કોરોના વચ્ચે ખેડૂતો 50 હજારનું રોકાણ કરી આ પાકની ખેતી દ્વારા મેળવી રહ્યા છે 7 લાખની આવક

Share post

હાલમાં દેશના તમામ ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ત્યારે આવાં સમયમાં ઘણીવાર ખેડૂતોને અતિભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અવારનવાર યોજનાઓ પણ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં ખેતી કરવાં માટે એક અગત્યની જાણકારી લઈને આવ્યા છીએ. જેનાથી ખેડૂતોને લાખો રૂપિયાની આવક મળી શકશે.

કોરોના વાયરસને કારણે ફક્ત લોકોનું જીવન જ નહીં પરંતુ કમાણીનો સ્રોત પણ ઘણો બદલી નાખ્યો છે. કોરોનાને લીધે નોકરી ગુમાવનાર લોકો હવે ધંધા તેમજ ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. જો આપ પણ આ ક્ષેત્રમાં હાથ અજમાવવાં ઈચ્છો છો તો ઔષધીય છોડની ખેતી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આયુર્વેદની ઉપરાંત ઓષધિમાંથી નીકળેલ કેમિકલનો વપરાશ કરીને એલોપથમાં ઘણી દવાઓ પણ બનાવવામાં આવી રહી છે. તેનું મુખ્ય કારણ છે કે, એની માંગમાં વધારો થયો છે.

આજે અમે આપને એવા ઓષધીય છોડની ખેતી વિશે જણાવવાં માટે જઈ રહ્યા છીએ. જેની સારી માંગ જ નહીં પણ અન્યની સરખામણીમાં પણ એની કિંમત ખુબ જ વધારે છે. આપ શતાવરીનાં છોડની ખેતી શરૂ કરી શકો છો. દવાઓ બનાવવામાં શતાવરીનો થાય છે. જો આવકની વાત કરવામાં આવે તો શતાવરીની ખેતીથી કમાણી પણ સારી એવી થાય છે. આ ખેતીમાં કુલ 2 વર્ષમાં અંદાજે કુલ 50,000 રૂપિયાનું રોકાણ કરીને માત્ર 1 એકર ખેતીમાંથી કુલ 6 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો.

શતાવરી A-ગ્રેડ ઔષધીય છોડ છે. એનો પાક કુલ 18 માસમાં તૈયાર થઈ જાય છે. શતાવરીનાં મૂળમાંથી દવાઓ બનાવવામાં આવે છે. કુલ 18 મહિના પછી ભીનું મૂળ પ્રાપ્ત થાય છે. ત્યારપછી જ્યારે એને સૂકવવામાં આવે છે, એમાં વજન અંદાજે કુલ એક તૃતીયાંશ રહે છે. જો, આ ઔષધીય છોડમાંથી કુલ 10 ક્વિન્ટલનો મૂળ મળે તો એને સુકવ્યા પછી એ ફક્ત 3 ક્વિન્ટલ થઈ જાય છે. પાકની કિંમત મૂળની ગુણવત્તા પર આધારિત છે. માર્કેટમાંથી શતાવરીનાં બીજની ખરીદી કર્યાં બાદ  ખેતરમાં વાવણી કરો.

માત્ર 1 એકરમાં કુલ 20-30 ક્વિન્ટલ પાક તૈયાર થાય છે તથા માર્કેટમાં માત્ર 1 ક્વિન્ટલની કિંમત કુલ 50,000 થી લઈને 60,000 રૂપિયા છે. જો, શતાવરીને પ્લાસ્ટિકલ્ચર પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવે તો પાકને ખુબ જ ઓછુ નુકસાન થાય છે તથા પાક સારો મેળવી શકાય છે.

કમાણી કેટલી થાય છે ?
શતાવરીની ઉપજને આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીઓને સીધી વેચી શકાય છે. આ પાકને આપ હરિદ્વાર, કાનપુર, લખનઉ, દિલ્હી, બનારસ જેવિ ઘણી બજારોમાં વેચી શકો છો. જો, આપ સારી ગુણવત્તાનાં કુલ 30 ક્વિન્ટલ મૂળ વેચી શકો છો તો આપને કુલ 7-9 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે. જો ભાવ તેમજ ઉપજ ઓછી માનવામાં આવે તો પણ કુલ 6 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી કમેળવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…