મોરબીના 72 વર્ષીય વયોવૃદ્ધ વ્યક્તિએ પ્રસરાવી માનવતાની મહેક – ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવા માટે કરી રહ્યાં છે અવિરત કાર્ય

Share post

કોરોના જેવા ક્પરાં સમયમાં કેટલાંક લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા ભૂખ્યાઓને ભોજન આપવામાં આવતું હોય છે. હાલમાં પણ ગુજરાતમાં આવેલ મોરબી જીલ્લામાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મોરબીમાં આવેલ રંગપર ગામના રહેવાસી તેમજ છેલ્લા કેટલાંક વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલ તથા ખાસ કરીને તો શહેરના સ્ટેશન રોડ પર સુરજબાગની દીવાલે નાની એવી ઝૂંપડીમાં રહેતા 72 વર્ષીય બચુ બાપા ત્યાં જ નાની એવી કેબીન તેમજ ટેબલ રાખીને બચુ બાપાના ઢાબાના નામે ઘણાં વર્ષોથી ભુખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવા માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

ફક્ત 40 રૂપિયામાં ભુખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. જો કે, ભોજન કરવા માટે ફક્ત 40  રૂપિયાનો ભાવ રાખવામાં આવ્યો છે પરંતુ કોઈ એનાથી પણ ઓછા એટલે 20 રૂપિયા આપે તો પણ રાજીપો વ્યક્ત કરીને એ રકમ લઈ લે છે તથા કદાચ કોઈ દરિદ્ર નારાયણ આટલી રકમ ન આપે તો પણ તેઓ એમને પ્રેમથી આરોગ્ય પ્રદ ભરપેટ ભોજન કરાવે છે.

આ ઢાબાની પાછળ એમની કમાણી કરવાનો કોઈ આશય રહેલો નથી. ફક્ત ઓછા રૂપિયામાં પણ ગરીબ લોકો ભરપેટ ભોજન કરી શકે એવો જ એમનો ધ્યેય રહેલો છે. મોંઘવારીના સમયમાં સામાન્યમાં સામાન્ય હોટલ અથવા તો ઢાબામાં કુલ 100 રૂપિયાથી નીચે થાળી મળતી નથી ત્યારે આ બચુ બાપા ફક્ત 40 રૂપિયામાં ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય એટલી વસ્તુઓ પીરસીને ભુખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરી રહ્યાં છે.આથી રોજ બચુ બાપાના ઢાબામાં કુલ 50 જેટલા ભૂખ્યા લોકો જમવા માટે આવે છે. એમાંથી કુલ 10 લોકો એવા હોય છે કે, જેમની પાસે પૈસા હોતા નથી.

દીકરી પરણીને જતી રહેતાં શરૂ કર્યો સેવાયજ્ઞ :
બચુ બાપા પરિવારની સાથે રહીને 40 વર્ષ અગાઉ ગાંઠિયાની લારી ચલાવતા હતા પરંતુ એમને એક જ દીકરી છે એ પણ પરણીને સાસરે જતી રહી છે તેમજ પત્નીનું કુલ 10 મહિના અગાઉ અવસાન થયું છે. હવે એકલા હોવા છતાં પણ જાતે જ લોટ બાંધીને તેમજ શાક બનાવીને ભૂખ્યા લોકોને જમાડી રહ્યાં છે. બાપાની પાસે કોઈ મૂડી નથી. દરરોજ ભોજન માત્ર 40 રૂપિયા લે છે એમાં પણ ફક્ત 100 રૂપિયાની બચત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post