September 26, 2021

ફક્ત ધોરણ 12 પાસ આ ખેડૂતભાઈએ પારંપરિક ખેતી છોડીને શરુ કરી વરિયાળીની ખેતી અને સર્જાઈ ગયો ઇતિહાસ

Share post

હાલના ખેડૂતો પ્રગતીશીલ હોવાની સાથે-સાથે આત્મનિર્ભર પણ બની રહ્યાં છે ત્યારે હાલમાં આવા જ એક ખેડૂતભાઈની સફળતાની કહાની સામે આવી રહી છે. આજની કહાની રાજસ્થાનમાં ‘વરિયાળી રાજા’ના નામથી પ્રખ્યાત ઇશાક અલીની છે. મૂળ રૂપે ગુજરાતમાં આવેલ મહેસાણાના વાતની ઇશાક ધોરણ 12 સુધીના અભ્યાસ કર્યાં પછી રાજસ્થાન પરત આવ્યા હતા.

અહીં સીરોહી જિલ્લામાં આવેલ વાદાવાઓની જમીન પર પિતાની સાથે ખેતી કરવા લાગ્યા હતાં. પહેલા તેઓ ઘઉં, કપાસ જેવી પારંપારિક પાકની ખેતી કરતાં હતા. તેમાં બહુ આવક થતી ન હતી. વર્ષ 2004માં નવી ટેકનિકથી વરિયાળીની ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં 15 એકરમાં કુલ 25 ટનથી પણ વધારે વરિયાળીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમને વાર્ષિક અંદાજે 25 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

49 વર્ષીય ઇશાક જણાવતાં કહે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેથી ધોરણ 12નો અભ્યાસ કર્યાં બાદ આગળનો અભ્યાસ કરી શક્યા ન હતાં. ખેતી કરવા માટે ગામમાં પાછાં ફર્યા હતાં. પહેલા તો ધંધો કરવાનું મન બનાવી લીધું હતુ પરંતુ ત્યારબાદ વિચાર કર્યો હતો કે, કેમ નહીં ખેતીને જ બિઝનેસની જેમ કરવામાં આવે. આ વિસ્તારમાં વરિયાળીની ખેતી ખુબ સારી થાય છે.

જેથી નિર્ણય લીધો કે, આ જ પાકની નવી રીતે ખેતી કરવામાં આવે. બીજની ગુણવત્તા, વાવણી તથા સિંચાઇની રીત બદલવી પડશે. પાકને નુકશાન પહોંચાડનારી જીવાતોથી બચવા માટે નવી ટેકનોલોજીની પણ મદદ લીધી હતી.  વર્ષ 2007માં ઇશાકે પરંપરાગત ખેતી સંપૂર્ણપણે છોડીને નવી પદ્ધતિથી ખેતી કરીને તેની ઉપજમાં 90% નો વધારો કર્યો હતો.

જમીન પર વરિયાળીનું વાવેતર કર્યું ત્યારથી લઈને આજદિન સુધી તેઓ માત્ર વરિયાળીની ખેતી કરી રહ્યાં છે. દર વર્ષે તેઓ વરિયાળીની ખેતીમાં વધાતા જાય છે. તેમની સાથે અંદાજે 50 લોકો દરરોજ કામ કરે છે. ખેતીની સાથે જ તેમણે વરિયાળી નર્સરીની પણ શરૂઆત કરી છે. તેઓએ વરિયાળીની નવી જાત તૈયાર કરી છે. જેને ‘આબૂ વરિયાળી 440’ તરીકે ઓળખવામાં આવે છે.

ઇશાક જણાવે છે કે, વરિયાળીની સુધારેલી વિવિધતાના ઉપયોગને લીધે ઉપજમાં 90% નો વધારો નોંધાયો છે. ઇશાકની તૈયાર ‘આબૂ વરિયાળી 440’ હાલમાં ગુજરાત, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. તેઓ દર વર્ષે 10 ક્વિન્ટલથી પણ વધારે વરિયાળીનાં બીજનું વેચાણ કરે છે. ઇશાકને રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે અનેકવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

નવા પ્રયોગથી નફો બમણો થયો :
વરિયાળીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ઇશાકે સૌપ્રથમ વાવણીની રીત બદલી હતી. તેમણે વરિયાળીના 2 છોડ તથા 2 ક્યારીઓ વચ્ચેનું અંતરમાં વધારો કર્યો હતો. પહેલા બે ક્યારીઓની વચ્ચે 2-3 ફુટનું અંતર રાખતા હતા. આ અંતરને ઇશાકે 7 ફૂટ કરી નાખ્યું હતું. આમ કરવાથી બમણું ઉત્પાદન થયુ હતું. સિંચાઈની જરૂર પણ ખુબ ઓછી થઈ ગઈ હતી.

વરિયાળીની ખેતી કેવી રીતે કરવી ?
જૂન માસમાં વરિયાળીનું વાવેતર કેટલાંક તબક્કામાં કરવામાં આવે છે. અનેકવિધ તબક્કામાં એટલા માટે કે, જેથી અલગ-અલગ સમય પર નવા છોડ તૈયાર થઈ શકે. જો ચોમાસાને લીધે વાવેતર મોડું થાય તો પણ ખેડૂતને નુકસાન ન થાય. એક ક્યારીમાં સરેરાશ 150-200 ગ્રામ બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર 1 એકર જમીનમાં 6-7 કિલો બીજ લાગે છે.

તેના 45 દિવસ બાદ એટલે કે જુલાઈ માસના અંત બાદ વરિયાળીનાં છોડ બહાર કાઢીને બીજા ખેતરમાં વાવેતર કરવામાં આવે છે. બે છોડની વચ્ચે ઓછામાં ઓછું 1 ફૂટનું અંતર રાખવું જોઈએ. સિંચાઈ માટેની ટપક સિંચાઈએ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. તે પાણીની બચત પણ કરે છે. વરિયાળીની ખેતીમાં સિંચાઈની જરૂર સૌપ્રથમ વાવણી કરતી વખતે, ત્યારપછી તેના 8 દિવસ બાદ તથા બાદ 33 દિવસમાં કરવું ખુબ જરૂરી છે. ત્યારપછી 15 દિવસના અંતરે સિંચાઈ કરવી જોઈએ.

ક્યારે કરવી પાકની કાપણી ?
વરિયાળીનો પાક સંપૂર્ણ રીતે પાકીને સુકાઈ જાય ત્યારે જ તેની કાપણી કરવી જોઈએ. ત્યારપછી તેને એક કે બે દિવસ તડકામાં સૂકાવવા દેવા જોઈએ. લીલો રંગ રાખવા માટે, તેને 8 થી 10 દિવસ સુધી છાયાંમાં સૂકવવા જોઈએ. આની ઉપરાંત, તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, પાકમાં ભેજ ન લાગે. ત્યારપછી, મશીનની મદદથી વરિયાળીનું પ્રોસેસિંગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post