September 23, 2021

રાજ્યમાં શહેરીકરણના ભોગે છેલ્લા બે વર્ષમાં આટલા કરોડ ચોરસ મીટર જમીન બિનખેતી કરી દેવાઈ- શું થશે ખેડૂતોનું?

Share post

હાલમાં વધતી જતી મોંઘવારીની વચ્ચે લોકોને પોતાનું જીવન ખુબ મુશ્કેલીમાં પસાર કરવું પડ્યું છે ત્યારે ખેતપેદાશો-કૃષિક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે તેને પ્રોત્સાહિત કરવા માટેના કેન્દ્ર-રાજય સરકારના પ્રયત્નો-દાવાની વચ્ચે રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં 30.28 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઈ હોવાંનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે જ વિધાનસભામાં આ આંકડાકીય માહિતી રજૂ કરી હતી. વિધાનસભામાં મહેસૂલ વિભાગને લગતા એક પ્રશ્નના છેલ્લાં 2 વર્ષમાં બિનખેતીની જમીન વિશેની જાણકારી માંગવામાં આવી હતી.

બિનખેતી માટે કુલ 56,566 અરજી થઈ હતી:
મહેસૂલમંત્રી લેખિત જવાબમાં જણાવે છે કે, વર્ષ 2019માં કુલ 16.80 કરોડ અને વર્ષ 2020માં કુલ 13.47 કરોડ ચો.મી. જમીનની બિનખેતીની મંજુરી આપવામાં આવી હતી. આમ, માત્ર 2 વર્ષમાં કુલ 30.28 કરોડ ચો.મી. જમીન બિનખેતી થઈ હતી. બિનખેતી પરવાનગી પેટે રાજ્ય સરકારને કુલ 2,054 કરોડની કમાણી થઈ હતી.

સમગ્ર રાજ્યમાં ફક્ત 2 વર્ષના આ સમયગાળામાં બિનખેતી માટે કુલ 56,566 અરજી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધારે 9,075 અરજી અમદાવાદમાં, 6891 અરજી ગાંધીનગરમાં, 5360 અરજી સુરતમાં, 4783 અરજી વડોદરામાં કરવામાં આવી હતી. વલસાડમાં 3058, મહેસાણામાં 3043, આણંદમાં 3077 અરજી કરવામાં આવી હતી. જયારે રાજકોટમાં 2876 તથા ખેડામાં 2845 અરજી કરવામાં આવી હતી.

બિનખેતીની પ્રક્રિયાની સત્તા પહેલાં પંચાયતો પાસે હતી:
રાજ્ય સરકારે જમીન બિનખેતીની પ્રક્રિયાની સત્તા પહેલાં પંચાયતો પાસે હતી, એ પરત ખેંચીને જિલ્લા કલેકટરોને સોંપી દેવામાં આવી હતી. જમીન બિનખેતીમાં ભ્રષ્ટાચારને અટકાવવા આ પગલું ભરવામાં આવ્યું હતું. કૃષિને પ્રોત્સાહન આપવા કેટલીક યોજના-નીતિ ઘડવામાં આવતી હોવાની સામે મોટી માત્રામાં જમીન કૃષિમાંથી સામે આવી છે. સતત વધતા જતાં શહેરીકરણની વચ્ચે શહેરોના સીમાડે આવતા વિસ્તારોની જમીનના ભાવ વધતાં જતા હોવાને લીધે એને બિનખેતી કરાવવાનો ટ્રેંડ ઊભો થયો છે.

રાજ્ય સરકાર ઉદ્યોગોને ભાડાપેટે આપશે પડતર જમીન:
રાજ્ય સરકાર દ્વારા હવે ઉદ્યોગોને ભાડાપેટે જમીન આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ઉદ્યોગોને જમીન ભાડાપેટે આપવાનો ઠરાવ મહેસૂલ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020 અંતર્ગત ઠરાવ કરવામાં આવ્યો છે. ભાડાપેટે આપવા માટે સરકારી પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવશે.

આની સાથે જ ઉદ્યોગો પાસેથી જમીનનું વાર્ષિક ભાડું પૂર્ણ બજારના 6%ના દરે લેવામાં આવશે, જ્યારે દર 5 વર્ષે ભાડામાં કુલ 10%નો વધારો કરવામાં આવશે. જયારે જમીનની લીઝની મુદત વધારેમાં વધારે 50 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે તેમજ 50થી 100 કરોડ સુધીના રોકાણવાળા ઉદ્યોગોને જમીન ભાડાપેટે આપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post