વસ્તીમાં જર્સી ગાય વધારે હતી પરંતુ હવે એ ઘટતી જઈ રહી છે.

ભારતની ગાયોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોવાંને કારણે એનો નિભાવ ખર્ચ ખુબ ઓછો હોય છે. જો, અમેરિકાએ એમની ગાયોને ભારતનાં આખલાનાં સીમનથી ગર્ભાધાન કરાવવાની શરૂઆત કરશે તો એ ગાય આધારિત અર્થતંત્રની માટે બજારો પણ ખોલી દેવામાં આવશે. સીમનનાં માત્ર 1 ડોઝની કિંમત 1,000-1,500 રૂપિયા સુધીની હશે. જો એમના વાછરડાં મજબૂત થાય છે તો સીમનના કુલ 1 ડોઝની કિંમત 5,000 રૂપિયા સુધી પહોંચી જશે. આખી દુનિયામાં હાલમાં જર્સી ગાય ખુબ જાણીતી છે.

સંશોધન મુજબ જર્સી ગાયનાં છાણમાં પેથોજન્સ ટાઇપનાં જીવાણું રહેલાં હોય છે. જે મનુષ્ય તથા પ્રાણીઓમાં રોગ ફેલાવવા માટે કારણભુત બની શકે છે. જર્સી ગાયનું દુધ મનુષ્યની માટે જોખમી હોવાનું પણ એક રિસર્ચમાં સાબિત થયુ છે. આ ગાયનાં દુધમાંથી A-1 બીટાકેસીન ટાઇપનું પ્રોટીન મળ્યુ છે. જે માનવીનાં આરોગ્યની માટે ખુબ જ જોખમી હોવાનું વૈજ્ઞાનિકોનું જણાવવુ છે. જ્યારે એની તુલનામાં દેશી ગાયનાં દુધમાંથી A-2 બીટાકેસીન ટાઇપનું પ્રોટીન જોવાં મળ્યુ છે. જે ખુબ જ લાભદાયક છે.

એમાં પણ ગુજરાતની ગીર તેમજ કાંકરેજની ગાયનું દુધ આરોગ્યની માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.ગીર ગાયનું મુળ ગુજરાત હોવાં છતાં આખી દુનિયામાં ગીર ગાયની વસ્તી સૌથી વધારે બ્રાઝિલ દેશમાં રહેલી છે. એટલે કે, ભારત ગીર ગાયની મહત્તા આંકવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે બ્રાઝિલ ગીર ગાયની ઉપયોગીતા સમજી રહ્યો છે. ગીર ગાયની પ્રજાતિને બ્રાઝિલમાં કાળજી રાખવામાં આવી રહી છે. સત્તાવાર આંકડા મુજબ દુનિયામાં સૌથી વધારે ગીર ગાય ધરાવતો દેશ બ્રાઝિલ છે.

એક સમયે બ્રાઝિલની ગણના વિકસીત દેશ તરીકે કરવામાં આવતી ન હતી. એનું અર્થતંત્ર ખુબ જ નબળુ હતું પણ ગીર ગાયની ઉપયોગીતા સમજ્યા પછી બ્રાઝિલનું અર્થતંત્ર પાટા પર આવી ગયું છે. હાલમાં બ્રાઝિલની ગણના વિકસીત દેશ તરીકે કરવામાં આવે છે.રાજ્‍યમાં કુલ 101  લાખ પરિવાર પૈકી કુલ 42 લાખ પરિવાર એટલે કે 41.58% પશુપાલન વ્‍યવસાયની સાથે સકળાયેલ છે તથા એ  પૈકી કુલ 13.60  લાખ પરિવાર એટલે કે  કુલ 13.46% ગરીબી રેખાની નીચે જીવન જીવતા પરિવાર છે.

જેની માટે પશુપાલનનો વ્યવસાય એમના પરિવાર માટે એકમાત્ર આજીવિકાનો સ્રોત રહેલો છે. રાજ્‍યની આવકમાં પશુધન ઉત્‍પાદનનો નોંધપાત્ર હિસ્‍સો રહેલો છે. કારણ કે, પશુધન પેદાશ તેમજ આડ-પેદાશના ઉત્‍પાદનમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્‍યમાં પશુધન ક્ષેત્રમાંથી વર્ષ 2012-’13 નાં અંદાજોમાં કુલ 31,204 કરોડની આવકનો અંદાજ રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…