September 22, 2021

બજારમાં ખુબ ઉંચી કિંમતે વેચાતા એવા કૃષ્ણ ફળની ખેતીમાંથી મબલખ ઉત્પાદન મેળવી ખેડૂતો બની રહ્યા છે માલામાલ

Share post

એક સમય એવો હતો કે, જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો ઋતુ પ્રમાણે જ ખેતી કરીને ઉપજ મેળવતા હતા પરંતુ સમય બદલાઈ જતાં જ ખેડૂતોએ ક્રાંતિકારી શરૂઆત કરી આધુનિક ખેતી બાજુ વધારે વળ્યા છે. જેને કારણે રાજકોટના ખેડૂતો બાગાયતી ખેતીમાં મહેનત કરી અશક્યને શક્યમાં ફેરવી રહ્યાં છે. સફરજન, ડ્રેગન ફ્રૂટ પછી હવે મૂળ ગીર પંથકના તથા હાલ રાજકોટમાં ખેતી કરતા જેન્તીભાઇ ગોરધનભાઇ ગજેરાએ કૃષ્ણ ફળની ખેતી કરીને મબખલ પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં પેશન ફ્રૂટ, આફ્રિકામાં મટુંગા ફ્રૂટ તથા ભારતમાં કૃષ્ણ ફળ તરીકે ઓળખાતા ફળ વિશે જેન્તીભાઇએ જણાવતાં કહ્યું હતું કે, તેઓની ભરૂડી નજીક વાડી આવેલી છે. કુલ 2 વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફ્રૂટની ખેતી કરતા જોયા હતા ત્યારે આ ફ્રૂટ ઉગાડવાનું નક્કી કરીને તપાસ કરતાં કૃષ્ણ ફળની ખેતી વડાળાના ખેડૂત કરતાં હોવાની જાણકારી મળી હતી. જેને લીધે એ ખેડૂત પાસેથી કલ 2-2 ફૂટના કુલ 100 રૂપિયાના એક એવા કુલ 100 રોપા લઇને આવ્યો હતો.

જેને વાવ્યા પછી કુલ 50 રોપા બળી ગયા હતા. બાકીના કુલ 50 રોપામાં કુલ 6 માસ બાદ ફળ આવવાની શરૂઆત થઈ હતી. એક વેલામાં કુલ 60-70 ગ્રામ વજનના કુલ 500 રૂપિયાથી લઈને કુલ 2,500 રૂપિયા જેટલા ફળ આવ્યા હતા. કૃષ્ણ ફળ વેલમાં લીલા રંગના હોય છે. તે પીળા રંગના થયા પછી વેલમાંથી નીચે ખરી ગયા પછી એનો ઉપયોગ જ્યૂસ તરીકે કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે ખેતી?
ખેતી વિશે વિગતો આપતા તેમણે કહ્યુ કે,  મેં તેની વાવણી બેસતા ચોમાસે કરી હતી. અને તેના પર ફૂલ જૂન આસપાસ આવવાના શરૂ થઈ જાય છે. પેશન ફ્રૂટને હવામાનની વાત કરૂ તો, 15થી 30 ડિગ્રી તાપમાન આઈડિયલ છે પણ મેં તો 10થી 45 ડિગ્રી સુધી તાપમાનમાં પણ પૂરી માવજતથી આ વેલા સાચવ્યા છે. ખાતર પાણીની વાત કરૂ તો વર્મીકમ્પોસ્ટ ખાતરનો વપરાશ કર્યો છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જ ખેતી કરી મેં પેસ્ટ કંટ્રોલ કે રાસાયણિક ખાતરનો વરસાશ નથી કર્યો.

કેટલા વિઘામાં વાવ્યા છે પેશન ફ્રૂટ?
આ પ્રશ્નનનો જવાબ આપતા જેન્તીભાઈ જણાવે છે કે, મેં અડધા વિઘા જમીનમાં પેશન ફ્રૂટ વાવ્યા છે. મેં પહેલા તો આ ફ્રૂટ ખરીદ્યા અને તેનું ખાસ મારૂં પોતાનું બિયારણ ખરીદ્યુ. મે 100 રોપા વાવ્યા પણ તેમાંથી 50 બળી ગયા. અને 50માંથી વેલા તૈયાર થયા. આજે બીજુ વર્ષ છે અને ફળ આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બીજુ બિયારણ અને નવા વેલા પણ ઉગી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ ફળ વાવવાના ફાયદા એ છે કે તમે એના માંડવા નીચે સીતાફળ, હળદર, આદુ જેવા પાક પણ લઈ શકો છો. એટલે કે મલ્ટીપલ ખેતી કરી શકો છો.

માર્કેટમાં કુલ 200 રૂપિયે કિલો વેચાતા ફળ શારીરિક દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. આ ફ્રૂટનો રસ પ્લેનમાં જ્યૂસ તરીકે કરવાંમાં આવે છે. જેન્તીભાઇએ જણાવતા કહ્યું કે, કૃષ્ણ ફળની ખેતી માટે અહીંનું તાપમાન માફક છે. પાણીની પણ વધારે જરૂર પડતી નથી. કુલ 8-10 દિવસે પાણી આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, આ ફળને ઉગાડવા માટે કોઇ દવા છાંટવાની જરૂર રહેતી ન હોવાંથી એને ઘરે પણ ઉગાડી શકાય છે. ખેડૂતને કૃષ્ણ ફળ ઉગાડવામાં બમણો લાભ થાય છે. આ ફ્રૂટની વેલ ઉગાડવામાં આવે છે. જેને લીધે ખેડૂત નીચે રહેતી બાકીની જમીનનો પણ બીજી ઉપજ કરવાં માટે ઉપયોગ કરી શકે છે.

કૃષ્ણ ફળના રસથી પાચનક્રિયા તેજ બને:
કૃષ્ણ ફળ શરીર માટે ખૂબ જ લાભદાયક છે. કૃષ્ણ ફળનો રસ પીવાથી પાચનક્રિયાને તેજ બને છે. કૃષ્ણ ફળમાં વિટામિન-A, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-C તથા ફાઇબર મળે છે. આ ફળ ખૂબ જ એન્ટિઓક્સિડન્ટ છે, ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી તથા ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરે છે તથા ચિંતામુક્ત થવામાં ઉપયોગી બને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post