September 23, 2021

લોકડાઉનનો સદુપયોગ: ફક્ત 2 જ મહિનામાં ઘરે બેઠા ખેડૂતે બનાવી નાંખી ઇલેક્ટ્રિક કાર- જાણો એની ખાસિયતો

Share post

દેશનાં કેટલાંક ખેડૂતો અવનવી શોધ કરતાં હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતાં ભાવોની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ખુબ ઝડપથી વધી રહી છે. આવા સમયમાં સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવા પર સબસીડી પણ આપી રહી છે.

જેને લીધે નવા વાહનની ખરીદી કરનાર લોકો પોતાની જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી રહ્યા છે. આ દરમિયાન ઓડિશાના મયૂરભંજ જિલ્લાના ખેડૂત સુશીલ અગ્રવાલે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે જાતે જ ઇલેક્ટ્રિક કાર બનાવી દીધી હતી તેમજ સિંગલ ચાર્જમાં 300 કિમી સુધી ચાલે એવી બનાવી છે.

સુશીલે જણાવતાં કહ્યું હતું કે, આ કારને બનાવવાની શરૂઆત તેમણે લૉકડાઉનનાં સમયગાળા વખતે કરી હતી. જે હવે જઈને પૂરી થઈ છે. આવો જાણીએ કે સુશીલે કેવી રીતે ઇલેક્ટ્રિક કાર બનાવી તેમજ આ કારની શું ખાસિયતો છે…

કેટલા સમયમાં થાય છે ચાર્જ?
સુશીલ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે તેમની ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 300 કિમીની રેન્જ આપે છે. તેઓએ તેમાં 850 વોટની મોટર લગાવી છે તેમજ તેને ચલાવવા માટે 100MAh/54 voltsની બેટરીનો ઉપયોગ કર્યો છે. સુશીલે કહ્યું હતું કે, આ કારની બેટરી સોલર ઉર્જાથી ચાર્જ થાય છે તેમજ તેને સંપૂર્ણ ચાર્જ થવામાં 8 કલાકનો સમય લાગે છે.

આની ઉપરાંત સુશીલે કહ્યું હતું કે, આ કારને ભલે ચાર્જ થવામાં વધુ સમય લાગે પણ તેની બેટરી લાઇફ 10 વર્ષની છે. જેથી આ કાર અન્ય કારની સરખામણીમાં વધુ સારી છે.

લૉકડાઉનમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું હતું :
સુશીલ અગ્રવાલે કહ્યું હતું કે, તેઓએ લૉકડાઉન વખતે આ કારને બનાવવાની શરૂ કરી હતી. આ કારને બનાવવા માટે 2 મિકેનિક તથા તેમના એક મિત્રએ મદદ કરી હતી કે, જેમની મદદથી મોટર વાઇન્ડિંગ, ઇલેક્ટ્રિક ફિટિંગ તથા ચેસિસ વર્ક કર્યું હતું. આની ઉપરાંત તેમણે કહ્યું હતું કે, લૉકડાઉન વખતે મને અંદાજો આવી ગયો હતો કે, અનલૉક થયા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે. જેથી ઇલેક્ટ્રિક કારનું નિર્માણની શરૂઆત કરીને બનાવવા માટે પુસ્તકો અને YouTubeની મદદ પણ લીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post