27 વર્ષની આ દીકરીએ શરુ કર્યો ગાયનાં શુદ્ધ દૂધનો બિઝનેસ, બે જ વર્ષમાં થયું કરોડોનું ટર્નઓવર

Share post

હાલમાં તો ગામડાના મોટાભાગનાં લોકો કુલ બે વ્યવસાય કરી રહ્યા છે, પ્રથમ તો ખેતી તેમજ બીજો પશુપાલન. ખેતીની સાથે જ પશુપાલનમાંથી પુરુષો કરતાં પણ મહિલાઓ વધારે કમાણી કરી રહી છે. ખેડૂતો પણ ખેતીમાંથી લાખોની કમાણી કરી રહ્યાં છે. કોરોના કાળમાં તો શિક્ષિત લોકો પણ ખેતી તેમજ પશુપાલન બાજુ વધારે આકર્ષાયા છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.

વર્ષ 2012માં ઝારખંડમાં રહેતી શિલ્પી સિન્હા બેંગ્લુરુમાં અભ્યાસ કરવાં માટે આવી હતી. એને બાળપણથી જ ગાયનું શુદ્ધ દૂધ પીવાની આદત હતી પરંતુ અહીં એને દૂધ ખરીદવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. શિલ્પીએ દૂધનાં બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય લઈ લીધો હતો. એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું આસન તો હતું જ નહીં પરંતુ હાલમાં એની મહેનતને કારણે ‘ધ મિલ્ક ઈન્ડિયા’ કંપનીનું ટર્નઓવર માત્ર 2 જ વર્ષમાં કુલ 1 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂક્યું છે.

માત્ર 11,000 રૂપિયાથી કરી હતી બીઝનેસની શરુઆત :
શિલ્પીને તમિલ અથવા તો કન્નડ કોઈપણ ભાષા આવડતી ન હતી, એમ છતાં એ ખેડૂતોની પાસે જઈ ગાયની સંભાળ રાખવા અંગે શીખવાડતી હતી. એણે ક્રાઉડ ફંડિગથી આ બિઝનેસ માત્ર 11,000 રૂપિયામાં શરુ કર્યો હતો. શરૂઆતમાં તો શિલ્પીને દૂધ સપ્લાઈ કરવાં માટે કર્મચારી મળતા ન હતા. આને લીધે એને વહેલી સવારના 3 વાગ્યામાં એકલા ખેતરોમાં જવું પડતું હતું, એ પોતાની સુરક્ષા માટે ચપ્પુ તથા મિર્ચ સ્પ્રે સાથે રાખતી હતી. હાલમાં એનાં ગ્રાહકોની સંખ્યા 500 થઈ ગઈ છે.

દુધની ગુણવતા પર કરે છે ફોકસ :
શિલ્પીએ પોતાના બિઝનેસ વિશે જણાવતાં કહ્યું હતું કે, મારી કંપની હાલમાં કુલ 62 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે ગાયનું શુદ્ધ દૂધ આપી રહી છે. આ દૂધ પીવાથી બાળકોના હાડકાં મજબૂત થાય છે તેમજ કેલ્શિયમમાં પણ વધારો થાય છે. અમે દૂધની ગુણવત્તા પર સૌથી વધુ ધ્યાન રાખીએ છીએ.

ખેડૂતોને ગાયને સારો ખોરાક આપવાનું મહત્વ સમજાવ્યું :
શિલ્પી કોઈપણ વ્યક્તિનો ઓર્ડર લેતા પહેલાં એના બાળકની ઉંમર પૂછે છે. કુલ 1 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકને એ દૂધ ડિલિવરી કરતી નથી. શરૂઆતમાં તો શિલ્પાએ જોયું કે, ખેડૂતો ગાયને લીલો ઘસચારો ખવડાવવાને બદલે રેસ્ટોરન્ટનો વધેલો એઠવાડ ખવડાવી રહ્યાં હતા. શિલ્પીએ ઘરે-ઘરે જઈને ખેડૂતોને સમજાવ્યું હતું કે, ગાયને જેવો-તેવો ખોરાક આપવાથી દૂધની ગુણવત્તામાં ઘટાડો થાય છે તેમજ આવું દૂધ બાળકોને આપવાથી એમને ખુબ નુકસાન થાય છે. હવે ખેડૂતો પણ ગાયને સારો ખોરાક આપી રહ્યાં છે. શિલ્પીનો નેક્સ્ટ ટાર્ગેટ બને એમ વધારે લોકો સુધી ગાયનું શુદ્ધ દૂધ પહોંચાડવાનો રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post