નાના ગામની મહિલા પશુપાલન થી કમાઈ રહી છે વાર્ષિક 80 લાખ રૂપિયા.

Share post

ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચરડા ની રહેવાસી કાનુબેન ચૌધરી ભણેલ-ગણેલ નથી. પરંતુ તમે તેમની આવક વિશે સાંભળશો તો ચોંકી જશો. આજે કાનુબેન વાર્ષિક 80 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે,એટલે કે મહિનાના હિસાબ થી જોઈએ તો 6.60 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે કાનુબેન કોઈ પ્રકારનો ઉદ્યોગ કે ધંધો નથી ચલાવી રહ્યા પરંતુ તેઓ ખેતીવાડી કરીને પૈસા કમાઈ રહ્યા છે.

તેઓ પોતાના ગામમાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.આ ઉપરાંત આજુબાજુના ખેડૂત અને મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી છે. આજે કાનુબેન પોતાની મહેનત ને લીધે કમાણી કરી રહ્યા છે. કાનુબેન અને થોડા વર્ષો પહેલા જ પશુપાલન કરીને દૂધ નું કામકાજ શરૂ કર્યું હતું.

ખેતી માટે કરવી પડે છે મહેનત.

કાનુબેન જણાવે છે કે ખેતીવાડી ની શરૂઆત તેમણે 10 પશુઓ સાથે કરી હતી. તે બધા પશુઓ નું કામકાજ તે પોતે જ સંભાળે છે. તેમના ચારા અને દૂધ ધોવા અને પછી દૂધ ને વેચવાનું કામ ચાલુ બેન પોતે જ કરે છે જેને કારણે તે આજ આટલી સફળ છે. ગાય-ભેંસનું દૂધ લઈને તે ગામથી ત્રણ કિલોમીટર દૂર એક ડેરીમાં પગપાળા જ વેચવા માટે જાય છે. બાદમાં તેમની મહેનત રંગ લાવી અને તેમનું કામ વધવા લાગ્યું. કાનુબેન ની આવક પણ ધીમે ધીમે વધવા લાગી. આવક વધવાની સાથે સાથે તેમના પશુઓની સંખ્યા પણ વધવા લાગી. 10 પશુઓથી શરૂ કરાયેલી ડેરીમાં આજે તેમના 100 પશુઓ છે.

કામ વધવાની સાથે લીધો ટેકનીક નો સહારો.

કાનુબેન નું કામ જેમ જેમ વધતું ગયું તેમ તેમ તેમણે ટેક્નોલોજીની મદદ લેવાની શરૂ કરી. આજે તેઓ મશીનની મદદથી દૂધનું ઉત્પાદન મેળવે છે. આજે તેઓ રોજનું એક હજાર લીટર દૂધ ભેગું કરી જાતે મહેનત કરી ડેરીમાં વેચે છે.તેમને બનાસડેરી દ્વારા 2016 માં સૌથી વધારે દૂધ જમા કરાવનારી મહિલા જાહેર કરવામાં આવ્યા હતા તેમ જ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ઇનામ તરીકે 25000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

શું કહે છે કાનુબેન??

કાનુબેન કહે છે કે કોઈ પણ કામ અશક્ય નથી.તમે મહેનત અને લગન ના માધ્યમથી એ કાર્યને પૂરું કરી શકો છો. તેઓ પોતે ખેતરમાં જઈને ચારોલ આવે છે અને પશુઓને ખવડાવે છે. પશુઓને ખવડાવવા ની સાથે તેમની સાફ-સફાઈનું ધ્યાન પણ પોતે જ રાખે છે. તેમની ડેરીમાં પશુઓ માટે ઘણા પ્રકારની સુવિધાઓ છે. હવાઉજાસ વાળી જગ્યા ગૌશાળામાં પંખાઓ પાણીની વ્યવસ્થા અને પશુઓને નવડાવવાની વ્યવસ્થા પણ છે. તેમને ગુજરાત સરકારે પણ રાષ્ટ્રીય પુરસ્કારો આપ્યા છે.


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…