September 26, 2021

ચાર વીઘામાં તૈયાર થયેલ પાકમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા આખું ખેતર બળીને થયું ખાખ- જુઓ ભયંકર દ્રશ્યો

Share post

હાલમાં એક દુઃખજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના બનાસકાંઠામાં આવેલ કુવાણા ગામમાં એક ખેતરમાં શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. જેને લીધે 4 વિઘા ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા ખેતર માલિકને મસમોટું નુકસાન પહોંચ્યું છે.

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં શોર્ટ સર્કિટ તથા આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે. જેમાં આજે લાખણી તાલુકામાં આવેલ કુવાણા ગામમાં પણ શોર્ટસર્કિટને લીધે એક ખેતરમાં આગ લાગી ગઈ હોવાની ઘટના બની છે. કુવાણા ગામમાં રહેતા એક ખેડૂતે પોતાની 4 વિઘાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ ખેતરમાંથી વિજલાઈન પણ પસાર થાય છે. આ દરમિયાન બપોરના સમયે અચાનક શોર્ટસર્કિટને લીધે તણખા પડતા ખેતરમાં આગ લાગી ઊઠી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ખેતર માલિક સહિત આસપાસના ખેડૂતો પહોંચી ગયાં હતા પણ જોત-જોતામાં તો આ આગ આખા ખેતરમાં ફેલાઈ જતા મોટાભાગનો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.  આકસ્મિક આગ લાગી ઉઠતા ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા ખેતર માલિકને મસમોટું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post