September 22, 2021

B.Sc કરેલા બનાસકાંઠાના નવયુવાને ખેતીમાં અજમાવી પોતાની કિસ્મત, હાલમાં આ ખાસ પદ્ધતિથી થઇ રહી છે લાખોની કમાણી

Share post

હાલમાં કૃષિ કાયદાની વિરુદ્ધ છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી દિલ્હી બોર્ડર પર દેશના ખેડૂતોનું આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનમાં કેટલાંક 22 કરતાં પણ વધારે ખેડૂતોનાં મોત થયા છે. જેમાંથી કેટલાંક ખેડૂતોના મોત અતિશય ઠંડીને લીધે તેમજ કેટલાંકનાં મોત આપઘાત કર્યો હોવાંથી થયા છે ત્યારે હાલમાં એક સફળતાની કહાની સામે આવી રહી છે.

આ વાત બનાસકાંઠામાં આવેલ ડીસા શહેરના રહેવાસી મયુર કિરણભાઈ પ્રજાપતિની છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં BSC એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવ્યા પછી મયુરને ખાનગી કંપનીમાં નોકરી મળી ગઇ હતી પરંતુ કોઇની ગુલામી કરવા કરતાં ખુદ્દારીથી જીવન જીવવાના ધ્યેયની સાથે તેણે બાપીકા વ્યવસાય ખેતીમાં ઝંપલાવ્યું હતું તેમજ પરંપરાગત ખેતીની જગ્યાએ આધુનિક ખેતી અપનાવી હતી.

ફક્ત 23 વર્ષીય આ યુવાનની મહેનત રંગ લાવી તેમજ પહેલા જ વર્ષે ત્રણ ગણી આવક મેળવી લીધી હતી. આટલાંથી અટકે તે યુવાન નહીં. પોતાની 15 વીઘા જમીનની ઉપરાંત બીજી કુલ 42 વીઘા જમીન ભાડે રાખીને ફળ તથા શાકભાજીની વૈજ્ઞાનિક ઢબે વાવેતર કરવામાં આવ્યું છે કે, જેમાંથી આ વર્ષે કુલ 45 લાખ રૂપિયાની આવક મળવાનો અંદાજ રહેલો છે.

ડીસામાં આવેલ ભોપાનગર વિસ્તારમાં રહેતા તેમજ વર્ષ 2018માં કૃષિ સ્નાતક થઇને મયુર પ્રજાપતિએ ખાનગી કંપનીની નોકરી ફગાવીને પોતાની માત્ર 15 વીઘા જમીનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેતીની શરૂઆત કરી હતી. પહેલા જ વર્ષે કુલ 20 લાખ રૂપિયાની આવક મેળવી હતી.

જેની પહેલાં કુલ 5.50 લાખ રૂપિયાની થતી હતી. જેની સામે એક જ વર્ષમાં સાડા ત્રણ ગણી આવક રળી લીધી હતી. યુવા ખેડૂત મયુર પ્રજાપતિ જણાવે છે કે, ‘શાકભાજી પાકોની આંતરપાક, મંડપ પદ્ધતિ, ઓફ સિઝનલ પદ્ધતિઓ દ્વારા ખેતીની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં પ્લગ ટ્રે નર્સરી તૈયાર કરી હતી. જેમાં તમામ પ્રકારનાં શાકભાજીની ઉપરાંત પાકો, શક્કરટેટી, તરબૂચ, ગલગોટા, પપૈયા સહિતના ધરૂ (રોપા) તૈયાર કરવાની શરૂઆત કરી હતી.

જેમાંથી કુલ 7.5 લાખની આવક થઇ હતી. ત્યારપછી કુલ 42 વીઘા જમીન ભાડાપટ્ટે રાખીને એમાં પપૈયા, કેપ્સિકમ, બટાકા, કોબિજ, ફુલાવરની ખેતી કરવામાં આવી હતી કે,, જેમાંથી કુલ 45 લાખ રૂપિયાની આવક મળવાનો અંદાજ રહેલો છે.

રોપાની સાથે માર્ગદર્શન પણ આપે છે:
ખેડૂત મયુર પ્રજાપતિ જણાવે છે કે,ખેડૂતોને તંદુરસ્ત તેમજ ખુબ સારા રોપા મળી રહે તે માટે નર્સરી બનાવવામાં આવી છે કે, જેમાં ખેડૂતોને શાકભાજીના ખુબ સારા છોડ (રોપા) તૈયાર કરીને આપવાની સાથે રોપણી અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છું. આની પહેલા બનાસકાંઠાના ખેડૂતોને શાકભાજી તથા ફળફળાદીના રોપા લેવા માટે મહેસાણામાં આવેલ વિજાપુર વિસ્તારમાં જવું પડતું હતું પણ હવે ઘરઆંગણે મળતાં સમયની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચની બચત થશે.

યુવાનોએ આધુનિક ખેતી બાજુ આગળ વધવું જોઈએ:
ખેડૂતોએ હવે ચીલાચાલુ ખેતી બાજુ પર મુકીને સ્માર્ટ ખેતી અપનાવવી જોઇએ. ઊંચી આવક મેળવવાં માટે શિક્ષિત યુવા ખેડૂતો વ્હાઇટ કોલર જોબની ઘેલછા છોડીને ખેતી બાજુ આગળ વધવું જોઈએ. ખેતીમાં પણ અનેક તકો રહેલી છે તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારે જણાવ્યું હતું. આમ, આ યુવાને નઈ એવી ઉંમરમાં ઘણી કમાણી કરી લીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post