ખેડૂતોને અઢળક ફાયદો કરાવશે આ ખાસ ઇનોવેશન મશીન, જાણો કેવી રીતે?

Share post

કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો સતત પ્રગતીશીલ બની રહ્યાં છે ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર ખેડૂતોની સફળતાની કહાની સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. સાંતલપુરના રણમાં અગરિયાઓને મીઠું પકવવામાં વધારે આસાની રહે તેમજ મહેનત ખુબ ઓછી કરવી પડે તથા ગુણવતામાં વધારો થાય તેવા આશ્રયથી ઉધોગ વિભાગના અધિકારી, એન્જીનીયર તથા એક સહયોગી મિત્રએ 5 મહિના સુધી મહેનત કરીને જાતે જ મશીન બનાવ્યું છે.

એક હાઇડ્રોલિક સિસ્ટમની સાથે દાંતાર, પાળા સહિતના કામો થઇ શકે તેવું સામાન્ય કદનું આધુનિક દાંતાર ( સ્લોટ સોવલ – મીઠું તૈયાર કરવા માટે કરાતા દાંતાળની કામગીરીનું મશીન ) મશીન બનાવવામાં આવ્યું છે. જેને કારણે અગરિયાઓને જે કામ કરવામાં અઠવાડિયું લાગતું હતું એ જ કામ હવે માત્ર કલાકોની ગણતરીમાં થઈ જશે. દર વર્ષે દાંતારના કારીગર માટે કરવામાં આવતો 50,000 રૂપિયાનો ખર્ચમાં પણ બચત થશે.

પાટણમાં આવેલ સાંતલપુરના રણમાં ચોમાસામાં ભરાતા પાણીમાં દર વર્ષે અગરિયાઓ મીઠું પકવવાનું કામ કરી પોતાની આજીવિકા મેળવી રહ્યાં છે. મોટા પ્રમાણમાં હાલમાં રણમાં મીઠું ઉત્પાદનની કામગીરી ચાલી રહી છે. જેમાં સૌથી વધારે જરૂરી પાણી ભરાયા પછી મીઠું માટે તરી (સપાટી )જામે છે ત્યારે તળિયે નુકશાન ન થાય એ રીતે સપાટીને દાંતાર દ્વાર ખરગોળવાથી મીઠાના કણો તૂટી જવાથી મીઠાના બીજ સમાન કાર્ય કરે છે.

આ પ્રક્રિયાથી નવું મીઠું પાકે છે. આધુનિક મશીન અનેક છે પણ તેનાથી તળિયે નુકશાન થતું હોવાંથી યોગ્ય રીતે મીઠું ન પાકતા અગરિયાઓ મજુર રાખી હાથથી જ દાંતાર ખેંચાવે છે. જેમાં ખુબ મહેનત કરવી પડતી હોય છે ત્યારે મહેનતમાં ઘટાડાની સાથે જ ઉત્પાદનમાં વધારો થાય એની માટે ઉધોગ અધિકારી વિજય ચૌધરી, એન્જીનીયર મયુરસિંહ વાઘેલા તથા સ્થાનિક સહયોગી હર્ષદભાઈ રાજગોર દ્વારા એક વિચારને રૂપ આપવા મશીન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

સતત 5 મહિનાના અથાગ પરિશ્રમ પછી આ ઇનોવેશન મશીન બનીને તૈયાર થયું છે. ડેમો તરીકે અગરિયાઓએ કામ પણ કરતા મશીન બનાવવામાં સફળ રહ્યાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

મશીનથી થતાં ફાયદાઓ:
આ મશીન એક જ વ્યક્તિ ચલાવી દબાણ માટેની કામગીરી કરી શકે છે. હાઇડ્રોલિક હોવાંથી જેથી દાંતારની સિવાય પટ્ટા કરવાના કામો થઇ શકશે. તળિયાને કોઈ નુકશાન થશે નહીં. આની સાથે જ ચોકસાઈ પૂર્વક કામ થશે. જેને કારણે ગુણવતા વાળું ઉત્પાદન થશે. બેટરી સંચાલિત હોવાંથી વીજળીની પણ જરૂર પડશે નહીં. માત્ર એન્જીનની સિવાય બધી જ વસ્તુઓ હાથે બનાવેલ હોવાથી મેન્ટેન્સ પણ ખુબ ઓછું આવશે.

મશીન પેર્ટન માટે મુકાયું છે:
મયુરસિંહ વાઘેલા જણાવે છે કે, અગરિયાઓને ખુબ મહેનત કરવી પડતી હોય પડે છે. જેને કારણે અમે ત્રણેય મિત્રોએ આ આઈડિયા વિચારીને તેના પર કામ કર્યું છે. અનેક લોકોના અભિપ્રાય પણ લીધા બાદ જ  મશીન તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજે 80,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલમાં મશીન પેર્ટન માટે મૂકવામાં આવ્યું છે. મજુર થયા પછી અગરિયાઓને ખુબ ઓછા ખર્ચમાં મળે તે જ અમારો ઉદ્દેશ રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…