ખેડૂત આંદોલનમાં આ મોટી સંપ્રદાયનાં સંતે આંદોલન સ્થળે જ કરી લીધો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું દરેકે ખાસ વાંચવું જોઈએ…

Share post

નોઇડાથી દિલ્હી તરફ જતા માર્ગ પર સિંહુ સરહદ પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોમાંથી કરનાલના ખેડૂતે આત્મહત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. સિંઘુ બોર્ડર પર આત્મહત્યા કરનાર ખેડૂતે એક સુસાઇડ નોટ પણ છોડી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કરનાલના સંત બાબા રામસિંહે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

સુસાઇડ નોટમાં સરકારના ખેડૂત આંદોલન પ્રત્યેના વલણ વિશે વાત કરવામાં આવી છે.સંત બાબા રામસિંહ નાનકસાર, સિંઘારાની ગુરુદ્વારાના વડા હતા. સુસાઇડ નોટમાં તેમણે ખેડૂતોના નવા કૃષિ કાયદાઓ માટે ચાલી રહેલા સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારના વલણથી તેઓ દુ:ખી હતાં. મૃતકે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘હું તેમના હક્કો માટે લડતા ખેડૂતોની પીડા અનુભવું છું. હું તેમનું દુખ સમજી રહ્યો છું. કારણ કે સરકાર તેમને ન્યાય નથી આપી રહી.

અન્યાય કરવો એ પાપ છે, પણ અન્યાય શન કરવો એ પણ પાપ છે. કેટલાક લોકોએ ખેડૂતોના સમર્થનમાં સરકારને તેમના એવોર્ડ પાછા કર્યા. મેં પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું છે.પોલીસે જણાવ્યું કે, 65 વર્ષિય બાબા રામસિંહે પોતાને ગોળી મારી દીધી હતી. સોનીપતનાં પોલીસ કમિશનર શ્યામ લાલ પૂનિયાએ જણાવ્યું હતું કે, તેમને તાત્કાલિક પાણીપતની પાર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનો મૃતદેહ કરનાલ મોકલી દેવામાં આવ્યો છે જ્યાં તેઓ રહેતાં હતાં. નવેમ્બર મહિનાના અંતથી, પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂત દિલ્હીની સરહદે એકત્ર થયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા 3 કૃષિ કાયદાને રદ કરવાની માંગનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રએ સપ્ટેમ્બરમાં આ 3 કાયદા પસાર કર્યા હતા.

ખેડુતોના પ્રતિનિધિઓએ મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 20 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રના એક ખેડૂત નેતાએ કહ્યું હતું કે, આંદોલન શરૂ થયા પછીથી, દરરોજ એક ખેડૂત મરી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post