”ખેડૂતોને ઘર આપીશું” આવા વાયદા કરી સરકારે હાઉસિંગ બોર્ડના નામે ખેડૂતો પાસેથી જમીનો લીધી અને અત્યારે…

Share post

જે મકાનોને 25 વર્ષથી વધુ સમય થયો હોય અને તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ પૈકી ૭૫% થી ઓછી ન હોય તેવી સંખ્યામાં સંમત્તિ આપવામાં  આવે તો ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોનું પુન: નિર્માણ અને પુન: વિકાસ કરી શકવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપી છે. પણ ગુજરાત હાઉસીંગ બોર્ડ માટે ખેડૂતોની જમીનો આંચકી લઈને અનામત રાખી છે તે વર્ષોથી પડી રહી છે. તેના ઉપર ખેતી બંધ થતાં અબજો રૂપિયાનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. જે જમીનોનો ઉપયોગ હાલ થતો નથી. તે થાય તો પણ ઘર વગરના ખેડૂતો કે ખેત મજૂરોને રહેવા માટે મફત મકાન આપી શકાય તેમ છે.

25 કરોડ કુટુંબ માટે શાકભાજી રોજના ગુમાવ્યા 

આવી 542 એકર જમીન પર છેલ્લાં 25 વર્ષથી ખેતી થતી નથી. જેના પર શાકભાજીનું કુલ ઉત્પાદન 135500 ટન ઉત્પાદન 25 વર્ષમાં ગુમાવવું પડ્યું છે. જે શાકભાજી 25 વર્ષમાં કુલ 26 કરોડ કુટુંબને આપી શકાયા હોત અને તેનો અંદાજે 150 કરોડ રૂપિયા મળી શક્યા હોત. આજે પણ એ જમીન પડતર પડી છે.

5 હજાર કરોડની જમીન પડી રહી 

ગુજરાતના જિલ્લા મથકોને 24 જિલ્લા અને શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 ચો.મી. જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ. 4 હજાર કરોડથી રૂ. 5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનો ખર્ચ તો કરવાનો જ રહેતો નથી. આ જમીન પર સાવ સસ્તા મકાનો બની શકે તેમ હોવા છતાં તે બનાવવામાં આવતાં નથી.

ચૂંટણી વચનો યાદ નથી .

રાજ્ય સરકારે 2010મા 7 લાખ અને 2012ની ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીએ 50 લાખ મકાનો બનાવવાના ગુજરાતની પ્રજાને વચન આપ્યા હતા. તેમાં માંડ 12 લાખ જેવા જ મકાનો બનાવી શકાયા છે. આ જમીન પર એક કરોડ મકાનો બનાવી શકાય તેમ છે. તેમ થતાં તે બનાવવામાં આવતાં નથી. 2012થી જ્યાં પણ હાઉસિંગના મકાનો બન્યા છે ત્યાં કરોડો રૂપિયાના કૌભાંડો ભાજપ સરકારના નેતાઓએ કર્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં આવા કૌભાંડો થયા છે.

ઘરનું ધર ન થયું .

આ જમીન અત્યારે અવાવરૂ પડેલી છે. જેને વરંડો પણ બનાવવામાં આવ્યો નથી. વરંડો બનાવવા માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી પણ હજુ સુધી તે બન્યો નથી. ચૂંટણીમાં આપેલા ‘ઘરનું ઘર’ના વાયદાને પૂરો કરવા ભાજપ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામ ખૂલ્લી જમીનો પર તબક્કાવાર પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત તમામ જમીનોની સ્થળ- સ્થિતિ નિશ્ચિત કરવા જમીનોની સંયુક્ત માપણી કરાવવાની હતી.

24 શહેરોની હાઉસિંગની 541.90 એકર જમીનની વિગતો


Share post