September 18, 2021

ઊંઝાની કરુણ ઘટના: ભૂંડ અને રોઝડા ભગાડવા માટે ખેતરમાં લગાવ્યા વીજતાર, ખેડૂત અડી જતા થયું મોત

Share post

રોઝ અને ભૂંડ જેવા પ્રાણીઓ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડે છે. ત્યારે પાકને થતા નુકસાનને બચાવવા માટે ખેડૂતો અવનવા રસ્તા અપનાવતા હોય છે. પરંતુ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકમાં આવેલા કામલી ગામમાં ખેડૂતે ખેતરના ફરતે લગાવેલા વીજળીના તાર અન્ય ખેડૂત માટે જીવલેણ સાબિત થયા હતા. પોતાના ખેતરમાં કામ કરતા ખેડૂતનો બાજુના ખેતરમાં લગાડેલા વીજળીના તારને અડતા ખેડૂતનું મોત થયું હતું. પત્નીને નવ વાગ્યે ચા લઈને આવવા માટે કહીને ઘરેથી છ વાગ્યે નીકળેલા ખેડૂતના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, તાર ગોઠવનાર ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી મુજબ, ખેડૂત વિષ્ણુભાઈ પોતાના ઘરેથી સવારે 6 વાગ્યે ખેતરમાં જવાં નીકળ્યા હતા ત્યારે પત્નીને કહ્યું હતું કે, 9 વાગ્યે ખેતરે ચા લઈને આવજે ત્યાર બાદ તેમના પત્ની ખેતરે ચા આપવા ગયા હતા. એ દરમિયાન વિષ્ણુભાઈ ખેતરમાં નજરે ના પાડતા તેમણે ખેતરમાં વધુ તપાસ કરતા તેમણે પતિને ખેતરમાં મૃત હાલતમાં જોતા ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ પોતાના પુત્રને ઘરેથી બોલાવી એમ્બ્યુલન્સ મારફતે મૃતકને લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મનુભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મૃતક વિષ્ણુભાઈના પુત્ર જસ્મીન પટેલના જણાવ્યા મુજબ ‘મારા પિતા ઘરેથી નીકળ્યા ત્યારે મમ્મીને 9 વાગ્યે ચા લઇને ખેતરે આવી જજે તેમ કહીને નીકળ્યા હતા. મારી મમ્મી સવારે 9:30 વાગ્યે જ્યારે ખેતરે ચા આપવા જઇ રહી હતી ત્યારે મનુભાઇ પટેલના ખેતરના અર્થિંગ વાયરની બાજુમા પડેલા પિતાને જોઇને મારી મમ્મીએ ફોન કરીને તારા પપ્પાને કંઇ થયુ છે તુ આવી જા તેમ કહેતા જ હું ઘટના સ્થળે દોડી ગયો હતો. અહી પિતાના બન્ને પગ વાયર ઉપર હતા અને માતા રડી રહી હતી. 108ને જાણ કરતા ડોકટરો દ્વારા પિતાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા’

ખેડૂતના મોતની ઘટના અંગે બનાવ સ્થળે પહોંચેલ પીએસઆઇ પાટીલ અને વીજકચેરીના અધિકારીઓએ ઘટના સ્થળનુ વિડિયોગ્રાફી સાથે પંચનામુ કરી અહી કૂવાની મોટરના વીજ કનેકશનમાંથી લીધેલા જોડાણ સંબધે વાયર તેમજ ઇલેટ્રીક મોટર કપ્ત કરી લીધી હતી. જ્યારે બીજીબાજુ પોલીસ દ્વારા ખેત માલિક મનુભાઇ કાળીદાસ પટેલની ધરપકડ કરી જેલમા મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મહેસાણાના ઊંઝામાં બની હોવાનું જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post