September 18, 2021

રાજ્યમાં સૌપ્રથમવાર એક ખેડૂતપુત્રએ એવું કાર્ય કર્યું કે, હાલમાં થઈ રહી છે મબલખ કમાણી -જાણો વિગતે

Share post

રસોઈનો શોખ સ્ત્રીઓને જ હોય તેવું નથી, પુરૂષોને પણ હોય છે. આવું જ એક ઉદાહરણ હાલમાં સામે આવી રહ્યું છે. ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલ ખિજડિયા ગામના નિકુંજ વસોયાને નાની ઉંમરથી જ રસોઇ બનાવવાનો શોખ હતો. તેઓ રસોઇમાં હંમેશાં તેમની મમ્મીની મદદ કરતા હતાં. નિકુંજ મૂળ ખેડૂત પરિવારના છે તથા તેઓ મુખ્યત્વે કપાસની ખેતી કરી રહ્યાં છે. ગત દિવસોને યાદ કરતાં નિકુંજ કહે છે કે, તે બહુ સંઘર્ષનો સમય હતો. સંપૂર્ણ દિવસની મહેનત પછી પણ 8 સભ્યોના પરિવાર માટે ગરમ રસોઇ જોઇએ.

નિકુંજ જણાવતાં કહે છે કે, ગરીબ પરિવારમાં મોટા થયા, પરિસ્થિતિ જોતાં મને એ તો સમજાઈ ગયું હતું કે, ગરીબ હોય કે અમીર. માત્ર એક વસ્તુ બધાંને ખુશ કરી શકે છે તેમજ તે સારું ભોજન છે. તેમનો રસોઇનો શોખ ખુબ ઝડપથી જુસ્સામાં બદલાઇ ગયો હતો. નિકુંજ 15 વર્ષના થયા ત્યાં તો, પરિવાર માટે ભોજન બનાવવાનું શરૂ કરી દીધું હતું.  તેમને પ્રિયજનો માટે ભોજન બનાવવામાં બહુ ખુશી મળતી હતી.

સૌથી વધુ ખુશ ત્યારે થતા જ્યારે, તેમના ભોજનની લોકો પ્રશંસા કરતા હતાં. હાલમાં નિકુંજ એક અલગ માર્ગ પર ચાલી રહ્યા છે. પોતાના રસોઇના શોખને આગળ વધારતાં તેણે એક યૂટ્યૂબ ચેનલ ‘ફૂડઑન’ TV ની શરૂઆત કરી છે કે, જેમાં ઑથેન્ટિક ગુજરાતી વાનગીઓ બનાવવામાં આવે છે. આની સિવાય નિકુંજે Street Food & Travel TV યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી હતી.

જેને હાલમાં અંદાજે 3.4 લાખ સબ્સક્રાઇબર્સ રહેલાં છે તેમજ સમગ્ર વિશ્વમાં લાખો લોકો તેમનાં સરળ તેમજ સ્વાદિષ્ટ વ્યંજનોના દિવાના છે. નાનપણથી જ તેમને રસોઇ શો ચલાવવાનો સપનું હતું પરંતુ ક્યાં, ક્યારે તથા કેવી રીતે કરવું જોઈએ તેની જાણ ખબર ન હતી. એક દિવસ વિચાર આવ્યો કે, એક યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરીએ.

ત્યારપછી વર્ષ 2013 માં જ્યારે હું કંપની સેક્રેટરીશિપ કોર્સના અંતિમ વર્ષમાં હતો, ત્યારે સંપૂર્ણ જીવન રસોઇ કળા પાછળ સમર્પિત કરવાનું નક્કી કરી લીધું હતું. ધીમે-ધીમે બેઝિક કેમેરાના મદદથી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી. નિકુંજ કહે છે કે, બસ અહીંથી જ સફરની શરૂઆત થઈ ગઈ. હાલમાં ફૂડઑન ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામની તેમની કંપની છે, જેની હેઠળ 8 મોટાં મીડિયા સાહસો તેમજ એની સાથે જ musically and Facebook જેવાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ કામ કર્યું છે.

નિકુંજ જણાવતાં કહે છે કે, મેં બહુ મોટાં સપનાં તો નહોંતાં જોયાં પરંતુ અહીં સુધી પહોંચવામાં અંદાજે  દોઢ વર્ષ થઈ ગયાં હતાં. શરૂઆત તો બહુ નાનાથી કરી હતી પણ હિંમત રાખીને કામ કરવાનું ચાલું જ રાખ્યું હતું. પોતાની ખુશી વ્યક્ત કરતાં નિકુંજ કહે છે કે, લોકોએ મારી કળાની પ્રશંસા વખાણ કરી હતી. હાલમાં જે સ્થાન પર છું તેનાથી બહુ ખુશ છું. મારા જીવનનું લક્ષ્ય રસોઇ બનાવીને લોકોને ખુશ કરવાનું હતું તેમજ તેનો અનુભવ મને ત્યારે થયો કે, જ્યારે સમગ્ર વિશ્વમાંથી સારી પ્રતિક્રિયાઓ મળવાની શરૂઆત થઈ ગઈ.

રસપ્રદ વાત તો એ છે કે, તેઓ ગુજરાતના સૌપ્રથમ એવાં પુરૂષ શેફ છે કે, જેમણે ઈન્ટરનેટ પર એક રસોઇ ચેનલની શરૂઆત કરી હોય. તેઓ કહે છે કે, જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કોઇ પુરૂષ આ કામ કરતા નહોંતા. જો કે, એક ગુજરાતી મહિલા તેની રસોઇ કળાની ચેનલથી પહેલાંથી જ પ્રખ્યાત હતી પણ તે અમેરિકામાં રહેતી હતી.

શરૂઆતમાં નિકુંજને વિડીયોની ટેક્નિક્સ શીખવીને ચેનલને એકલા હાથે સંભાળવી પડી હતી. રસોઇ બનાવવાના આ જુસ્સાનો શ્રેય નુકુંજ તેમની માતાને આપે છે. તેમણે તેનું જીવન કળાને સમર્પિત કરી દીધું છે. અમે ઇચ્છીએ છીએ કે, નિકુંજ હજુ વધુ સફળતાનાં શિખર પાર કરતા રહે તેમજ આશા રાખીએ છીએ કે, તેમની આ વાતથી અનેક લોકોને પ્રેરણા મળે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post