September 26, 2021

કડકડતી ઠંડીની વચ્ચે હવામાન શાસ્ત્રી દેવચરણ દુબેએ કરી મહત્વની આગાહી -જાણો જલ્દી…

Share post

અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગાહીની જાણકારીને લઈ સમાચાર સામે આવ્યા છે. 2 ફેબ્રુઆરી સુધી શહેરમાં ઠંડીનો પ્રભાવ રહેશે. ત્યારપછી 3-4 ફેબ્રુઆરીએ હવામાનમાં પરિવર્તન આવશે. આ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે. આને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું હતું કે, ઓડિશા અને છત્તીસગઢમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન જોવા મળી રહ્યું છે. આને કારણે બંગાળની ખાડીમાંથી વાદળો મધ્ય ભારત થઈને ગુજરાતમાં પહોંચશે. આ સિસ્ટમ 3-4 ફેબ્રુઆરીએ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.

જાન્યુઆરીના અંતમાં પણ ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે મોડી સાંજ સુધી ઠંડા હવાની સાથે ધુમ્મસને લીધે લોકોને હાલાકી વેઠવી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના રહેલી છે. આની ઉપરાંત હવામાન વિભાગે પણ એક સપ્તાહ સુધી ધુમ્મસની શક્યતાની સાથે આગામી સપ્તાહ સુધી ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન હવામાનની સંભવિત પ્રવૃત્તિ :
ઉત્તર છત્તીસગઢ, ઝારખંડના કેટલાક ભાગો ઉત્તર ઓડિશાના કેટલાક ભાગો, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 30 જાન્યુઆરીએ બિહારમાં અત્યંત ધુમ્મસની સંભાવના રહેલી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ત્રિપુરાના ભાગોમાં મધ્યમથી ધુમ્મસની સંભાવના રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post