કબજે થયેલી જમીન પાછી મેળવવા છેલ્લા 18 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે આ ખેડૂતભાઈ, CM રૂપાણીને જાણ કરી તો એવો જવાબ મળ્યો કે…
હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. જુનાગઢનાં સુત્રાપાડા તાલુકામાં આવેલ વાવડી ગામના 65 વર્ષીય ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનનો હક્ક મેળવવા માટે સતત છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે ઘણીવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે પણ એમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધીની સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળી પડ્યા છે. પોતાના હક્કની જમીન મેળવવા માટે તેઓ છેક દિલ્હી સુધી સાઈકલ પર જશે તેમજ દિલ્હીમાં PM નરેન્દ્ર મોદીને મળી રજુઆત કરશે.
સુત્રાપાડામાં આવેલ વાવડી ગામેથી સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુંકાવી યાત્રાનો પ્રારંભ :
અરસીભાઈ પહેલાં પણ ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કરીને CM વિજય રુપાણીને પોતાની જમીન અંગે રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મારી જમીનમાં માથાભારે શખ્સોએ કૌભાંડ કરીને જમીન પડાવી લેવામાં આવી છે. આ અંગે એમના પ્રશ્નોના નિરાકરણ ન આવતા 24 નવેમ્બરે તેઓ સુત્રાપાડા તાલુકામાં આવેલ વાવડી ગામથી બપોરના સમયે સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળી પડ્યા હતા.
પોતાના ગામથી સોમનાથ દાદા સમક્ષ શિશ ઝુકાવી ત્યાંથી ભાલકા કૃષ્ણ ભગવાનના દર્શન કરીને કુલ 1,400 કિલોમીટર સાઇકલ ચલાવીને દિલ્હી સુધી PM નરેન્દ્ર મોદી રજૂઆત કરવા માટે નીકળી પડ્યા છે.અરસીભાઈએ કહ્યું હતું કે, મેં વર્ષ 2002થી મારી માંગણીની લડત આપી રહ્યો છું. મારી જમીનમાં કૌભાંડ રચી પડાવી લેવામાં આવી છે. 18 વર્ષથી મામલતદાર, કલેક્ટર સહિત ગાંધીનગર સુધી ઘણીવાર રજુઆતો કરી ચૂક્યો છું પણ હજુ સુધી ન્યાય મળ્યો નથી.
ત્યારપછી થોડા સમય પહેલા સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કરી હતી ત્યારે CM વિજય રુપાણી તરફથી આશ્વાસન મળ્યું પરંતુ હજુ સુધી મારા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. જેને કારણે 24 નવેમ્બરે મારી ખેતીની જમીનના પ્રશ્નોના નિરાકરણ અંગે PM નરેન્દ્ર મોદીને દિલ્હીમાં સાઈકલ યાત્રા દ્વારા રજૂઆત કરવા માટે નીકળ્યો છું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…