સુરતમાં છેલ્લા 48 કલાકમાં એટલો વરસાદ નોંધાયો કે, આ વિસ્તારોમાં 2006ના પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં ચોમાસાની પણ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર દક્ષીણ ગુજરાતમાં પણ થોડાં દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલમાં અતિભારે વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યાં છે.

ચોમાસાની વિદાયને માત્ર 30 દિવસ બાકી રહ્યાં છે ત્યારે સમગ્ર રાજ્યમાં સિઝનનો કુલ 66% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ગુરુવારનાં રોજ રાજ્યનાં કુલ 252 તાલુકામાંથી કુલ 228 તાલુકામાં કુલ 2 મિમિ થી લઈને કુલ 11 ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સુરતમાં આવેલ માંડવીમાં કુલ 11 ઇંચ તથા આણંદમાં સાંજે 6 વાગ્યાથી શરૂઆત થયેલ વરસાદ રાત્રીનાં કુલ 1 વાગ્યા સુધીમાં કુલ 9 ઈંચ જેટલો ખાબક્યો હતો.

લખતરમાં પણ કુલ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં પણ કુલ સાડા ચાર ઇંચ વરસાદની વચ્ચે ઓવરબ્રીજ નીચે ભરાયેલ પાણીમાં ST બસ ફસાઈ જતાં બધાં મુસાફરોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા. તો આ બાજુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલ જૂનાગઢ, અમરેલી, પોરબંદર તથા ગીર-સોમનાથ જિલ્લામાં પણ કુલ અડધા ઇંચથી લઇને કુલ 3 ઇંચ સુધીનો વરસાદ થયો છે.

સુરત શહેર તેમજ જિલ્લામાં કુલ 2 દિવસથી અતિભારે વરસાદથી જનજીવનને ઘણી અસર પહોંચી હતી. સુરત શહેરની બધી જ ખાડીઓએ ભયજનક સ્તર વટાવ્યું છે. જેમાં મીઠીખાડી ઓવરફલો થતાં પર્વતગામનાં ખાડી કિનારે નિચાણવાળા વિસ્તારમાં કુલ 2-3 ફૂટ સુધીનું પાણી ભરાઇ ગયુ હતું.

સુરત શહેરમાં પણ ગત માત્ર 48 કલાકમાં કુલ 9 ઇંચ વરસાદ પડતાં વરસાદની સીઝનનો કુલ 85% ક્વોટો પુરો થઇ ગયો છે. આ બાજુ નવસારીમાં કુલ 3.5 – 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લામાં આવેલ જાંબુઘોડામાં પણ રાત્રે કુલ 4 ઇંચ જેટલાં વરસાદમાં એક મકાન ધરાશાયી થતાં જ કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.

તાલુકાનાં ઘણાં ગામડાનાં કોતરો, નાળા છલકાઈ જતાં ઘણાં ગામડાઓ તો સંપર્ક વિહોણા બનતાં જ લોકો હાલાકીમાં પણ મુકાઈ ગયાં હતાં.હવામાન વિભાગનાં અધિકારી દિલીપ હિંદિયા જણાવતાં કહે છે, કે રાજસ્થાનની ઉપર અપર એર સરક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઇ છે.

બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ લૉ પ્રેશર એરિયા બનતાં રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી મોનસૂન ટ્રફ પણ બની ગઈ છે. જેનાંથી ઉત્તર ગુજરાતની સાથે જ રાજ્યમાં ઘણાં સ્થળોએ કુલ 2 દિવસથી અતિભારે વરસાદ પણ થઇ શકે છે.સમગ્ર ઉત્તર ગુજરાતને વરસાદ આપતી કુલ 2 સિસ્ટમ પણ સક્રિય થઇ છે.

આગામી 17 ઓગસ્ટ સુધી સાર્વત્રિક મધ્યમથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘ તાંડવની સંભાવનાની વચ્ચે NDRFની કુલ 20 ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…