September 23, 2021

આવો જાણીએ ડેરી ફાર્મિંગનાં બીઝનેસથી કરોડોની કમાણી કરનાર ખેડૂતપુત્રની ખુદારીની વાત

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ ઉત્તરપ્રદેશમાં આવેલ ગૌતમ બુદ્ધ નગરમાંથી એક સફળતાની કહાની સામે આવી રહી છે. આ કહાની દુર્લભ રાવતની છે કે, જેઓ મિકેનિકલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યા બાદ કંપનીમાં નોકરી મળી હતી તેમજ પેકેજ પણ ખુબ સારૂં હતું. અંદાજે 12 વર્ષ સુધી તેમણે આ કંપનીમાં કામ કર્યુ હતું. ત્યારપછી પોતાનું કંઈક કામ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

અણી સાથે જ તેઓ એવું કામ કરવા માગતા હતા કે, જેમાં તેઓ પોતે નિર્ણયો લઈ શકે. વર્ષ 2016માં તેમણે નોકરી છોડીને ડેરી ફાર્મની શરૂઆત કરી હતી. હાલમાં તેઓ દૂધ, દહીં, ઘીથી લઈને એવી તમામ પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે કે, જેની જરૂરીયાત કિચનમાં પડતી હોય છે. તેમના કુલ 7,000થી વધારે ગ્રાહકો છે. ગત વર્ષે તેમનું ટર્નઓવર કુલ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

36 વર્ષીય દુર્લભનો 12 ધોરણ સુધીનો અભ્યાસ ગામમાં જ થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. જેથી તેઓ નાનપણથી જ ખેતીની સાથે જોડાયેલા રહ્યા હતાં. દુર્લભ જણાવે છે કે, જ્યારે તેઓ નોકરી છોડીને ગામમાં પાછાં આવ્યા ત્યારે નક્કી ન હતું કે શું કામ કરવાનું છે? ફક્ત એટલી જ ખબર હતી કે, જે કઈપણ કરીશ એ ખેતીની સાથે સંકળાયેલું હશે. મારા વિસ્તારમાં અનેક લોકો દૂધનો બિઝનેસ કરી રહ્યાં હતા.

ખૂબ ઓછા લોકો ક્વોલિટી અંગે ફોકસ કરતા હતા. મને લાગે છે કે, આ બિઝનેસની શરૂઆત કરવી યોગ્ય રહેશે. તેમાં એક ફાયદો એ પણ છે કે, આપણને તરત પૈસા મળી જાય છે. કુલ 4 વર્ષ અગાઉ દુર્લભે કુલ 50 પશુઓની સાથે કામની શરૂઆત કરી હતી. તેઓ પાસેની ડેરીમાં દૂધ સપ્લાઈ કરતા હતા. સતત 6 મહિના સુધી તેમણે એમ કર્યુ હતું. તેમાં તેમને વધુ કંઈ મળ્યું નહીં. ત્યારપછી તેમના એક સંબંધીએ સૂચન કર્યુ કે, તેઓ પોતાની કોઈ બ્રાંડ તૈયાર કરે.

ત્યારબાદ વર્ષ 2016માં બારોસી નામનથી એક સ્ટાર્ટઅપ લોન્ચ કર્યુ હતું. તેઓ બોટલમાં દૂધ પેક કરીને ઘરોમાં સપ્લાઈ કરવા લાગ્યા હતાં. તેમનો આ વિચાર કામ કરી ગયો અને ટૂંક સમયમાં ખુબ મોટી સંખ્યામાં તેમના ગ્રાહકો તૈયાર થઈ ગયા. દુર્લભ જણાવે છે કે, એકવખત ક્રિસમસ પર મેં ગ્રાહકોનાં ઘરે શુદ્ધ દેશી ગોળ મોકલ્યો હતો જે તેમને ખૂબ પસંદ પડ્યો હતો.

અનેક લોકોએ એવું પણ સૂચન કર્યુ હતું કે, તેઓ આવાં પ્રકારની બીજા પ્રોડક્ટ પણ લોન્ચ કરે. ત્યારબાદ તેમના ગામના જ એક ખેડૂતની સાથે ગોળ માટે ટાઈ અપ કર્યુ હતું. ત્યારપછી ઘી તથા મધ પણ વેચવા લાગ્યા હતાં. ધીરે-ધીરે તેમનું કામ તથા ખેડૂતોનું નેટવર્ક પણ વધતું ગયું હતું. હાલમાં 15 ખેડૂતોનું તેમનું નેટવર્ક છે. તેમની પાસેથી તેઓ પ્રોડક્ટ ખરીદીને પોતાના ગ્રાહકો સુધી પહોંચાડે છે.

કેવી રીતે કરે છે કામ ?
હાલમાં તેઓ અંદાજે 1,800 જેટલા ઘરોમાં દૂધની સપ્લાઈ કરી રહ્યાં છે. આની માટે તેમણે વ્હોટસ એપ ગ્રૂપની સાથે એક એપ પણ લોન્ચ કરી છે. ગ્રાહક તેમાં પોતાની જરૂર મુજબ જણાવી દે છે કે, તેમને ક્યારે અને કેટલું દૂધ લેવાનું છે. દૂધની સાથે કોઈ બીજા પ્રોડક્ટ પણ જોઈએ તો તે પણ ઓર્ડર કરી શકે છે. દરરોજ સવારમાં દૂધ કાઢ્યા બાદ ઓર્ડરના હિસાબે બોટેલમાં પેક કરી દેવામાં આવે છે.

ત્યારબાદ ડિલિવરી કરનાર યુવકને એક યાદી આપવામાં આવે છે કે, કોને કેટલું દૂધ અથવા તો કઈ પ્રોડક્ટ આપવાની છે. સામાનની ડિલિવરી તથા કન્ફર્મેશન બાદ ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ગ્રાહકે જે દિવસે દૂધ લેવાનું હોય તે રાતે 10 વાગ્યા પહેલા એપ પર તેની જાણ કરી દે છે. દુર્લભ પોતાની બધી જ પ્રોડક્ટ્સનું પેકિંગ ઈકો ફ્રેન્ડલી કરે છે.

કસ્ટમર્સ તૈયાર કરવા માટે શું કર્યુ ?
દુર્લભ જણાવે છે કે, શરૂઆતમાં હું સ્કૂલોમાં જતો હતો. રજાઓ બાદ બાળકોનાં વાલીઓને મળીને પોતાની પ્રોડક્ટ તેમજ તેની ખૂબીઓ વિશે જણાવતો હતો. ત્યારબાદ કેટલાક લોકો અમારા ગ્રાહક બની ગયા. તેમને પ્રોડક્ટ પસંદ આવી તો બીજા લોકોને સૂચન કર્યુ હતું. આ પ્રકારે એક નેટવર્ક બનતું ગયું. ત્યારબાદ અમે સોશિયલ મીડિયા તથા નવી ટેકનીકની મદદ લીધી હતી. પોતાની વેબસાઈટ તેમજ એપ લોન્ચ કરી હતી તેમજ વ્હોટ્સ એપ ગ્રૂપ બનાવીને લોકોને સામેલ કર્યા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post