September 17, 2021

ઘરમાં વાસ્તુદોષનું નડતર હોવાનું કહી બે જ્યોતિષે ખેડૂત પરિવારને વશમાં કર્યો અને 51 હજાર લઈને થયા ફરાર

Share post

હાલમાં વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે ખેડૂતને તમારા ઘરમાં વાસ્તુદોષનું નડતર છે તેવું કહી ઠગ જ્યોતિષે હિપ્ટોટાઈઝ કરતા ખેડૂતે અર્ધ બેભાન અવસ્થામાં 51 હજાર રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે રહેતા નરેન્દ્રભાઈ ભઈલાલભાઈ પટેલ ખેતીવાડી કરે છે.

બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ ગામમાં એક કાર લઈને બે જ્યોતિષો વિધિ કરાવી ઘરમાં સુખ શાંતી થશે તેવી વાતો કરી નરેન્દ્રભાઈ પટેલને ઘરે આવ્યા હતા. તે સમયે ઘરમાં યુવક અને યુવતી તેમજ તેમની દિકરી અને દીકરાની વહું હાજર હતા. તેવા સમયે આ અજાણ્યા જ્યોતિષી તાંત્રીકોએ પટેલના ઘરે જઈ પાણી માગ્યું હતુ અને આ પટેલ પરિવાર ધાર્મિક ભાવનાવાળા હોવાથી તેઓને ઘરમાં બોલાવી પાણી સાથે ચા પણ બનાવીને પિવડાવી હતી.

આ દીકરીને મનમાં શંકા ઉદભવતા તેના મોબાઈલથી અલ્ટો ગાડી અને જ્યોતિષ તાંત્રિકોના મોબાઈલથી તેમની જાણ બહાર ફોટા પાડી લીધા હતા. અને આ પટેલના ઘરે લગ્ન હોવાથી થોડી રોડક ખરીદી માટે મૂકી રાખી હતી. જ્યોતિષીઓએ તમામને પોતાની પાસે બોલાવી વાસ્તુદોષને લીધે નડતર છે. હોળી સામે છે. પ્રસાદ કરવો પરંતુ કોઈને વહેચવો નહિ અને ઘરના લોકોએ જ ખાવો એટલી વાત કરતા સભ્યોને હિપ્ટોટાઈઝ જેવું કંઈક કરતા પટેલની પત્ની બેશુધ્ધ થઈ ગઈ હતી. અને પટેલે પોતાની દિકરીના લગ્નની ખરીદી માટે ભેગા કરેલા 51 હજાર રૂપિયા જ્યોતિષ તાંત્રીકોને આપી દીધા બાદ તેઓને શખ્સોએ સ્નાન કરવા મોકલ્યા હતા.

સ્નાન કર્યા બાદ પટેલ દંપતી લગભગ બેભાન જેવા બની ગયા હતા. અને તેઓ ભાનમાં આવે તે પહેલાં જ્યોતિષ તાંત્રિકો ત્યાંથી ભાગી ગયા હતા અને એક કલાક બાદ તેમનો પુત્ર આવી જતા માતા તથા પિતાની હાલત જોઈ તેઓને ભાનમાં લાવતા પટેલે પુત્રને સમગ્ર ઘટના સંભળાવી હતી અને ગામના લોકો ભેગા થઈ ગયા હતા. ઉપરાંત બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પંરતુ અજાણ્યા ઠગોની કોઈ જાણ થઈ ન હતી.

આ પટેલ પરિવારની દીકરીએ તેમની જાણ બહાર પડેલા ફોટા પરથી અલ્ટો ગાડીના નંબરની મદદથી તેમના સરનામે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પહોચ્યા હતા. પરંતુ તેવો ઘર પર નહિ મળતા તેમનો મોબાઈલ નંબર હોવાથી તેના આધારે તેમને ધમકાવ્યા હતા. અને પોલીસ ફરીયાદ કરવાનું કહ્યું હતું. જેથી આ શખ્સોએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા પરિવાર દ્વારા રૂપિયા ગુમાવતા વાઘોડિયા પોલીસ મથકમાં આ શખ્સ વિરુદ્ધ અરજી આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post