September 17, 2021

આ શહેરના લોકો કચરામાંથી પણ કરી રહ્યા છે ઉંચી કમાણી, જાણો કેવી રીતે?

Share post

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. હાલમાં સમગ્ર દેશના મોટાભાગના શહેરો ગંદકીની તીવ્ર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે નીચલા સ્તરેથી પ્રયત્ન કરવો કેટલો જરૂરી છે, તેને મધ્યપ્રદેશમાં આવેલ ઇન્દોર શહેરના વોર્ડે સાબિત કરી બતાવ્યું છે. ઇન્દોરમાં કુલ 4,400થી વધારે મકાનોનો વોર્ડ નંબર 73, દેશનો સૌપ્રથમ ઝીરો વેસ્ટ વોર્ડ બન્યો છે.

આ વોર્ડમાં કુલ 600 મકાનો એવા છે કે, જ્યાં ભીના કચરામાંથી ખાતર બની રહ્યું છે, તો સુકા કચરો કમાવાનું એક માધ્યમ બન્યું છે. ટૂંક જ સમયમાં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સ્વતંત્ર એજન્સીને ચકાસીને વોર્ડની ઔપચારિક જાહેરાત કરશે. આ પ્રોજેક્ટને અંજામ આપવામાં શ્રીગોપાલ જગતાપની અગત્યની ભૂમિકા ભજવી છે. જે બેસિક્સ નામની NGO ચલાવી રહ્યા છે.

આ કડીમાં, તેઓ જણાવે છે કે, અમે છેલ્લા 5 વર્ષથી ઈંદોર મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં કામ કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં, થોડા મહિના અગાઉ, નવા કમિશનર પ્રતિભા પાલજી દ્વારા ઝીરો વેસ્ટ વોર્ડ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે, જે સમાજની સામે શ્રેષ્ઠ ઉદાહરણ બેસાડશે. ત્યારપછી તેમણે આ પ્રોજેક્ટને જુલાઈ વર્ષ 2020માં શરૂ કર્યો હતો તેમજ આની માટે કુલ 5 વોર્ડની પસંદગી કરવામાં આવી હતી. વોર્ડ 73, 32, 47, 66 તથા 4 નો સમાવેશ થાય છે. આ તમામ વોર્ડ જિલ્લાના અનેકવિધ વિસ્તારમાં આવેલા છે.

શું હતો મુખ્ય ઉદ્દેશ ?
આ પ્રોજેક્ટ હેઠળ તેનો ઉદ્દેશ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે કે, વોર્ડમાં કચરો ખુબ ઓછો થાય તેમજ સ્થાનિક કક્ષાએ ખાતર બનાવી શકાય છે. જગતાપ કહે છે કે, આ પ્રોજેક્ટની માટે અમે વોર્ડના બધાં જ મકાનો, વસાહતો, દુકાનો તથા બગીચા નક્કી કર્યા હતાં. સફાઇ મિત્રની મદદથી ભીનો કચરો તથા સુકો કચરો અલગ પાડ્યો હતો. આ પ્રોજેક્ટ વોર્ડ 73માં ખૂબ જ સફળ છે તેમજ બાકીમાં પણ કામ ચાલી રહ્યું છે. આની હેઠળ લોકો તેમના ઘરમાં ભીના કચરામાંથી ખાતર બનાવી રહ્યા છે. જયારે પ્લાસ્ટિક, સેનિટરી નેપકિન્સ જેવા સુકા કચરાને રિસાયકલ કરવા માટે ખરીદી કરવામાં આવે છે.

કેવી રીતે બનાવે છે ખાતર ?
જગતાપ કહે છે કે, આની માટે કુલ 2 બે કમ્પોસ્ટિંગ સેટ છે કે, જેમાં ટેરાકોટા બિન તથા પ્લાસ્ટિક બિનનો સમાવેશ થાય છે. ટેરાકોટા બિનમાં માટીનાં કુલ 3 સ્તર આવેલા હોય છે. તેમાં કચરો નાખ્યા બાદ બાયો કલ્ચર આપવામાં આવે છે. ત્યારપછી તેને ઢાંકવામાં આવે છે. આ પ્રક્રિયા દરરોજ બે વખત થાય છે. આની સાથે પ્લાસ્ટિકના ડબ્બામાં કચરો નાખ્યા બાદ બાયો કલ્ચર આપવામાં આવે છે.

તેની નીચે એક નળ લગાવવામાં આવ્યો હોય છે કે, જેમાંથી પ્રવાહી ખાતર બહાર આવે છે. આ બંને પ્રક્રિયાઓમાં, ખાતર તૈયાર કરવામાં લગભગ 45 દિવસ લાગે છે. આની સાથે જ અહીં કુલ 140 થી વધારે એપાર્ટમેન્ટ્સ આવેલા છે તથા જગ્યાના અભાવે તેમની માટે કમ્પોસ્ટિંગ સંભવ નથી. જેથી તેમણે IT કંપની ઇંસીનરેટર સ્વાહાની એક ટીમ હાયર કરવામાં આવી છે કે, જે ઓડબ્લ્યુસી મશીન મારફતે સ્થળ પર કચરાને કમ્પોસ્ટમાં ફેરવવામાં આવે છે.

કોમ્યુનિટી કમ્પોસ્ટિંગ યુનિટનું નિર્માણ :
જગતાપ જણાવે છે કે, હાલમાં વોર્ડ 73માં દરરોજ અંદાજે 8 ટન કચરાનું ઉત્પાદન થાય છે. તેમાં કેટલાંક મકાનો આવેલા છે કે, જ્યાં કંપોસ્ટ જાતે બનાવતા નથી. આની માટે એક કમ્પોસ્ટિંગ યુનિટ બનાવવામાં આવ્યું છે. અહીં બનાવવામાં આવેલ ખાતરનો ઉપયોગ જાહેર સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવાં માટે કરવામાં આવે છે. અમે સુકા કચરાની માટે એક સ્વચ્છતા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે કે, જ્યાં પ્લાસ્ટિકને કેટલાક પાયે રિસાયકલ કરવા માટે મોકલવામાં આવે છે તથા બીજી કેટલીક સંસ્થાઓ દ્વારા વધારાના ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે.

આ કડીમાં, સ્થાનિક હરમિતસિંહ છાબરા જણાવે છે કે, “મને બાગકામ કરવાનો ખૂબ શોખ રહેલો છે તેમજ મારે પહેલા તેના ખાતર માટે બજાર પર નિર્ભર રહેવું પડતુ હતુ પણ હવે હું દર મહિને ઘરના કચરામાંથી દર મહિને 7-8 કિલો ખાતર બનાવું છું, જેને લીધે વૃક્ષો તથા છોડને ખુબ ફાયદો થઈ રહ્યો છે. આની સાથે જ તેઓ લોકોને અપીલ કરે છે કે, મહાનગર પાલિકા દ્વારા કચરો વ્યવસ્થા માટે જે નવીન પહેલ કરવામાં આવી છે તેને સાર્થક બનાવવાની લોકોની નૈતિક જવાબદારી રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post