અહીંયા ખેડૂતોએ ઉગાડેલી આ વસ્તુનો ભાવ છે અધધ 75 હજાર, જાણો કેવી રીતે થાય છે ખેતી

Share post

સોશિયલ મીડિયામાં આપણને અવારનવાર આશ્વર્યમાં મૂકી દે એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. આસામમાં ખાસ પ્રકારની પ્રજાતિની ચાની ભૂકીએ ફરી એકવખત રેકોર્ડ બનાવ્યો છે. મનોહારી ગોલ્ડ ટી ખાસ પ્રકારની ચાની ભૂકી છે, જેને ગુવાહાટી ચા હરાજી કેન્દ્ર પર કુલ 75,000 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે વેચવામાં આવી છે. આ વર્ષે આસામમાં ચાની સૌથી વધારે કિંમત નોંધાઈ છે.

આ ચાની ભૂકીનું ઉત્પાદન કરનાર મનોહારી ટી સ્ટેટનું જણાવવું છે કે, આ વર્ષે ફક્ત 2.5 કિલો ઉત્પાદન થયું છે. એમાંથી કુલ 1.2 કિલોની હરાજી થઈ ગઈ છે. મહામારીની વચ્ચે પણ ચાની આટલી બધી કિંમત મળવી એ ઈન્ડસ્ટ્રી માટે ખુબ રાહતની વાત છે. આ તો થઈ હરાજીની વાત. હવે સમજીએ કે, આ ચાની ભૂકી આટલી ખાસ શાં માટે છે ?

ચાને તોડવાની પદ્ધતિ પણ અલગ છે :
મનોહારી ટી સ્ટેટના ડાયરેક્ટર રાજન લોહિયા જણાવતાં કહે છે કે, આ ખાસ પ્રકારની ચાની ભૂકી છે, જેને સવારમાં 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સૂર્યના કિરણો જમીન પર પડે એની પહેલાં જ તોડી લેવામાં આવે છે. એનો કલર આછો પીળો હોય છે. આ ચાની ભૂકી એની ખાસ પ્રકારની સુગંધ માટે ઓળખાય છે. એમાં કેટલાંક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે.

આવી રીતે તૈયાર થાય છે :
છેલ્લા 63 વર્ષથી આસામની ટી-ઈન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલ ચંદ્રકાંત પરાશરના જણાવ્યા મુજબ, આ ખાસ પ્રકારની ચાની ભૂકીનું ઉત્પાદન કુલ 30 એકર જમીનમાં કરવામાં આવે છે. છોડમાંથી પત્તીઓની સાથે જ કળીને પણ તોડી લેવામાં આવે છે. ત્યારપછી એને ફર્મેન્ટેશનની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ફર્મેન્ટેશન વખતે એનો કલર ગ્રીનની જગ્યાએ બ્રાઉન થઈ જાય છે. ત્યારબાદ સૂકવણી બાદ એનો રંગ ગોલ્ડન થઈ જાય છે. ત્યારબાદ એને પત્તીઓથી અલગ કરવામાં આવે છે.

કુલ 1,000 કરોડની ખોટનો સામનો કરી રહ્યો છે ચાનો વ્યવસાય :
ડેક્કન હેરાલ્ડના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, લોકડાઉન, ચોમાસુ તથા પૂરની સીધી અસર આસામની ચાના ઉત્પાદન પર થઈ છે. ટી-ઈન્ડસ્ટ્રીને આ વર્ષે કુલ 1,000 કરોડની ખોટ થઈ છે પરંતુ હાલમાં હરાજીથી થોડી તેજી જોવા મળી રહી છે. વર્ષ 2018માં મનોહારી ગોલ્ડ ટીની બોલી કુલ 39,001 રૂપિયા પ્રતિ કિલો રૂપિયા હતી. જ્યારે વર્ષ 2019માં આ આંકડો વધીને કુલ 50,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો.

આ વર્ષે પ્રતિ કિલો કુલ 75,000 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું.રાજન લોહિયાના જણાવ્યા મુજબ, 2.5 કિલોમાંથી માત્ર 1.2 કિલોની હરાજી થઈ છે. બાકીની ચાની ભૂકી અહીંના હરાજી કેન્દ્ર પર મળશે. એને ગુવાહાટીની વિષ્ણુ ટી કંપનીએ ખરીદી લીધી છે. આ કંપની ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા લોકો સુધી પહોંચાડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…