બાળકોને સાથે લઇ ખરીદી કરવા જતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો- આ વ્યક્તિને 4 કરોડનું પડ્યું સેનેટાઇઝર

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચૂકયાં છે. હાલમાં કોરોનાનાં આવાં સમયગાળામાં સેનેટાઈઝરનો ઉપયોગ ખુબ જ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. ત્યારે આંખોને ચોકાવનારી એક ઘટના પણ સામે આવી રહી છે.

ઉત્તરપ્રદેશના ગોંડામાં થયેલ બાળકના કિડનેપિંગનાં કેસમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. STF, પોલીસ અને કિડનેપર્સની વચ્ચે મોડી રાત્રે અથડામણ પણ થઇ હતી. અથડામણ પછી એક યુવતી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે, કે કુલ 2 આરોપીનાં પગમાં ગોળી પણ વાગી છે. કિડનેપર્સની પાસેથી કુલ 2 બાળકોને છોડાવી લીધા છે. અપહરણકર્તાની પૂછપરછ પણ ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં ક્રાઇમ સતત વધતો રહ્યો છે. કાનપુરમાં અપહરણ પછી હત્યાનો મામલો શાંત પણ પડ્યો નથી, ત્યાં તો ગોંડામાં એક બીડીના વેપારીના માત્ર 6 વર્ષના દીકરાનું ગુંડાઓએ અપહરણ કરી લીધું હતું. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવતાં કહ્યું, કે આ કેસમાં કુલ 4 આરોપીઓ સૂરજ પાંડેય, છવી પાંડેય, રાજ પાંડેય, અને ઉમેશ યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેમની આગળ પૂછપરછ પણ કરી રહી છે.

એક માસૂમનું ગુંડાઓએ ધોળાદિવસે જ અપહરણ કરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે, કે સેનેટાઇઝર આપવાના બહાને માત્ર 8 વર્ષના નમો ગુપ્તા નામનાં બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારપછી ગુંડાઓએ બાળકોના પિતાના મોબાઇલ પર ફોન કર્યો ત્યારબાદ તેમની પાસેથી કુલ 4 કરોડ રૂપિયાની ખંડણી પણ કરી હતી. એટલું જ નહીં પણ ગુંડાઓએ પરિવારજનોને ધમકી આપી દીધી, કે અપહરણની જાણકારી જો પોલીસને આપી તો બાળકની હત્યા કરી દેવામાં આવશે.

આ કેસમાં બાળકના પરિવારજનોએ તહરીર પર પોલીસે કેસ નોંધીને કાર્યવાહીની શરૂઆત કરી દીધી હતી. ગુંડાઓએ આ વારદાતને કર્નલગંજ કોતવાલી વિસ્તારના ગાડી બજાર પાસેથી અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ એક પછી એક ઉત્તરપ્રદેશનાં પોલીસની ફજેતી થવા પામી હતી.

આ ઘટનાને લઇને ઉત્તરપ્રદેશનાં STFને તરત એલર્ટ કરાયું હતું. ગોંડા જિલ્લાની તમામ સરહદોને તરત જ સીલ કરી દેવામાં આવી હતી. તો, વળી બીજી તરફ UP બોર્ડર પર પણ સુરક્ષા વધારી દીધી, કે જેથી કરીને કિડનેપર્સ પણ બાળકને લઇને બહાર ન નીકળી શકે.કાનપુરમાં લેબ ટેકનિશન સંજીત યાદવનું એક મહિના પહેલાં જ કિડનેપ થયું હતું.

આ કેસમાં 23 જૂનના રોજ ગુમ થયાની વાત સામે આવી હતી. ત્યારબાદ 26 જૂનના રોજ આ રિપોર્ટને FIRમાં ફેરવાયો હતો. તો, વળી 29 જૂનના રોજ પરિવારજનોને કુલ 30 લાખ રૂપિયાની ખંડણી માટેનો કોલ પણ આવ્યો હતો. સંજીત યાદવ પાછા ફર્યા નહીં, કારણ કે તેમની 26 જુન અથવા તો 27 જૂનના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post