અસહ્ય પીડા બાદ થયું ગૌમાતાનું દર્દનાક મોત, ડોક્ટરોએ ગાયના પેટમાંથી એવી વસ્તુઓ કાઢી કે જાણી આંખો પહોળી થઇ જશે

Share post

આજે લગભગ દરેક વસ્તુ નાં પેકેજીંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ લેવાય છે. શહેર નાં લગભગ દરેક પશુપાલક ગાયોને દૂધ દોહવાના સમય સિવાય આખો દિવસ ભટકતી રાખે છે ત્યારે ભૂખી ફરતી ગાયો ને પુરતો ખોરાક મળતો નથી કારણ કે, શહેરો માં એમને ચરવા માટે યોગ્ય ખોરાક નથી મળતો. આવામાં ગયો જે કાંઈ મળે તે ખાઈ લે છે, પ્લાસ્ટિક,રબ્બર, ટાયર અને ચામડું પણ ચાવી જાય છે.

ગાય માતાને રસ્તે રઝળતા અટકાવવાની માનવતા તો નથી રહી, એમને ચરવા લાયક ભૂમિ પણ નેતાયો ખાઈ ગયા છે ત્યારે તેને પ્લાસ્ટિક ખાઈને મરતી તો બચાવી શકીએ છીએ. આવા અખાદ્ય પદાર્થો ખાવાને લીધે તે પેટમાં જમા થાય છે અને તેની ગાંઠ બહારથી દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાને લીધે ક્યારેક ગાયનું મોત પણ થાય છે.

ઘણા બેદરકાર લોકો છે, જેઓ વિચાર કર્યા વિના પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકી દે છે. તેઓ વિચારે છે, કચરો ક્યાંય પણ મુકો, તેમને કોણ રોકે છે પરંતુ શું તેઓએ એકવાર પણ વિચાર્યું છે કે, આ પ્લાસ્ટિક ફક્ત માણસો માટે જ નુકસાનકારક નથી પરંતુ પ્રાણીઓ માટે ખૂબ જ પીડાદાયક પણ છે.

આ પ્લાસ્ટિક કોઈપણ મશીન દ્વારા સમાપ્ત થયેલ નથી. તેનો નાશ કરવામાં ઘણા વર્ષો લાગે છે. આપણામાંના મોટાભાગના લોકોએ નાનપણથી જ સાંભળ્યું હશે કે, પ્લાસ્ટિક ખૂબ જ નુકસાનકારક વસ્તુ છે પરંતુ હજી પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી.

તાજેતરના અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં આવેલ ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામેથી રેઢીયાળ બિનવારસી અને બીમાર ગાયોને લાવીને વઢવાણ ગૌતમ બદ્ધ આશ્રમમાં રાખવામાં આવી હતી. જેમાં એક ગાયનું મોત થતા અને તેનું પીએમ કરાવવામાં આવતા 11 લોખંડની ખીલી,6 સ્ટેપ્લરની પીન અને 53 કિલો પ્લાસ્ટીક નીકળ્યુ હતુ. આ ઉપરાંત ગાય ગાભણી હોવાથી તેના પેટમાંથી મૃત હાલતમાં વાછરડુ પણ મળી આવ્યુ હતુ.

વઢવાણના ધરમતળાવ ખાતે ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ અને મોરી મૌર્ય સમ્રાટ અશોક ગૌશાળામાં ધ્રાંગધ્રાના ગુજરવદી ગામેથી બીમારી ગાય લવાઈ હતી. આથી ડોકટરો સારવાર કરતા હતા. પરંતુ ગાયની તબિયત વધુ બગડતા શનિવારે બપોરે તે મોતને ભેટી હતી. તેનુ પીએમ કરાવાતા ગાયના પેટમાંથી 11 લોખંડની ખીલીઓ, 6 સ્ટેપ્લરની પીનો, અન્ય બોલ્ટ, ધારદાર અને ઘાતક વસ્તુ ઉપરાંત 53 કિલો જેટલો પ્લાસ્ટીકનો ગઠ્ઠો નીકળ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…