ખેડૂતોને ખુબ ઉપયોગી સાબિત થશે સોલારથી ચાલતું આ ડ્રાયર, પાંચ યુવાનોએ એવી વસ્તુ બનાવી નાખી કે…

Share post

હાલમાં આધુનિક ટેકનોલોજી આવી જવાથી ખેડૂતોને ખેતીમાં મદદ માટે કેટલાંક મશીનોની શોધ કરવામાં આવી છે. આવી જ એક ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં આવેલ સાશિત કોલેજના મિકેનિકલ એન્જિનિયરના કુલ 5 વિદ્યાર્થીઓએ મળીને ખેડૂતોને મદદ થઈ રહે એની માટે પાકમાં રહેલ ભેજને કાઢવા માટે સોલાર ડ્રાયર બનાવવામાં આવ્યું છે.

આ પ્રોજેકટ હર્ષ પટેલ, દીક્ષિત મોણપરા, હરદીપ પટેલ, નિશિત સુથાર તથા વિક્રમ વનારા એમ થઈને કુલ 5 યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ધ્યેય પાકને સૂકવવા માટે લાગતા સમયમાં ઘટાડો કરવાનો રહેલો છે. આ ડ્રાયર સંપૂર્ણપણે સૌર ઊર્જા પર આધારિત છે જેને કારણે વિજળી તથા સમયની બચત કરી શકાય છે.

કેટલાંક એવાં પાક છે કે, જેને સૂકવવા પડતાં હોય છે. સામાન્ય હવામાનમાં પાકને સુકવતા માટે ઓછામાં ઓછા કુલ 2 સપ્તાહનો સમય લાગે છે. તેથી અમને વિચાર આવ્યો કે, એવું કોઈ મશીન બનાવીએ કે, જેમાં ખર્ચ પણ ખુબ ઓછો થાય તથા સમય પણ ખુબ ઓછો લાગે. આ ડ્રાયરને બનાવવા માટે કુલ 6 મહિનાનો સમય લાગ્યો હતો. 1 વર્ષ સુધી રિસર્ચ કરીને 2-3 દિવસમાં પાકમાંથી ભેજ કાઢવા માટે કુલ 15,000 રૂપિયાનાં ખર્ચે ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રાયરમાં કઠોળ, દ્રાક્ષ, મરચા વગેરેને સુકવી શકાય છે.

ડ્રાયરની મદદથી વિજળીની બચત કરી શકાય છે.
ડ્રાયરમાં પાણીની ટેન્ક મુકવામાં આવી છે. બીજુ સોલાર કોન્સ્ટ્રેટર હોય છે કે, જે પેરાબોલિક હોય છે. એક કોપરની પાઈપ જોડવામાં આવી છે. આની સાથે જ એક ફલેટલિક કલેક્ટર મુકવામાં આવ્યું છે. સૂર્યપ્રકાશને શોષવા માટે એને બ્લેક કલર કરવામાં આવ્યો છે. જેની અંદર કોપરની પાઈપ દ્વારા પાણી પસાર થશે. હાઈ ટેમ્પરેચર વાળુ પાણી કેબિનમાં કોઈલ હોય એમાંથી પાસ કરવામાં આવે છે. કોઈલની પાછળ ફેન લગાવવામાં આવ્યા છે. આ રીતે પાકને સુકવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post