ત્રણ મોર્ડન યુવતીઓએ સમાજમાં પ્રસરાવી નવી જ્યોત: અબોલ પશુઓ માટે એવું કામ કરી બતાવ્યું કે…

મહિલાઓ તમામ ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. આવી જ એક જાણકારી સામે આવી રહી છે. બેંગલુરુની 3 બહેનપણી રિયા સુબ્રમણ્યમ, અક્ષય માલ્લેર તથા સેરા મિનોચરે પશુઓની મદદ કરવાં માટે ફંડ એકત્ર કરવાના ધ્યેયથી પોતાનો ઇન્સ્ટાગ્રામ સ્ટોર ‘ધ ડોગ પાઈલ થ્રિંફ્ટ’ની શરુઆત કરી હતી. કોરોનાની મહામારી દરમિયાન એમણે સ્ટોર લોન્ચ કર્યો હતો.
માત્ર 28 વર્ષની રિયા સુબ્રમણ્યમે જણાવતાં કહ્યું હતું કે, અમારા ત્રણેયની પાસે જથ્થાબંધ કપડા હતાં. અમે આ કપડાં જરૂરિયાતમંદ લોકોમાં વહેચવા માંગતાં હતાં. અમે વિચાર કર્યો કે, શોપિંગ હેબિટને કંટ્રોલ કેવી રીતે કરવી. અમે જ્યારે પણ મળતા ત્યારે ગલીઓમાં રખડતા પશુઓની મદદ માટે વિચાર કરતાં રહેતા હતા. રિયા ટુ-વ્હીલર ડીલરશિપમાં કામ કરે છે. સેરા એક મલ્ટી નેશનલ CSR ડિવીઝનમાં કામ કરે છે.
ત્રણેય બહેનપણી અઠવાડિયામાં એકવખત મળીએ છીએ. તેઓ એકત્ર થઈને પોતાના બ્રાન્ડેડ ગારમેન્ટની પસંદગી કરે છે તેમજ ઇન્સ્ટાગ્રામ સ્ટોરની મદદથી એને ગ્રાહકો સુધી પહોંચાડે છે. જે કપડાંને ગ્રાહકો ખરીદે છે એને લોન્ડ્રીમાં ધોવડાવે છે. ત્યારપછી પેક કરીને ગ્રાહકો સુધી પહોંચાડે છે. કપડાંની ખરીદી કરવા માટે કોઈ પણ એમને ડાયરેક્ટ મેસેજ કરી શકે છે.
સામાન્ય રીતે હાઈ વેલ્યુ બ્રાંડવાળા કપડાંની કિંમત કુલ 1,500થી ઓછી રાખી છે. તેઓ વિદેશથી ઓર્ડર પણ લે છે. રિયાએ જણાવતાં કહ્યું કે, કોરોના મહામારીની શરુઆત થઇ ત્યારથી લોકો બીજા કોઈના કપડાં પહેરવા પસંદ કરતા નથી પણ સોશિયલ મીડિયા પર ખુબ વિશાળ માર્કેટ છે. ત્યાં માત્ર 21 વર્ષના યુવાનોની સંખ્યા વધુ છે. તેઓ અમારા આ કામમાં મદદ કરી શકે છે. આવો જ વિચાર કરીને અમે પોતાનો ઇન્સ્ટાગ્રામ સ્ટોરની શરુઆત કરી હતી. રિયા, અક્ષય તથા સેરા વધુ મહેનત કરીને પેટ ફ્રેન્ડલી કમ્યુનિટી બનાવવા માંગે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…