મોરબીનાં 72 વર્ષીય બચુકાકાને કરોડ-કરોડ વંદન: છેલ્લાં 40 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને કરાવી રહ્યાં છે મફતમાં ભરપેટ ભોજન 

Share post

ગુજરાતમાં આવેલ મોરબી જીલ્લામાંથી એક જાણકારી સામે આવી રહી છે.‘અન્નદાન એ મહાદાન’ આ કહેવત તમે ઘણીવાર સાંભળી હશે પણ એને સાર્થક થતી જોવી હોય તો તમારે ગુજરાતમાં આવેલ મોરબી જીલ્લામાં ‘બચુકાકા કા ઢાબા’ માં જવું પડશે. જ્યાં 72 વર્ષીય બચુકાકા છેલ્લાં 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપી રહ્યાં છે.

મોરબીનાં આ ઢાબા પર રૂપિયા હોય કે ના હોય પણ જમીને ફરજિયાત જવાનું. યુવાનીમાં ભોજનાલયની શરૂઆત કરવાનું અધુરું સ્વપ્ન 72 વર્ષનાં બચુકાકા પટેલ મોરબીનાં ફુટપાથ પર છેલ્લાં 40 વર્ષથી આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. ‘બચુકાકા કા ઢાબા’માં આટલી મોંઘવારીની વચ્ચે પણ ફક્ત 20 રૂપિયામાં ફુલ થાળી જમવા માટે આપવામાં આવે છે.

જમ્યા બાદ 20 રૂપિયા હોય તો ભલે નહીં તો 10 રૂપિયા પણ ચાલે તેમજ રૂપિયા ન હોય તો પણ ચાલે એવું 72 વર્ષનાં બચુકાકાએ  જણાવતાં કહ્યું હતું. કોઈના પેટની ભૂખ ઠારવી એનાથી મોટું પુણ્યનું કામ બીજું શું હોઈ શકે! એવા વિચારથી જીવતા બચુકાકા પોતે જ ફકીર જેવી જિંદગી જીવી રહ્યાં છે.

સવારે 10.30 વાગ્યાથી શરૂ કરીને સાંજનાં 4 વાગ્યા સુધી ભોજનનો આ સેવાયજ્ઞ મોરબીમાં ચલાવવામાં આવે છે. જાતે જ શાકભાજી તથા કરિયાણું લાવીને રસોઈ બનાવી દરરોજ કુલ 70થી વધારે લોકોને બચુકાકા જમાડે છે. અહિં કોઈ પૈસા આપીને જાય તો કોઈ પૈસા આપ્યા વિના ભરપેટ જમીને જાય છે.

ફાઈવ સ્ટાર હોટલમાં જમ્યા બાદ પણ સંતોષનો ઓડકાર ન આવે એવો બચુકાકાએ હાથે બનાવેલ ભોજનમાં આવે છે એવું અહિં જમતા લોકોનું જણાવવું છે. લોકો જમતાં જાય તથા બચુકાકા ગરમ-ગરમ રોટલીઓ પીરસતાં જાય. ગત્ત વર્ષ સુધી બચુકાકાની સાથે તેમના ધર્મપત્ની પણ હતા. જે એમના હાથે રસોઈ બનાવીને લોકોને જમાડતાં હતાં પણ વિધિની વક્રતા કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. એકલવાયુ જીવન જીવતાં બચુકાકા પત્નીની વાત કરતાં રડી પડે છે, કાકા એમને પોતાની અન્નપુર્ણા માને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post