September 21, 2021

ખેતરમાં શેરડી કાપતી વખતે ખેડૂતને એવી વસ્તુ મળી કે, ચારેબાજુ મચી દોડધામ- જાણો શું છે સમગ્ર ઘટના?

Share post

હાલમાં એક આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં આવેલ સોનવાડા ગામમાં એક શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. જો કે, શેરડીના ખેતરમાં શેરડી કાપતી વખતે મજૂરોને ખેતરમાં માનવ કંકાલ દેખાતા મજૂરોમાં થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આની સાથે જ આ માનવ કંકાલ કોનું છે? તે અંગેની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, સોનવાડા ગામના પહાડ ફળિયા પાસે આવેલ એક શેરડીના ખેતરમાં મજૂરો શેરડી કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે સુમનભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં શેરડી કાપવાની કામગીરી દરમિયાન શેરડી કાપી રહેલ મજુરોને ખેતરમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું. ખેતરમાં હાડપિંજ જોતાંની સાથે જ શેરડી કાપતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાંની સાથે જ ખેતર માલિક તથા ડુંગરી પોલીસને કરતા ડુંગરી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસવડા એ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતા. આની સાથે જ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં  માનવ કંકાલની પાસેથી એક બળેલી સ્તિથીમાં જિન્સ પેન્ટ પણ મળી આવ્યું હતું .જો કે,  શેરડી કાપતી પહેલા શેરડીમાં આગ લાગવાને લીધે આ હાડપિંજરની સાથે રહેલ જીન્સનું પેન્ટ પણ અડધું બળી ગયું હતું.

જેને કારણે પોલીસ દ્વારા આ ખેતરમાંથી મળી આવેલ માનવ કંકાલ તથા ઘટનાસ્થળ પરથી મળી આવેલ બીજા અવશેષ સહિતના સબુતો એકત્ર કરીને પોતાના કબજામાં લઈ લીધી હતી. જો કે, આ ખેતરમાંથી ફક્ત માનવ કંકાલ જ છીન ભીન હાલતમાં મળી આવ્યું હતું. આથી આ કંકાલ કોનું છે ? મૃતકની ઓળખ શું છે  તેના મોતનું કારણ શું છે? આ બધાં જ પ્રશ્નો હાલમાં ઉભા થઇ રહ્યા છે.

શેરડીના ખેતરમા કંકાલ જે રીતે મળી આવ્યું તેને જોતાં હત્યા થઈ હોવાનુ આશંકા પ્રબળ બની રહી છે ત્યારે પોલીસ આ બધાં જ પ્રશ્નોનાં ઉત્તર મેળવવા માટે તેમજ કંકાલ કોનું છે? તેની ઓળખ મેળવવા સહિત પોલીસે  પોતાની તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા આ તપાસમાં FSLની પણ મદદ લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, હાલમાં શેરડીના ખેતરમાં માનવ કંકાલ મળવાની ઘટનાને લીધે સમગ્ર જિલ્લામાં હોબાળો મચી ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post