September 22, 2021

મોદી સરકારના આ નવા મિશનથી ખેડૂતોના ખાતામાં આવશે 70 હજાર કરોડ રૂપિયા- જાણો કેવી રીતે મળશે?

Share post

ખાદ્યતેલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે મોદી સરકાર હવે મિશન મોડમાં કામ કરવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતી આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પણ ઉલ્લેખ કર્યો છે કે, કૃષિ દેશ હોવા છતાં પણ ભારત દ્વારા વાર્ષિક લગભગ 65,000-70,000 કરોડ રૂપિયાના ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. વડા પ્રધાને કહ્યું કે, આયાત પાછળ ખર્ચ કરાયેલ આ નાણાં દેશના ખેડુતોના ખાતામાં જઈ શકે છે.

જે અંગે વિભિન્ન સ્ત્રોતોથી ખાવાના તેલનું ઉત્પાદન વધારવા સાથે તેલની સસ્તી ખપત માટે જમ-જાગરુકતા પણ ફેલાવવામાં આવશે. મોદી સરકારના આ નવા મિશનનો હેતુ માત્ર ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા લાવવાનું જ નહિ પરંતુ તેની આયાત પર થતા ખર્ચના પૈસા ખેડૂતોને આપવાનો પણ છે. રાષ્ટ્રીય તેલ બીજ મિશન પર આવતા પાંચ વર્ષમાં આશરે 19,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મિશનની તૈયારી ફૂલપ્રૂફ છે અને તેનો અમલ આવતા નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી કરવામાં આવશે.

ભારત દ્વારા દર વર્ષે લગભગ 150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક ઉત્પાદન આશરે 70-80 લાખ ટન છે. દેશની વધતી વસ્તી સાથે, ખાદ્યતેલોનો વપરાશ પણ વધુ વધશે. આ દરમિયાન ખાદ્યતેલમાં આવી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવું એ એક મોટું લક્ષ્ય છે. પરંતુ ભારતીય કૃષિ સંશોધન પરિષદના ડાયરેક્ટર જનરલ ત્રિલોચન મહાપાત્ર કહે છે કે, જયારે કોઈ કામ મિશન મોડમાં હોય છે. તો તેમાં સફળતા મળવાની સંભાવના વધારે હોય છે.

તેમણે માહિતી આપી કે, આઈસીએઆરના અધ્યયન મુજબ દેશમાં 20 એગ્રો ઇકોલોજીકલ પ્રદેશો છે જે 60 કૃષિ-ઇકોલોજીકલ ઝોનમાં વહેંચાયેલા છે. ડો.મહાપત્રાએ જણાવ્યું હતું કે, પ્રદેશના ખાસ આબોહવામાં યોગ્ય પાકની ખેતી માટે અનેક પ્રકારના બીજ તૈયાર કરવામાં આવે છે, જેનાથી ઉપજમાં વધારો થાય છે. તેમણે કહ્યું કે, ભારત સૌથી વધુ પામતેલની આયાત કરે છે, પરંતુ ભારતમાં હવે દેશમાં ખજૂરની ખેતી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જે આત્મનિર્ભરતા લાવવામાં મદદ કરી શકશે.

આઇસીએઆર અંતર્ગત રાજસ્થાનના ભરતપુરમાં મસ્ટર્ડ રિસર્ચ ડિરેક્ટોરેટના ડાયરેક્ટર ડો.પી.કે. રાયે કહ્યું કે, દેશમાં તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો થવાની મોટી સંભાવના છે જેમાં સરસવને ઉદાહરણ તરીકે જોઇ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, મિશન મોડમાં સરસવની ખેતી પર ભાર મૂકવાને કારણે આ વર્ષે આ ક્ષેત્રમાં વધારો થયો છે અને સારા પાકને કારણે 110 થી 120 લાખ ટનનું ઉત્પાદન થઈ શકે છે.

કૃષિ મંત્રાલયના અઘિકારીએ કહ્યુ કે, આવતા 5 વર્ષમાં દેશમાં તેલિબિયાના ઉત્પાદનમાં બે ગણો વધારો થઈ શકે છે. મોસમી પાક ઉપરાંત દેશમાં કેટલાક બારમાસી વૃક્ષોના બીજથી તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. બાદમાં તેલના ઘણા સ્ત્રોત પણ છે. કૃષિ મંત્રાલયે વરિષ્ઠ અઘિકારીએ કહ્યુ કે, દરેક સ્તર પર પ્રગતિનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post