September 26, 2021

ભાઈ મુખ્યમંત્રી છે તેમછતાં આજે પણ ચા વેચીને ગુજરાન ચલાવી રહી છે બહેન, ભાઈનું નામ જાણી આંખે વિશ્વાસ નહિ આવે!

Share post

અવારનવાર સોશિયલ મીડિયા પર એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે કે, જે ખુબ ચોંકાવનાર હોય છે આવી જ અન્ય એક જાણકારી હાલમાં સામે આવી છે. તમામ લોકોના જીવનમાં એક સમય એવો આવતો હોય છે કે, જ્યારે તેના પરિવારને સૌથી વધુ યાદ કરે છે પરંતુ તે બધા દ્વારા પણ જાણી શકાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સંન્યાસી બને છે, તો પછી તેના જીવનમાં પરિવારનું કોઈ મહત્વ રહેતું નથી.

વિશ્વનો તમામ માનવી તેના પરિવારનો સભ્ય બને છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કહાની આવી જ કઈક છે કે, જેમના માટે હવે આખું રાજ્ય તેમનું કુટુંબ બની ગયું છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે એટલે કે, 19 માર્ચે યોગી રાજ્યમાં સત્તા પર હતા. તેમની સરકારે 19 માર્ચે 1 વર્ષ પૂર્ણ કર્યું હતું.

આપને જાણીને આશ્વર્ય થશે કે, યોગી એક એવા મુખ્યમંત્રી છે કે, જે તેમના રાજકારણની વચ્ચે ક્યારેય પણ કુટુંબવાદને આવવા દેતા નથી. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશનો સંપૂર્ણ પરિવાર, પિતા, પત્નીથી લઈને કાકા સુધીના તમામ લોકો રાજકારણમાં છે. આની સાથે જ યોગી આદિત્યનાથનો પરિવાર હાલમાં પણ સાદગીભર્યું જીવન જીવી રહ્યો છે.

પૂજા મટિરીયલ સ્ટોર સાથે ચાની દુકાન ચલાવી રહી છે. યોગી આદિત્યનાથ મૂળ ઉત્તરાખંડના છે. તેઓ પોતાના 7 ભાઈ-બહેનમાંથી 5 માં ક્રમ પર આવે છે.  યોગી હાલમાં રાજ્યની લગામ સંભાળી રહ્યા છે ત્યારે તેમની એક બહેન હજુ પણ ઉત્તરાખંડમાં આવેલ કોઠાર ગામમાં ચાની નાની દુકાન ચલાવીને પોતાનું જીવન વિતાવી રહી છે.

યોગીની બહેન શશી પાયલ તેના પતિ પૂરણ સિંહની સાથે કોઠાર ગામના પાર્વતી મંદિર નજીક રહે છે. તેની પાસે મંદિર પાસેની પૂજા સામગ્રી માટે એક દુકાન તથા એક ચાની દુકાન છે. શશીએ જણાવ્યું હતું કે, તે છેલ્લે 11 ફેબ્રુઆરી વર્ષ 2017 ના રોજ તેના ભાઈ યોગી આદિત્યનાથને મળી હતી.

શશીને 3 સંતાનો જેમાં એક પુત્ર તેમજ 2 પુત્રીનો સમાવેશ થાય છે. તેણે કદી વિચાર્યું ન હતું કે, એક દિવસ તેનો ભાઈ ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી બનશે. તેના ભાઈ-બહેનોમાં તેમનો સ્વભાવ સૌથી અલગ હતો. તે પિતાને કહેતો હતો કે, તમે જીવનમાં શું કર્યું છે? તમે માત્ર બાળકોનો ઉછેર કર્યો છે પણ હું મોટો થઈને જનતાની સેવા કરીશ. તે સમયે અમે વિચાર્યું હતું કે, તે મજાક કરતો હશે પણ આજે તેની તમામ વાતો સાચી સાબીત થઈ છે.

શશીનો નાનો ભાઈ અજયસિંહ બિષ્ટ 22 વર્ષનો હતો ત્યારે તે ગોરખપુર આવ્યો હતો. દીક્ષા લીધા બાદ તેનું નામ યોગી આદિત્યનાથ પાડવામાં આવ્યું હતું. શશીએ જણાવ્યું હતું કે,  જ્યારે અમને જાણ થઈ કે, અમારો ભાઈ યોગી થઈ ગયો છે, ત્યારે અમે વિચાર કર્યો હતો કે, તે ભિક્ષુક બન્યો હશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post