હવે મીઠાઇઓમાં પણ દેખાયો કોરોના- વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો

Share post

કોરોના મહામારીને કારણે આજે આખું જગત કોરોનાની શરણે જુકી ગયું છે, કોરોનાએ કેટલાય લોકોનો ભોગ લઇ લીધો છે. અને હાલના સમયમાં પણ લઇ રહ્યો છે. કોરોના મહામારીને કારણે આખો દેખ છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં કેદ છે અથવા કોરોનાથી પીડાઈ રહ્યો છે. પંરતુ હમણાં થોડા જ દિવસોમાં એટલે કે આવતા મહિનામાં તહેવારો આવી રહ્યા છે. જેમ જે રક્ષાબંધન, જન્માષ્ટમી અને સાતમ-આઠમ જેવા તહેવારો આવતા મહીને એટલે કે થોડા જ દિવસોમાં આવી રહ્યા છે.

લોકોની ઘણી ઈચ્છા છે કે આ તહેવારો આપણે બધા સાથે મળીને ઉજવીએ. પરંતુ કોરોના વાયરસના કારણે આ તહેવારો પણ આપણે નહિ ઉજવી શકીએ. હવે કોરોના મહામારી વચ્ચે લોકોને કોરોનાથી બચાવવા અને લોકોને સારી મીઠાઈઓ ખવડાવવા વડોદરાના એક વેપારીએ અનોખી પહેલ ચાલુ કરી છે. તહેવારોના સામે લડવા લોકોની ઇમ્યુનિટી બુસ્ટર વાળી મીઠાઈઓ બનવાનું ચાલુ કર્યું છે. જેનાથી લોકોને કોરોના સામે લડવાની તાકાત મળે.

વડોદરા શહેરમાં મીઠાઇ અને ફરસાણના વેપારીએ કોરોના વાઈરસની મહામારીમાં ઇમ્યુનિટીમાં વધારો થાય તેવી મીઠાઇઓ બજારમાં વેચાણ માટે મુકી છે. આ વેપારીઓને સમાજ માટે ખુબ સારો વિચાર કરી અને લોકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ નિર્ણય કર્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જગદીશ ફરસાણ માર્ટના સંચાલકે રક્ષાબંધન સહિતના તહેવારોને લઇને ઇમ્યુનિટી લાડુ, બુસ્ટર બરફી અને હર્બલ પેંડા તૈયાર કર્યાં છે. જેના કારણે લોકોને કોરોના મહામારી સામે લડવા માટે શક્તિ મળે.

આ વસ્તુઓનો ઉપયોગ મીઠાઇઓ તૈયાર કરવામાં આવ્યો છે…

મીઠાઇ અને ફરસાણની દુકાનના સંચાલક અક્ષયભાઇએ જણાવતા કહ્યું હતું કે, આવનારા શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવી રહ્યા છે અને ખાસ કરીને રક્ષાબંધનના તહેવારમાં બહેનો રાખડી બાંધીને મોઢુ મીઠું કરાવીને ભાઇની રક્ષા કાજે પ્રાર્થના કરતી હોય છે. જયારે બહેનો ભાઈઓને રાખડી બાંધી જયારે મીઠાઈઓ ખવડાવે ત્યારે તેમનું સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે તે વાતનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. હાલની કોરોનાની મહામારીમાં ભાઇની ઇમ્યુનિટી જળવાઈ રહે અને મોઢુ મીઠુ કરાવવા માટે ઇમ્યુનિટી લાડુ, બુસ્ટર બરફી અને હર્બલ પેંડા તૈયાર કર્યાં છે, જેમાં સૂંઠ, તજ, લવિંગ, મરી, ઈલાઈચી, ઓર્ગેનિક ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીમાં માતા-પિતાએ પરિવારમાં સૂંઠના લાડુ ખવડાવતા વિચાર આવ્યો હતો…

સાથે-સાથે તેઓએ વધુમાં જણાવતા હતું કે, કોરોના મહામારીની શરૂઆત થઇ, ત્યારે મારા માતા-પિતા પરિવારમાં દરેક બાળકો અને મોટા લોકોને ઇમ્યુનિટી જળવાઈ રહે તેના માટે ઉકાળો અને સૂંઠના લાડુ રોજ આપતા હતા. જેને કારણે મને વિચાર આવ્યો કે, રક્ષાબંધન સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની મીઠાઇ તૈયાર કરીને વેચાણ કરવામાં આવે, જેથી લોકોમાં ઇમ્યુનિટી જળવાઇ રહે.  અને કોરોના સામે રક્ષણ પણ થઇ શકે. ચિંતા કરવાની જરૂર નથી, મીઠાઈથી કોરોના નથી થયો પણ કોરોના મટાડવા હવે મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post