રાજ્યમાં ભારે વરસાદના કારણે 28 કાળિયારોના મોત, ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક પાણીમાં ડૂબતા લાખો રૂપિયાનું નુકશાન

Share post

હાલમાં સમગ્ર રાજ્યમ ભારેથી-અતિભારે વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે જગતના તાત ચિંતામાં મુકાયા છે. મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાય જવાના કારણે  ભાવનગર રેન્જ ફોરેસ્ટ અને રાષ્ટ્રીય ઉધાન નેશનલ પાર્ક હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા કાળિયારોને માથે મોટો ખતરો ઉભો થયો છે. ભાવનગર રેન્જ ફોરેસ્ટ હેઠળના અનેક ગામોના જંગલ વિસ્તરોમાં વસવાટ કરતા 40 થી વધુ કાળિયારોના મળેલ હાલતમાં મળી આવ્યાનો વિડીયો વાયરલ થતા જંગલખાતુ પણ ચોંકી ઉઠયું છે. હાલમાં આ મામલે તાત્કાલીક રેસ્કયુજ કરીને કાળિયારોને બચાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. તો બ્લેક બક નેસનલ પાર્ક હેઠળના વિસ્તારોમા ટીમ દ્વારા રેસ્કયુ કામગીરી શરૂ છે. તે દરમ્યાન કુતરાએ ફાડી ખાતા વધુ 10 કાળિયારોના મોત નિપજયા છે. જયારે કે ખેતરોમા પાણી ભરાતા ઉંડવી,કમળેજ,કરદેજ સહીતના ગામોમા અનેક ખેડૂતાના ઉભા પાક નાશ પામતા લાખો રૂપિયાનુ નુકસાન થવા પામ્યુ છે.

રંઘોળી અને કાળુભાર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા કપાસનો પાક સંપૂર્ણપણે નાશ

કાળિયારોના મોતના કારણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા એક યાદી બહાર પાડવામા આવી છે જેમા જણાવાયું છે કે, ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમાર તથા મદદનીશ વન સંરક્ષક વી.એ.રાઠોડના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સંરક્ષણ અન્વયે સઘન પેટ્રોલીંગ અને વનગુન્હા અટકાવવાના પ્રયાસો અવીરત ચાલુ હોય છે. ગત 30 અને 31 ઓગસ્ટના થયેલ ઉપરવાસના વરસાદને કારણે કાળુભાર,ઘેલો નદીમાં આવેલા પુરના કારણે ભાવનગર જીલ્લાના ઉંડવી,કમળેજ,કરદેજ અને આજુબાજુના રેવન્યુ વિસ્તારમાં પાણીનો ખુબ મોટો ભરાયો જયેલ જેથી વન વિભાગ દ્વારા 24 કલાક રા.ન્ડ ધ કલોક રેસ્કયુઝ કાર્યવાહી શરૂ છે.અને ઉંડા પાણીમા ઉતરી વન્ય પ્રાણીઓની બચાવ કામગીરી શરૂ છે.દરમ્યાન આ વિસ્તારમા 10 કાળિયાર અને નીલગાયના મુતદેહ મળી આવેલ છે.જે પાણીના કારણે થાયનુ પ્રાથમીક દ્રષ્ટીએ જણાય રહયુ છે.જયારે 8 કાળિયારોને બચાવી સલામત સ્થળે ખસેડાયા છે. આમ ભાવનગર અને વેળાવદર ફોરેસ્ટ વિસ્તારના તંત્ર દ્વારા 28 કાળિયારો મૃત્યુ પામ્યાનું જણાવાય છે. જ્યારે ઉંડવી પંથકનાં ગ્રામજનો દ્વારા 40થી વધુ કાળીયારોના કંકાલ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

40 કાળિયારોના કંકાલ મળ્યા હોવાનો એ કર્યો દાવો

10 કાળિયારોના કુતરાથી મોત
રેન્વ ફોરેસ્ટ ઓફિસર અંકુર પટેલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ઉધાન કાળીયાર વેળાવદર વિસ્તાર હેઠળમા આવેલા ખેતા ખાટલી,સવાઇનગર,માઢીયા સહિતના ભાલ પંથકના વિસ્તારો જયાં કાળિયારો વસવાટ અને વીચરણ કરે છે. ત્યાં 24 કલાક રેસ્કયુઝ કરી અનેક કાળિયારોને બચાવાયા છે. જયારે કુતરાએ ફાડી ખાતા 10 કાળિયારોના મોત નીપજયા છે.

ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાથી પાકો બળી ગયા

ભાવનગર રેન્જ હેઠળ 9 કાળિયારોના મોત
આર.એફ.ઓ.ભાવનગર રેન્જના ઓફિસર વત્સલ પંડયાના જણાવ્યા અનુસાર, ભાવનગર રેન્જ ફોરેસ્ટ હેઠળના ઉંડવી તથા આજુબાજુના વિસ્તારોમા પુરના લીધે પાણી ભરાતા 9 જેટલા કાળિયારોના મોત નીપજયા છે. જયારે રેસ્કયુઝ કરી 8 કાળિયારોને બચાવી લેવાયા છે. બોટ અને પગપાળા તંત્ર દ્વારા 24 કલાક રેસ્કયુજ શરૂ છે.ચોકકસ મોતનો આંકડો પાણી ઉતર્યા પછી જાણવા મળશે. ભાવનગર જીલ્લા પંચાયતની કમળેજ બેઠકના કોંગ્રેસના સદસ્ય નિતાબેન રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય હિંમતભાઇ ડાભી, તાલુકા પંચાયત સદસ્ય મધુબેન સવજીભાઇ રોઠોડ સહિત આગેવાનો અને માલધારી અને ખેડૂત સમાજના આગેવાનો દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરવામાં આવી હતી. ભાવનગર રેજ્જ હેઠળના ઉંડવી,કમળેજ,કરદેજ સહિતના ગામોમા 325 જેટલા ખે0ુતો અને 140 જેટલા એકસ આર્મીમેનોના ખેતરોમા કાળુભાર અને ઘેલો નદીના પાણી ભરાતા ખેતરમા .ભેલા કપાસ સહીતના પાકને વ્યકપક પ્રમાણમા નુકસાન થયુ છે.પાણીમા પલળીને પાક નકકામો બની ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post