Sat. Apr 4th, 2020

મોદી સરકારની આ યોજના દ્વારા દરેક ખેડૂતોના ખાતામાં જમા થશે 6000 રૂપિયા – જાણો વિગતે

Loading...
Share post

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતી કરતા ખેડૂતોને 6000 રૂપિયા ની સહાય આપવાની ઘોષણા કરી હતી. સાથે જ કિસાન ક્રેડીટ કાડૅ દ્વારા લોન દેવાં ની પણ ઘોષણા થઈ. જો તમે સમયસર પૈસા જમા કરાવી દો છો તો આ કાર્ડની મદદથી ખેતી માટે સરળતાથી લોન મળી શકે છે. જણાવી દઈએ કે આ કાર્ડની મદદથી 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર ૭ ટકા વ્યાજે મળી શકે છે. સમય પર પૈસા પાછા કરી દો તો 3 ટકા અલગથી છૂટ મળે છે. આ રીતે પ્રામાણિક ખેડૂતોને માત્ર ૪ ટકા વ્યાજે લોન મળી શકે છે. છે જમીનદારો અને શાહુકારો થી ઘણી સસ્તી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવેલા વિશેષ અભિયાનમા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના આશરે 55 લાખ લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી છે. આજે અભિયાનની સમય મર્યાદા પૂરી થઇ રહી છે. આ તમામ ખેડૂતોને હવે ખેતી માટે 3 લાખ રૂપિયા સુધીની લોન ફક્ત 4 ટકા વ્યાજ દર પર મળી શકશે. પીએમ કિસાન સ્કીમના આશરે 3 કરોડ લાભાર્થી પાસે આ કાર્ડ ન હતું.

Loading...

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું કે સન્માન નિધિ સ્કીમનું એક વર્ષ પૂરુ થવા પર 29 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતે બપોરે 1 વાગ્યે કાર્યક્રમ થશે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે.

દેશભરની 20 હજાર બેન્ક શાખાઓ કરશે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ

જણાવવામાં આવી રહ્યું છે કે દેશભરની 20 હજાર બેન્ક શાખાઓમાં શનિવાર 29 ફેબ્રુઆરીએ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ કરવામાં આવશે. જણાવી દઇએ કે મોદી સરકારે પીએમ કિસાન સ્કીમથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને જોડી દીધી છે. જેથી તેમને સરળતાથી લોન મળી શકે. પીએમ કિસાન સ્કીમમાં પહેલાંથી જ કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોની જમીનનો ડેટા અને આધારનો રેકોર્ડ ઉપલબ્ધ છે તેથી જે પણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરશે તેને આ સુવિધા આપવામાં બેન્કોને મુશ્કેલી નહી થાય. કિસાન ક્રેડિટ કાર્ડ લેવા પર પહેલા પાક વીમો કરાવવો ફરજિયાત હતો જે હવે સરકારે મરજિયાત કરી દીધું છે અને ખેડૂતોનું કામ સરળ બનાવી દીધું છે.

 

દેશમાં કેટલા કિસાન ક્રેડિટ કાર્ડ

કૃષિ મંત્રાલયના અધિકારીઓ અનુસાર દેશમાં 6.76 કરોડ એક્ટિવ કિસાન ક્રેડિટ કાર્ડ છે. જ્યારે પીએમ કિસાનના 6.27 કરોડ લાભાર્થી છે જેને ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયા મળ્યા છે. જ્યારે 3.11 કરોડ ખેડૂતોને બીજા ચરણમાં 2-2 હજાર રૂપિયાની રકમ મળી ચુકી છે.

કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે ગત કેટલાંક દિવસોથી સતત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન મેળવવા ઇચ્છતા ખેડૂતોની ફરિયાદ આવી રહી છે. પૂરતી જાણકારીને અભાવે જગતના તાતને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ ખેડૂતોની જાણકારી માટે જણાવવા ઇચ્છુ છું કે કિસાન સન્માન નિધિના લાભાર્થી પોતાના ખાતાથી સંબંધિત બેન્કમાં જઇને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી જમા કરાવે, બેન્કના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટરને નાણાકીય વિભાગ દ્વારા આ સંદર્ભે જરૂરી નિર્દેશ આપવામાં આવી ચુક્યા છે. અરજી બાદ 14 દિવસની અંદર અરજદારોને તેનો લાભ મળશે.

 

કોણ લઈ શકે છે લોન :-

હવે કિસાન ક્રેડીટકાર્ડ ફક્ત ખેડૂતો સુધી જ મર્યાદિત નથી. પશુપાલકો અને માછલી બાળકો પણ આનો ઉપયોગ કરી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર અને વધુમાં વધુ ૭૫ વર્ષની ઉંમર હોવી જોઈએ. ખેડૂત ની ઉંમર સાઠ વર્ષથી મોટી છે તો એક જામીન ની જરૂર પડશે. જેની ઉંમર સાઠ વર્ષથી નીચેની છે તેઓ માત્ર ફોર્મ ભરીને લોન મેળવી શકશે.

FPOની સરકાર પાસેથી 15 લાખ રૂપિયાની મદદ

સરકારે પશુપાલન તેમજ મત્સ્ય પાલન સેક્ટરોને પણ કેસીસી યોજનાના અવકાશમાં લાવવામાં આવી છે. તોમરે જણાવ્યુકે, 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનું રજીસ્ટ્રેશન કરવવામાં આવી રહ્યુ છે. અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રત્યેક એફપીઓને સરકાર પાસેથી 15 લાખ રૂપિયાની સહાયતા મળશે.

 

દેવાનો ભાર કેટલો?

મોટાભાગના ખેડૂતો દેવાના બોજ નીચે મરી જાય છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સંસદમાં એનએસએસઓના હવાલાથી રજૂ કરેલા અહેવાલ મુજબ, દેશના દરેક ખેડૂત પર સરેરાશ 47 હજાર રૂપિયાની લોન છે. જ્યારે પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 12,130 રૂપિયાની લોન સાહૂકારોની છે.

ત્રણ કરોડ નવા કાર્ડ બનાવવાનું લક્ષ્યાંક

દેશમાં હાલમાં 6.67 કરોડ સક્રિય કિસાન ક્રેડિટ કાર્ડ્સ છે. પીએમ-કિસાન સન્માન નિધિના લગભગ 3 કરોડ લાભાર્થીઓ છે જેમની પાસે કેસીસી નથી. બેંકો પાસે પહેલેથી જ પીએમ-કિસાન લાભાર્થીઓ વિશેની મોટાભાગની માહિતી હોવાથી, બેંકોને ખેડૂતોને કેસીસી આપવામાં મુશ્કેલી પડશે નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...