અમરેલી: ટ્રક સાથે કારની અથડામણ થતા સર્જાયો ભયંકર અકસ્માત- બે બાળકો સહીત ચારના મોત
હાલ ગુજરાતમાં અકસ્માતની સ્થિતિ કોરોનાની સ્થતિ જેવી થઇ ગઈ છે. કારણ કે દરરોજ ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગઈ કાલે જ દિલ્હી નજીક એક યાત્રાળુઓથી ભરેલી બસ હાઇવેથી નીચે ઉતરી ગઈ હતી જેના કારણે 4 થી 5 લોકોના મોત થયા હતા. આજે પણ ગુજરાતના અમરેલીમાં ભયંકર અકસ્માત થયો હતો. અને આ અકસ્માતમાં બે બાળકો સહીત 4 લોકોના માસુમ મોત નીપજ્ય હતા.
અમરેલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 4ના માસુમ લોકોના મોત થયા છે. બાબાપુર ગામના પાટિયા પાસે આ અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે અથડામણ થતા આ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નિપજ્યા છે. સાથે-સાથે 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, અમરેલી જિલ્લના બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અને ઘટના સ્થળે જ બે બાળકો સહીત 4 લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા અને બે માસુમ બાળકોના પણ મોત નીપજ્યા છે. અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તંત્ર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
અચરજની વાત એ છે કે, કોરોના મહામારીમાં સરકારની ગાઇડલાન વિરૂદ્ધ એક જ કારમાં 7 લોકો સવાર હતા. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ મૃતકમાં બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. એકતરફ કોરોના દિવસે દિવસે કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે અને બીજી તરફ આવા નાના મોટા અકસ્માતમાં કેટલાય લોકોના મોત થઇ રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…