થરાદના ખેડૂતે ઉગાડી એવી વસ્તુ કે બેઠા બેઠા મળે છે વર્ષે આઠ લાખ રૂપિયા

Share post

થરાદ તાલુકામાં ઘણા એવા ગામો છે. જેમાં ખેડૂતો પોતાની ખેતીમાં બાગાયતી ખેતીની સમવેશ કરી રહ્યા છે. જેમાં થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં રહેતા અણદાભાઇ પટેલે પણ બાગાયતી ખેતીનો સમાવેશ કર્યો છે. તેઓ નરેન્દ્રભાઇ મોદીનો કૃષિરથ આવ્યો ત્યારે તેમાથી પ્રેરણા લઈને બાગાયતી ખેતી તરફ વળ્યા છે.

તે બાગાયતી ખેતીમાં તેમણે 40 એકરમાં દાડમ, જામફળ, ખારેક, પપૈયું, સફરજન, બોર જેવા અનેક બાગાયતી પેદાશોની વાવણી છે. જ્યારે અત્યારે જામફળ અને બોરની સીઝન ચાલતી હોવાથી બાગાયતી ખેતીમાં જામફળના 500 રોપા અને સફરજન, બોરના 800 રોપા કરી પોતે બજારમાં માલ વેચી વર્ષે સાતથી આઠ લાખની સારી આવક મેળવી રહ્યા છે.

જેમાં જિલ્લા કલેકટર અને બાગાયતી જિલ્લા અધિકારીઓ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી. અને અણદાભાઈને  પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને જામફળમાંથી વર્ષે ચારથી પાંચ લાખ રૂપિયા આવે છે. તેમજ સફરજન, બોરના પણ ત્રણથી ચાર લાખ રૂપિયા આવે છે.  અણદાભાઈએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના દરેક વ્યક્તિ આ ખેતીમાં મદદ કરે છે.

તેમજ બીજા 15 પરિવારોને અમે રોજીરોટી પુરી પડીએ છે. આ વર્ષે જામફળ હોલસેલ માર્કેટમાં 50 રૂપિયા અને રિટર્ન 60 રૂપિયામાં વેચીએ છીએ. જેમાં અમે સારી આવક મેળવીએ છે. તેમજ અણદાભાઈને તાજેતરમાં રાજય કક્ષાનો એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત અણદાભાઈ ખેતી દ્વારા થરાદ તાલુકાના અન્ય ખેડૂતોને એક પ્રેરણા પૂરી પાડે છે.


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…