September 17, 2021

રાજ્યમાં કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મહત્વની આગાહી: આટલા દિવસ સુધી પડશે હાડ થીજાવતી ઠંડી

Share post

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અવારનવાર અતિભારે વરસાદ તેમજ અતુશ્ય ઠંડીને લઈ આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આગાહીને લઈ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાતાં લોકોએ રાહત અનુભવી છે ત્યારે સમગ્ર રાજયમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી રહી છે.

27 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જ્યારે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતર ભારતથી લઈને ગુજરાત સુધી થશે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં અવારનવાર વાતાવરણમાં પલટો આવવાથી કમોસમી વરસાદનું આગમન થશે. આની સાથે જ સતત તાપમાન વધારાની સાથે અમદાવાદમાં પારો 30 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે સામાન્ય ગરમી વર્તાઇ રહી છે.

આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે :
હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં કુલ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેને લીધે ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1 થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર રાજ્યના હવામાનમાં બદલાવ આવશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. જેને કારણે ખેડૂતો ફેબ્રુઆરી શરુઆત વાતાવરણ પલટો આવવાનો હોવાને કારણે પાકને રાખવા માટેની વ્યવસ્થા કરી લેવી જોઇએ.

27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં પડશે કડકડતી ઠંડી : 
ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉતર ભારતમાં હિમ વર્ષા થશે. જેની અસર સમગ્ર રાજ્યમાં અનુભવાશે. 27 થી 31 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા ક્ચ્છ સહિત અન્ય કેટલાંક શહેરોમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગડશે.

મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા તથા નલિયામાં ઠંડીનું જોર વધશે. હાલમાં અમદાવાદ શહેરમાં પણ ધૂમમ્સ ભર્યું હવામાનની સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે પણ નલિયા 6.5 ડિગ્રીની સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે રાજ્યના કેટલાંક ભાગોમાં પણ ફૂલગુલાબી ઠંડી યથાવત રહી હતી ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 3 દિવસમાં કુલ 2 ડિગ્રી તાપમાન ઘટશે તેમજ ઠંડીનું જોર ફ્રીથી વધારો થશે.

માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ઉંચકાયો :
માઉન્ટ આબુમાં છેલ્લા 4 દિવસમાં તાપમાનનો પારો ધીરે-ધીરે ઉંચકાઈ રહ્યો છે. જેને લીધે ઠંડીમાં રાહત મળતાં સહેલાણીઓને રાહત મળી છે. માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયુ છે. આમ, દિવસ દરમ્યાન હવે ઉનાળાની ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રજાની મજા માણવા માટે આવેલ પ્રવાસીઓ ગુરૂશિખર પર ફુલ ગુલાબી ઠંડીમાં ઠંડી હવાનો આનંદ માણ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post