September 21, 2021

દુર્લભ એવી કાળા ટામેટાની ખેતી: જાણો ઉત્પાદનથી લઈને આવક સુધીની સંપૂર્ણ માહિતી

Share post

ગુજરાત રાજ્યમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને કુલ 1.20 કરોડ દર્દીઓ છે. જેમનાં ખોરાકમાં જો થોડો પણ ફેરફાર કરવામાં આવે તો ગુજરાત રાજ્યનાં લોકોએ આ 5 રોગની પાછળ 18 થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જશે. ગુજરાત રાજ્યનાં ખેડૂતોએ તેનો ઓપ્શન શોધી લીધો છે. હાલ ખેડૂતો એવી ખેતી કરવાનું પસંદ કરી રહ્યાં છે કે, કાળા ટામેટાનું વાવેતર કરીને ગુજરાત રાજ્યને 20 હજાર કરોડની દવા ઓછી વાપરવામાં મદદરૂપ બની રહ્યાં છે. કાળા ટામેટા ઉપરનાં રોગો માટે અનેક ફાયદો કરે છે. તેથી કાળા તમેતાની ખેતી ખેડૂતો વધારી રહ્યાં છે.

108નાં ફોન કોલનો હિસાબ
ગુજરાત રાજ્યમાં 30 લાખ ડાયાબિટીસનાં દર્દી છે. 40 વર્ષ કરતા વધારે ઉંમરનાં 36 %ને મીઠી પેશાબ રોગ છે. રૂપિયા 3600 કરોડની દવા ગુજરાત રાજ્યમાં આ રોગની વેચાય છે. વર્ષ 1990 થી રોગનું પ્રમાણ 90 % જેટલું વધ્યું છે. 108 એમ્બ્યુલન્સ કંપનીનાં આંકડા મુજબ દર એક કલાકે ગુજરાત રાજ્યમાં હ્રદય રોગનાં 6 ફોન કોલ આવે છે. દર એક કલાકે 3 દર્દીઓનાં મૃત્યુ આ રોગથી થાય છે. દર્દીમાં 50 વર્ષ કરતા નીચેના 48 % લોકો છે. વર્ષ 2010-11માં 19000 ફોન આવેલાં જે હાલ 29000 ફોન આવે છે.

દવાની વપરાશમાં વધી છે…
ચામડીની દવાનાં વેચાણમાં 17.5 %, ડાયાબીટીશની દવાનાં વેચાણમાં 16.8 % તેમજ હ્રદયનાં રોગની દવાનાં વેચાણમાં 10.7 % જેટલો વધારો છેલ્લાં 5 વર્ષમાં થયો છે.

ખેડૂતોએ ચાલુ કરી ખેતી
તેનો ઓપ્શન ખેડૂતોએ શોધી નાખ્યો છે. અનેક ખેડૂતો અલીબાબા ઉપરથી કાળા ટામેટાનાં બીજ મંગાવીને ખેતી કરવા લાગ્યા છે. કાળા ટામેટા ડાયાબિટીસ મટાડવા દવા જેવું કાર્ય કરે છે. ગુજરાત રાજ્યમાં કાળા ટામેટાની ખેતી હાલ ચાલુ થઈ છે. ભારત દેશમાં તેને ઈન્ડિગો રોઝ ટામેટા કહેવામાં આવે છે. તેનાં બીજ ઓસ્ટ્રેલિયાથી અનેક ખેડૂતોએ મંગાવ્યા છે. 130 બીજ રૂ. 110માં ઓનલાઈન મળે છે. કાળા ટામેટાની ખેતી લાલ ટામેટાની જેમ જ કરવામાં આવે છે. જેથી તેનાં માટે કોઈ પણ નવી ટેકનિક શિખવાની જરૂર નથી. એક છોડ ઉપર 10 થી 20 kg જેટલા ટામેટા થાય છે.

તેના ફાયદા
કાળા ટામેટાને જીનેટિક મ્યૂટેશન દ્વારા બ્રિટનમાં રે બ્રાઉનએ અગાઉ ઉગાડયા હતા. એન્ટીઓક્સીડેન્ટ મિનરલ્સ જેવાં મેગ્નેશિયમ તેમજ પોટેશિયમ તત્વો આ ટામેટામાં છે. સારા કોષોને હાનિ પહોચાડતા ફ્રી રેડિકલ્સથી લડવાની ક્ષમતા કાળા ટામેટા ધરાવે છે. કાળા ટામેટા કેન્સરને પણ અટકાવી શકે છે. તેમજ આંખો માટે પણ બહુ ફાયદાકારક છે. વીટામીન A તેમજ C ભરપુર પ્રમાણમાં હોય છે. દરરોજ કાળા ટામેટા ખાવાથી હ્રદયનાં રોગોને અટકાવી શકાય. કાળા ટામેટા લોહીનાં ભ્રમણને સુધારીને બ્લડ પ્રેસરને ફાયદો કરાવવામાં મદદ કરે છે. કાળા ટમેટા ખાવાથી બેટ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

કાચા ખાવામાં કાળા ટામેટા ખાટા નથી હોતા. અને ખૂબ મીઠા પણ ન હોય. બહારથી કાળા તેમજ અંદર લાલ કે બ્રાઉન હોય છે. લીલા, લાલ અથવા કાળા ટામેટા રાંધીને ખાવાથી બહુ નુકસાન કરે છે. તેને કાચા ખાવાથી ઘણો ફાયદો થાય છે.

ગુજરાત રાજ્યમાં અનુકૂળ વાતાવરણ
આ ટામેટા ગરમ પ્રદેશમાં થાય છે. ગુજરાત રાજ્યનું વાતાવરણ કાળા ટામેટાને અનુકુળ છે. લાલ ટામેટા કરતાં કાળા ટામેટાનાં છોડ વધારે વધે છે. કાળા ટામેટાનાં ઈઝરાયલી ટિકનોલોજીથી પણ તૈયાર થાય છે. કાળા ટામેટાનો રંગ બ્યુબેરીમાંથી લેવામાં આવ્યો છે. આ ટામેટાથી પતંજલિ આયુર્વેદીક કંપની હ્રદય રોગ તેમજ ડાયાબિટીસની દવા બનાવે છે. આ ટામેટા નર્સરીનું ઉત્પાદન અગાઉ બ્રિટનમાં કરવામાં આવતું હતું, પણ હાલ તેનાં બીજ ભારત દેશમાં પણ ઉપલબ્ધ છે. ખેડૂત કાળા ટામેટાના બી ઓનલાઈન પણ ખરીદી શકે છે. કાળા ટામેટાનો પાક લેવામાં 4 માસ થઈ જાય છે.

કાળા ટામેટા ઉત્પાદન
ગુજરાત રાજ્યમાં સરેરાશ 259 ક્વિન્ટર ટામેટા એક હેક્ટરે હાલ પાકે છે. ગુજરાત રાજ્ય ટામેટી – 1 એક  હેકટરે 27 ટન જેટલી પાકે છે. ગુજરાત રાજ્યમાં 49000 હેક્ટર જમીનમાં ટામેટા પાકે છે. કુલ ઉત્પાદન 14.11 લાખ મેટ્રિક ટન જેટલું થાય છે. મહેસાણા, આણંદ, અને બનાસકાંઠામાં સૌથી વધારે લાલ ટામેટા પાકે છે. જાન્યુઆરી માસમાં કાળા ટામેટા વાવી શકાય છે. કાળા ટામેટા કુલ 5000 હેક્ટરમાં ઉગાડવામાં આવે તો ગુજરાત રાજ્યનાં મોલમાં તેની સારી ખપત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post